વ્યંગ્ય કવન : (૧૩) દિલ્લગી અચ્છી નહિ!

Facebooktwitterredditpinterestlinkedinmail

વલીભાઈ મુસા

દિલ્લગી અચ્છી નહિ!
ઇતિહાસ ઉવેખી જોજો ફ્રાન્સનો,
ઓલ્યા લુઈની આપખુદી રાણીએ,
ઉપહાસ કર્યો ભૂખ્યાજનોનો,
એ શબ્દો થકી,
કે ખાઈ લો પુરણપોળી,
’ગર ના મળે લૂખીસૂકી રોટલી!
ને ક્રાંતિની આગ ભભૂકી ચહુદિશ,
નિમિત્ત બની એ દિલ્લગી, દિલ્લગી અચ્છી નહિ! (૧)

દિલ્લગી અચ્છી નહિ!
લોકોનાં ખિસ્સાં સળગતાં,
ના જ્વલનશીલ પેટ્રોલ થકી,
પણ તેના જ્વલનશીલ ભાવથી,
રાજ્યહદના આખરી એ ગેસ મથકે, એ હોર્ડિંગે,
વંચાય કે ઈકોતેર રૂપિયે પેટ્રોલનો આ આખરી પંપ,
આગળે સસ્તું છતાં, છેતરે શબ્દછળે સૌને!
પંપ તો ભડકે સળગે લોકજુવાળથી.
નિમિત્ત બની એ સાઈન, દિલ્લગી અચ્છી નહિ! (૨)

દિલ્લગી અચ્છી નહિ!
ભડકે બળતા ભાવે,
બકાલુ વેચતો એ બકાલી,
લાલ મરચાના વઘાર જેવાં જલદ વચને
ગૃહિણીઓને ઉપહાસતો બકે, ‘મફત આપું કહું, તો કહેશો ડબલ દે!’
અને આક્રોશે બની સૌ ભગિનીઓ રણચંડી, ચપ્પલો સટપટાવે, ગર્જતી
‘લે ચાર મફત, લે આઠ મફત, ભાગ તારાં બે લઈ!
નહિ તો મર્યો સમજજે, બેશરમ! તું આપે મફત અને અમે માગીશું ડબલ?’
નિમિત્ત બની એ મજાક, દિલ્લગી અચ્છી નહિ! (૩)

દિલ્લગી અચ્છી નહિ!
કાળું ધન વિદેશે
અને ભમે ધોળાં વસ્ત્રે નિજ મતવિસ્તારે,
એ રાજપુરુષ, ગળાવે લોકોને ગાયભેંશની ઔષધવટિકાઓ!
મહારાણા પ્રતાપને મળ્યો એક જ ભામાશા અને અમે તો કેટલા બધા!
દેશની આફતપળે કરીશું ડોલર-પાઉંડ-યુરોના ઢગલે ઢગલા, રૂપિયાનું તો મૂલ્ય જ શું?
’વાહ! તો તમે કુશળ ગૃહિણીની જ્યમ ત્રેવડ કરી બચત કરો કપરા કાળ કાજે, દેશ માટે?’
અને કર્યો તેને, માતકૂખે જન્મ્યા જેવો સાવ નવસ્તરો તો નહિ, લંગોટીભેર!; વિફર્યા લોકવૃંદે!
નિમિત્ત બની એ મશ્કરી, દિલ્લગી અચ્છી નહિ! (૪)

દિલ્લગી અચ્છી નહિ!
’આવા ભડબળિયા ભાસો,
અને તોય દળણાના ડબ્બા માથે ઊંચકી ફ્લોરમિલે જાઓ, છતા બૈરે!
આ તો સ્ત્રૈણ લક્ષણ કહેવાય, તમને તો નહિ અમને શરમ આવે, ઓ ભાભા!’
અને એકદા બૂમિયા ઢોલે ભાભા હળની કોશ લઈ ભાગે ઢોલ અવાજે.
સામે મળ્યો પેલો મશ્કરિયો, ભાભાએ ઢોલ ઝનૂને કોશ વાળી દીધી તેની ગરદન ફરતે!
’અરે, અરે! આ શું કીધું? કોશ જલ્દી ઉખેળો! હું ક્યાં લગણ લઈ ફરીશ?’
’રાહ જો બેટા, નવા બૂમિયા તક! હાલ કશું વળે નહિ! હવે ટીખળ કરીશ?’
નિમિત્ત બન્યું ટીખળ, દિલ્લગી અચ્છી નહિ! (૫)

# # #

વલીભાઈ મુસા : સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

7 comments for “વ્યંગ્ય કવન : (૧૩) દિલ્લગી અચ્છી નહિ!

 1. June 20, 2017 at 4:46 pm

  દિલ્લગી અચ્છી નહિ!
  કનિષ્ઠ રચના મહાન ઉચ્ચ સ્થાન શોભાવતા સાક્ષરો કેરી
  વાહ ! વાહ! બોલે ભાટ લોક સૌ, સર્કસના જોકર સમા
  કોક બ્લોગર દિલ દઈ લખતો, અંતરવાણી ઉચરે , ન ઊડે એક કાગડો.
  ઠેર ઠેર થઈ ગયા લખનાર, લહિયા, કોપીકાર? …જે હોય તે,
  કરે દિલ્લગી સાક્ષરો સૌ નીજ ટોળે, પરિષદે, અકાદમી થકી.
  બ્લોગ, વેબ સાઈટ તે શી બલા? પાટા , જાડા, શ્યામ બાંધી આંખ પર
  હે! મહાન સાક્ષર, વિવેચક, લેખક, પરિષદ પ્રમુખ!
  દિલ્લગી અચ્છી નહિ!

 2. June 20, 2017 at 6:20 pm

  કોક બ્લોગર દિલ દઈ લખતો, અંતરવાણી ઉચરે, ન ઊડે એક કાગડો…
  વાહ! શી શીઘ્ર પાદપૂર્તિ?
  મનની વાત ચોરી લીધી. ૧૬ કલાક અને ૩૬ મિનિટે તમારો પહેલો પ્રતિભાવ અને ૫૧ હીટ્સ! દિલ દઈને લખનારના ઉત્સાહ ઉપર પાણી નહિ, પણ અસ્ત્રો ફરી વળે તેવો વાચકોનો શુષ્ક પ્રતિભાવ પેલી કલાપીની કાવ્યપંક્તિની યાદ અપાવી જાય છે, ‘કલા છે ભોજ્યમીઠી તે ભોક્તા વિણ કલા નહિ’
  સામા પક્ષે આનાથી સાવ વિપરિત ચિત્ર જોવા મળે ત્યારે એમ લાગે કે ત્યાં માર્કેટીંગનો પ્રભાવ તો નહિ હોય! ખેર, સારા સર્જકે તો પેલા કવિની જેમ ‘વહો મારાં ગીતો, સકલ પથવિઘ્નો અવગણી’ ને ધ્યાનમાં રાખીને સર્જનના નિજાનંદમાં મસ્ત રહીને સર્જન કરતા રહેવું જોઈએ. બ્લોગજગતમાં ફરિયાદ છે કે નિમ્નસ્તરનું લખાય છે, પણ સાથે સાથે આ ફરિયાદ પણ વધતી જાય છે કે સારા લખાણની પણ કોઈ કદર નથી. અહીં મારી રચનાને સ્વમુખે પ્રશંસતો નથી, પણ ‘વેગુ’ ઉપરના કેટલાય મહાન લેખકોની અપાર મહેનતના અંતે લખાયેલા તેમના વિદ્વતાપૂર્ણ લેખોને જ્યારે શુન્ય પ્રતિભાવ મળતો હોય છે ત્યારે હૃદય દ્રવી ઊઠતું હોય છે. બ્લોગજગતની સારીનરસી આવી વાસ્તવિકતાઓનો સ્વીકાર કરવો જ રહ્યો! અહીં ‘Like’ બટન નથી, નહિ તો વગર વાંચને ફેસબુકિયા ‘Like’s જેવી આંકડાકીય ભરમાર મળતી રહે!
  ધન્યવાદ, સુરેશભાઈ.

 3. June 20, 2017 at 10:26 pm

  દિલ્લગી થોબડા દેખકે કરો

  વરના લેને કે દેને પડ જાય

  નામ જોઈ ઉડે છે કાગડા

  સાક્ષર વિદ્વાન તાણે રાગડા

  pravinash

 4. June 21, 2017 at 1:13 am

  વલીદા
  બહોત ગઈ થોડી રહી. હવે જલસા કરો વલીલાલ !!

  • June 21, 2017 at 3:08 am

   હથેળીનો ફોટો મોકલુ? હસ્તરેખા જોઈને કહી દો કે હવે કેટલી રહી? ભૂદેવ છો એટલે જ્યોતિષ તો જાણતા જ હશો. આ કોઈ અંગત ફરિયાદ નથી. આ તો બ્લોગજગતની વાસ્તવિકતા છે કે પથ્થરો તરે છે અને ફૂલડાં ડૂબે છે. હવે તો ‘વેગુ’ના નવીન અવતારમાં પ્રતિભાવકના નામ ઉપર ક્લિક કરવાથી તેમના બ્લોગ ઉપર જઈ શકવાની સુવિધા પણ છે. આપણા ટેકનિકલ કાર્યભાર સંભાળતા અશોકભાઈ અને ચિરાગભાઈએ આ ગાજર લટકાવ્યું હોવા છતાં કોઈ પોતાનું મોંઢું લંબાવતા નથી તેનું આશ્ચર્ય છે. નથી લાગતું કે બ્લોગરો બધી રીતે થાકી ગયા હોય!

 5. June 21, 2017 at 2:51 am

  When Stomach is Hungry you eat anything?
  When mind is Empty you are in Void.
  When Heart is empty you have no Love.
  When Life is Empty you are Dead.

 6. Kishor Thakr
  June 22, 2017 at 2:57 pm

  વલિદા, ભભાને કે`જો કે હવે ગળા ફરતી કોશ લઈને જ ફરે બીજો બુંગિયો નહિ વાગે, બુંગિયા પર જ બંધી આવી ગઈ છે

Leave a Reply to Kishor Thakr Cancel reply

Your email address will not be published. Required fields are marked *