માઈક્રો-ફિક્શન કહો કે જરા’ક લાં…બું હાઈકુ

 

અમેરિકાના ઑરેગન રાજ્યમાં વસતા ડૉ.. કનકભાઈ રાવલથી બહુ ઓછા સાહિત્યરસિકો અપરિચિત હશે! ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવલના સુપુત્ર તરિકે જ નહિ, પણ સાહિત્ય, કલા, અધ્યાત્મ અને સંગીત જેવા વિષયોમાં ઊંડો અભ્યાસ ધરાવનાર સજ્જન એવા કનકભાઈની લોકપ્રિયતા જગજાહેર છે. આજે પ્રથમ વાર તેમનું મૌલિક કાવ્ય ચિત્રાકૃતિ સાથે રજુ કરીએ છીએ.

તેઓ લખે છે, “આજે શાવર લેતાં ૮૦ વર્ષો પછી એક કૃષ્ણગીતની આસાવરી રાગમાં કડી સરી પડી. ગાવાનું તો બાજુ રહ્યું, અને મન માળવે પહોંચ્યું. તે પલટાયું નીચેની ટચૂકડી વાર્તામાં :”

 

કાલિયા મર્દન -આસાવરી”

 

પ્રખર તાપ રવિનો વિરમ્યો.

કાન તનય મુજ ઘર ન આયો.

ગોપ મિત્ર જે હતા સંગાથી,

કહેકે હરિ ધરા મહી ડૂબ્યો .

 

પોઝ ………

 

ગોપિયન કહે,

“ડિક્કો ડિક્કો,  ના રે ના , કન્હૈયો જીત્યો “

 

                                                                                                    – ડૉ.. કનક રાવલ

Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmail

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *