બંદિશ એક, રૂપ અનેક: (૩૨): કોઈ ઉમ્મીદ બર નહી આતી

Facebooktwitterredditpinterestlinkedinmail

નીતિન વ્યાસ

ગાલિબની એક બહુ જ સુપ્રસિધ્ધ ગઝલ: ” કોઈ ઉમ્મીદ બર નહીં આતી”

આ ગઝલમાં નવેક જેટલા શેરો છે, મોટાભાગના સંગીતકારો અને ગાયકો ચાર થી છ પોતાની ગાયકીમાં શામિલ કરે છે, અહીં એ શેરો નું રસ દર્શન:

कोई उम्मीद बर नहीं आती
कोई सूरत नज़र नहीं आती

મિર્ઝા ગાલિબની આ ગઝલમાં નિરાશાનો સુર છે પણ જે કાંઈ છે તે હકીકતમાં માનવી અનુભવે છે તે જ છે. મત્તલાના આ શેરમાં ઈચ્છા પુરી ન થવાની વાત છે. તેમજ તે પુરી કરી શકાય એવી કોઈ સૂરત પણ દેખાતી નથી.

मौत का एक दिन मु’अय्यन है
नींद क्यों रात भर नहीं आती

આ શેરમાં મૃત્યુની હકીકત બતાવી છે. મરણનો એક દિવસ નક્કીજ છે તો પછી તેના ડરમાં આખી રાત નિંદ કેમ આવતી નથી ? આ સવાલ એક કડવા સત્યને રજુ કરે છેઃ

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

શાયર આ શેરમાં કહેછે કે પોતાના દિલની હાલતપર પહેલાં હસવું આવતું, હવે કોઈ વાત પર નથી આવતું, આ માં શાયર પરિસ્થિતિથી નિરાશ છે એમ ફલિત થાય છે.

है कुछ ऐसी ही बात जो चुप हूँ
वर्ना क्या बात कर नहीं आती

આ શેરમાં શાયર કહેછે કે કહેવા માટે કશુંજ બાકી રહ્યું નથી નહી તો કહેવા માટે જો કશું હોત તો કહેતાં તો શાયરને આવડે છે, પણ કહેવા જેવું જ કંઈ છે નહીં।

मरते हैं आरज़ू में मरने की
मौत आती है पर नहीं आती

અહીં શાયર કહેછે કે નિરાશાગ્રસ્ત પરિસ્થિતિમાં મરણની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે, પણ માંગવાથી મોત મળતું નથી, મરણની ઇચ્છા થઇ છે પણ હકીહતમાં મોત આવતું નથી

काबा किस मुँह से जाओगे ‘ग़ालिब’
शर्म तुमको मगर नहीं आती

આ મત્તલાનો આ શેર મિર્ઝા ગાલિબના અંગત જીવનને જોડતો શેર છે. શાયરને શરાબ પીવાનો શોખ હતો જેનો એમના ધર્મમાં નિષેધ છે. કાબા એમનું પવિત્ર સ્થાન છે, શરાબીએ પોતાની જાત પર શરમાવું જોઈએ એવું આ શેરમાં ફલિત થાય છે.

-સુરેશ બક્ષી (સુગર લેન્ડ, ટેક્ષાસ)

ગાલિબની આ પ્રખ્યાત ગઝલ રાગ માલકૌંસ, ચન્દ્રકૌંસ, દેશ વગેરેમાં તથા કવ્વાલી રૂપે પણ ઘણા ગાયકોએ સરસ રીતે ગાયી છે. અહીં થોડી બંદિશો સાંભળીયે:

બહુ જુની 78 RPM ની રેકર્ડ, સને 1949માં હિન્દી ફિલ્મ “અપના દેશ” અને ગાયિકા પુષ્પા હંસઃ

એવી જ એક રેકોર્ડ વીતેલા ઝમાનાના કલાકાર શ્રી સુરેન્દ્રનાથ શર્મા એટલેકે “અનમોલ ઘડી” વાળા સુરેન્દ્ર ના અવાજ માં

1950 ના દાયકામાં પાકિસ્તાનમાં બનેલી ફિલ્મ “ગાલિબ” માં નૂરજહાં

મલ્લિકા પુખરાજઃ

બેગમ અખ્તરનો પોતાનો ખૂબસૂરત અંદાઝ

આબીદા પરવીન

જગજીત સિંહ

હૃદયનાથ મંગેશકરની બંદિશ અને લતાજીનો અવાજ

પંકજ ઉધાસ

સાધના જેજુરક

રાહત ફતેઅલીખાં અને સાથીદારો – કવ્વાલી

ફરિયમ પરવેઝ

ગ઼ઝલ પઠન

સુરેશ વાડકર

https://youtu.be/PghysrmSFQ0

રાધિકા ચોપરા

ભારતી વિશ્વનાથનની ખુબસુરત ગાયકી

નવા ગઝલ ગાયક અલી ઝાફર

કલાકાર ડો. મમતા જોશી, રાયપુરના એક સંગીત સમારંભમાં

હિન્દી ફિલ્મોના ગીતકારોને ગાલિબ, દાગ, મીર વગેરેની શાયરીઓ  અને બઝ્મો  ઘણાં જ પ્રેરણારૂપ રહ્યાં છે. અને વખતો વખત તેનો ઉપયોગ જોવા સાંભળવા મળેછે ! 

2011 માં બનેલી ફિલ્મ રાજધાની એક્સપ્રેસ, આજ ગઝલ એક ફિલ્મી ગીત રૂપે, આ દ્રશ્યમાં ભારતનાં પ્રખ્યાત ટેનીસ ખેલાડી શ્રી લીયાન્ડર સ્પેસ નજરે પડે છે:

 

ગાલિબ પોતાને વિશે:

पूछते है वो की ये ग़ालिब कौन है ?

कोई तो बतलाओ की हम बतलाये क्या…. ?

                                    **

ही जाता वो राह परग़ालिब

कोई दिन और भी जिए होते

                                 **

जी ढ़ूंढता है फिर वही फ़ुर्सत के रात दिन
बैठे रहे तसव्वुरे जानाँ किये हुये

                                                                              – ग़ालिब


શ્રી નીતિન વ્યાસનો સંપર્ક nadvyas@hotmail.com સરનામે કરી શકાશે.

7 comments for “બંદિશ એક, રૂપ અનેક: (૩૨): કોઈ ઉમ્મીદ બર નહી આતી

 1. June 17, 2017 at 1:46 am

  બેમિસાલ પોસ્ટ.

  ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શ્રેણી હેઠળ આ ગ઼ઝલ સંભવત: આવી ચૂકી છે. વેબસાઈટ Crash થતાં એ ગઈ, પણ નવીન અવતારે અને વિવિધ સ્વરૂપે ગવાયેલી ગ઼ઝલને અહીં મૂકીને ગાલિબપ્રેમીઓને નીતિનભાઈએ ખુશહાલ કરી દીધા છે. મારી ઉપરોક્ત શ્રેણીમાં ગુજરાતી લિપિમાં મૂળ ગ઼ઝલ અને માત્ર શબ્દાર્થ જ આપવામાં આવે છે. અમારા સંપાદક મંડળનો એવો સલાહ-મશવરો હતો કે માત્ર શબ્દાર્થથી ભલે ને વાચકો ગ઼ઝલોને સમજવામાં આપમેળે મથામણ કરે! અહીં પ્રત્યેક શેરનો ભાવાર્થ પણ અપાયો છે, તે જમા પાસું છે. જો શક્ય હોય તો નીતિનભાઈ ગ઼ાલિબની અન્ય ગ઼ઝલોને ભલે પોતાની શ્રેણી હેઠળ જ આપે તો એ ઉત્તમ કાર્ય બની રહેશે. વળી ‘વેગુ’પરિવારમાંથી કોઈ ગ઼ાલિબના ચાહક કોઈ ગ઼ઝલોનું રસદર્શન કરાવે તો પણ અતિ ઉત્તમ. મારી પોતાની એક મર્યાદા હોઈ હું ગ઼ઝલનું સંકલન અને શબ્દાર્થથી વિશેષ આપી શકું તેમ નથી. મારી મર્યાદાનો ખુલાસો કરું તો ગ઼ાલિબની ગ઼ઝલોમાં એટલી બધી ગહનતા છે કે કદાચ મારાથી યોગ્ય ન્યાય ન પણ આપી શકાય. વળી હું ગુજરાતીભાષી હોઈ ઉર્દૂના અભ્યાસુ કરતાં વિશેષ સારી રીતે એ ગ઼ઝલોને ન પણ સમજી શકું. આમ છતાંય કોઈ ધન્ય પળે મુડ આવી જાય તો એકાદબે ગ઼ઝલોનુ રસદર્શન આપવાની પણ મારી ઝંખના છે તો ખરી; જોઈએ, ‘આગે આગે ક્યા હોતા હૈ?’,

  ‘ગ઼ાલિબના ચાહકો જોગ ખુલાસો કરું તો આ અગાઉ ‘ગ઼ાલિબની શાયરીમાં ડોકિયું’ શ્રેણી હેઠળ એક એક શેર, તેના શબ્દાર્થ, ભાવાર્થ અને વિવેચના આપવામાં આવતાં હતાં, પણ સંજોગોવશાત્ એ શ્રેણી સ્થગિત થઈ ચૂકી છે; જે પુન: શરૂ થવાની સંભાવના ન હોવાના કારણે તેના વિકલ્પે મારી ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શ્રેણી હેઠળ મહિનાની બે ગ઼ઝલો આપવામાં આવી રહી છે, જેમાં આજસુધીમાં ચાળીસેક ગ઼ઝલો મુકાઈ છે.

  છેલ્લે ફરી એકવાર નીતિનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ.

  • Neetin Vyas
   June 19, 2017 at 5:03 am

   શ્રી વલીભાઈ,
   આપના વિનમ્ર પ્રતિભાવ બદલ આભાર,
   અહીં ગઝલનું રસપાન શ્રી સુરેશભાઈ બક્ષી એ લખેલું છે, તેઓ મૂળ તો રાજપીપળા ના છે અને અહીં સુગરલેન્ડ, ટેક્સાસ માં રહે છે.પોતે ગઝલકાર અને ગઝલ ના અને ઉર્દુભાષાના અભ્યાસુ છે. આપની “ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શ્રેણી અમે નિયમિત વાંચતા, ફક્ત આજ નહીં પણ અગાઉ આજ શૃખલા માં આવેલી અન્ય ગ઼ાલિબ ની ગઝલો “અંદાઝે બયાં” થી પ્રેરિત છે.
   થોડા સમય પહેલાં શ્રી શોભિત દેસાઈ અહીં આવેલા, તેઓ પણ ગ઼ાલિબ ની કૃતિઓ પર ગુજરાતી પુસ્તક તૈયાર કરી રહયા છે તેમ અહીં ની બેઠકમાં જણાવેલું।
   આપના અને અન્ય વેબગુર્જરી નાં સૂચનો આવકાર્ય છે,

   સાદર
   નીતિન વ્યાસ

 2. June 17, 2017 at 1:57 am

  ‘ગ઼ાલિબકા અંદાઝે બયાં’ શ્રેણીમાં આપણા અશોકભાઈ વૈષ્ણવ મારા સંકલન ઉપરાંત ખૂબ જ શોધખોળ કરીને જે તે ગ઼ઝલોની યુ-ટ્યુબ/વીડિયો પણ મૂકી રહ્યા છે. ગ઼ઝલગાન અપ્રાપ્ય હોવાના સંજોગોમાં એ સુવિધા આપી શકાતી નથી તેનો અમને ખેદ છે. આમ છતાંય ‘વેગુ’ વાચકોને વિનંતી કે તેઓને અત્રે મુકાતી ગ઼ઝલોના ગાનના કોઈ શ્રોત મળી આવે તો તેઓ બેધડક પ્રતિભાવમાં તેના લિંક આપી શકે છે.

 3. Vijay Shah
  June 20, 2017 at 4:27 am

  બહુ જ સરસ કામ થયુ છે. ધન્યવાદ સુરેશ ભાઈ અને નીતિન ભાઈ

 4. June 22, 2017 at 2:32 am

  એક બંદિશના અનેક રૂપ પ્રસ્તૂત કરવામાં નીતિનભાઈ રસપૂર્વક સા્રી એવી જહેમત લઈ રહ્યા છે તે પ્રશંસનીય છે. મારા અભિપ્રાય મુજબ સુરેશભાઈએ અર્થઘટન જ માત્ર કર્યું છે. રસદર્શન એક અલગ વસ્તુ છે. ગઝલના સુપેરે જાણકાર વ્યક્તિ પ્રત્યેક શેરોને તેના યથોચિત નામાંકન ( દા.ત. પ્રથમ શેર મત્લા, અંતિમ શેર મક્તા વગેરે) સાથે, શબ્દાર્થને બદલે એક ગહન ભાવ-વિશ્વ તરફ લઈ જઈ કાવ્યના ઉચ્ચ આનંદની અનુભૂતિ કરાવે તો જ ગઝલના સ્વરૂપની ઑર મઝા આવે.

  • Neetin Vyas
   June 24, 2017 at 5:49 am

   Shri Devikaben,
   Many thanks for your response.
   “મત્લા, અંતિમ શેર મક્તા” – It seems that I have made some typographical errors.
   Sorry for such mistakes.
   My regards,

 5. June 25, 2017 at 9:49 pm

  આપની મહેનતને સલામ નીતિનભાઈ. બેગમ અખ્તરથી લઈ અલી ઝફર સુધીના ગાયકોના સુરમાં આ ગઝલ સાંભળવાની મઝા આવી.
  આપની પાસે વધુ બંદિશોની અનેક રુપે છણાવટની આતુરતાથી રાહ જોઈએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *