





– આરતી નાયર
સબળા સ્ત્રી આપણા સમાજમાં સહેલાઇથી ગોઠવાઇ શકતી નથી. કેમ એક પુરુષ પોતનાથી વધુ સક્ષમ, હોંશિયાર કે લોકપ્રિય સ્ત્રીને ગમાડી નથી શકતો? કે એક સ્ત્રી પોતનાથી નીચા પુરુષને પસંદ નથી કરતી? ખરેખરતો આવા વિચારો સમાજે આપણા મનમાં ઠોકી બસાડ્યા છે. એ બદલાઇ શકે છે, જે ક્ષણે આપણે બદલવાનું નક્કી કરીએ.
એક પતિ – ધણીમાં અને જીવનસાથીમાં મોટો ફરક છે. જીવનસાથી વધુ સારો છે. જો એક પુરુષ સક્ષમ, હોશિયાર કે અડગ હોય તો એ આકર્ષક કહેવાય. પણ આ જ ગુણો સ્ત્રીમાં હોય તો? તો એને ઘમંડી કે આપખુદ કહેવાશે. જે પુરુષ માને છે કે, “મારી પત્નીને કારકીર્દીના કે બીજા નિર્ણયો લેવામાં મારી મંજુરીની જરુર નથી. પણ જો એ પુછશે તો હું નિષ્પક્ષ અને યોગ્ય અભિપ્રાય આપીશ.”
ખરેખર તો એ આકર્ષક કહેવાય. જરુર પડ્યે એ પોતાની જીવનસાથીના સપનાઓ અને હક માટે લડશે. એનું સ્વમાન તકલાદી નહીં હોય. એને પત્નીની શક્તિઓ પર ગર્વ હશે, જેવો ગર્વ પોતાની માતા, બહેન કે પુત્રી માટે હોય. આવા પુરુષ બનવા માટે ખરી મર્દાનગીની જરુર પડે છે.
લગ્નમાં બન્ને માટે વધુ એક પ્રતિજ્ઞા ઉમેરવાની જરુર છે, “હું ક્યારેય એની ખુશીઓની આડે નહીં આવું.”
સુશ્રી આરતી નાયરનું વીજાણુ સંપર્ક સરનામું: rtnair91@gmail.com
સામેની વ્યક્તિ સ્ત્રી છે કે પુરૂષ એ જોતાં પહેલાં એ સ્વીકારવું મહત્ત્વનું છે કે તે એક અલગ, સ્વતંત્ર વ્યક્તિત્વ છે. તેને પોતાનં સ્વપ્ન, ગમાઅણગમા અને પ્રાથમિકતાઓ છે.
મિત્ર, સગાં કે કે પ્રેમી કે પતિપત્ની તરીકેના સહઅસ્તિત્વના સંબંધમાં બન્નેનાં સ્વપ્ન કે ગમાઅણગમા કે પ્રાથમિકતાઓમાં સ્પર્ધાનો ભાવ ન હોવો જોઈએ.
અભિમાન –
અમિતાભ બચ્ચન – જયા ભાદુરી !