વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા

Facebooktwitterredditpinterestlinkedinmail

સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

‘૭૦ના દાયકામાં મારે જ્યારે મારાં વ્યાવસાયિક કામે મુંબઈ જવાનું થાય ત્યારે કાલાઘોડા પર રિધમ હાઉસની ઊડતી મુલાકાત લેવાનું બહાનું હું શોધી જ લેતો. એવી એક સરસરી મુલાકાત વખતે મેં મન્ના ડેનાં ગૈર ફિલ્મી હિંદી ગીતોની રેકર્ડ્સની પૂછા કરી. મને બે એક રેકર્ડસ બતાવવામાં આવી. એક રેકર્ડ પરનાં આ ગીતો સાવ ન સાંભળેલાં હતાં:

યે આવારા રાતેં યે ખોયી ખોયી સી બાતેં

નઝારોંમેં હો તુમ ખયાલોંમેં હો તુમ, નઝ઼રમેં જિગરમેં તુમ જહાંમેં તુમ હી તુમ

બે ચાર પંક્તિઓ સાંભળતાં જ એ રેકર્ડ તો મેં ખરીદી લીધી. રસ્તામાં મેં કવર પર સંગીતકારનું નામ વાંચી જોયુ. વી. બલસારા જેવું નામ પણ સાંભળ્યું નહોતું. ઘરે આવીને થોડા દિવસો સુધી એ રેકર્ડ જ સાંભળતો રહ્યો. મારો મિત્ર પણ પોતાને ઘરે સંભળાવવા એ રેકર્ડ લઈ ગયો.

જ્યારે એ રેકર્ડ પાછી આપવા આવ્યો ત્યારે તેના પિતાજીએ મન્ના ડેવાળી રેકર્ડ સાંભળ્યા પછી વી. બલસારાની ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સ ધુન પરની એક એલપી રેકર્ડ ખરીદી હતી તે પણ મૂકી ગયો.

એ રેકર્ડમાં સિતાર પર આ પાશ્ચાત્ય ધૂનો વગાડવામાં આવેલ:

લારા’સ થીમ

કમ સપ્ટેમ્બર થીમ

બસ. અમે તો આટલામાં જ વી. બલસારાના દિવાના થઈ ગયા હતા. એ પછીથી ઇન્સ્ટ્રુમેન્ટ્લ્સની ઘણી રેકર્ડ્સ અમે ખરીદી હતી.

આપણી વિસરાતી યાદોં સદા યાદ રહેતાં ગીતોની આ શ્રેણી માટે જુન મહિનાના લેખ માટેનો વિષય શોધતાં મારા ધ્યાનમાં આવ્યું કે આ તો વી બલસારાના જન્મનો મહિનો છે (૨૨ જુન, ૧૯૨૨) એટલે આ મહિનાનો લેખ તો તેમનાં ગીતોની યાદમાં જ રજૂ થવો જોઈએ. તે સાથે મનમાં શંકાઓ પણ જાગી પડી કે ૧૯૪૩ની તેમની પહેલવેલી ફિલ્મ ‘સર્કસ ગર્લ’થી લઈને ઓ પંછી, રંગમહલ, મદમસ્ત, તલાશ, ચાર દોસ્ત કે પ્યાર જેવી જાણીઅજાણી ફિલ્મોનાં ગીતો નેટ પર મળશે ખરાં? આપણા નેટીઝન મિત્રોની પહોંચ બાબતે શંકા સામાયન્તઃ અસ્થાને જ હોય છે. આ કિસ્સામાં પણ એવું જ થયું છે. વી. બલસારાનાં ઘણાં હિંદી ગીતો આપણને યુટ્યુબ પર સાંભળવા મળી શકે છે. એમાનાં કેટલાંક ગીતો આજના આ અંકમાં વી. બલસારા (વિસ્તાપ અરદેશર બલસારા)ની વીસરાતી યાદને તાજી કરવા માટે સાદર રજૂ જરેલ છે.

રૂઠી હુઈ તક઼દીર કો અબ કૈસે મનાઉં – મુકેશ (ગૈરફિલ્મી ગીત)- ગીતકાર મધુકર રાજસ્થાની

જ્યાં સુધી ફિલ્મોમાં બહુ કામ ન મળતું થયું ત્યાં સુધીમાં વી બલસારાનાં સંગીતને ચાહકો સુધી પહોંચાડવામાં આ પ્રકારનાં ગૈર ફિલ્મી ગીતોનો ફાળો બહુ મોટો રહ્યો. મુકેશનાં બીજાં પણ બે એક ગૈરફિલ્મી ગીતો છે જે યુટ્યુબપર સાંભળવા મળી શકે છે.

યે હવા યે ફીઝા યે નઝારે હમ યહાં તુમ વહાં – ગીતા રોય (દત્ત) (ગૈરફિલ્મી ગીત)

ગીતા દત્ત પરના દસ્તાવેજોમાં એવી નોંધ જોવા મળે છે કે તેમનાં ગૈરફિલ્મી ગીતોની સંખ્યા પચીસેક ગીતોથી વધારે નથી. આપણાં નસીબ સારાં કે એ પૈકી એક વી. બલસારાએ સંગીતબધ્ધ કરેલ છે…

૧૯૫૩ની ‘મદમસ્ત’નાં ઘણાં ગીતો વી બલસારાની સંગીત પહેચાન કરવા માટે આપણને હાથવગાં થઈ પડે છે.

ચાલ અનોખી ઢંગ નીરાલે, તડપ ઉઠે હય અજી દેખને વાલે – મદમસ્ત (૧૯૫૩) – આશા ભોસલે – ગીતકાર મધુકર રાજસ્થાની

કિસી સે ઝુલ્મ કી તસ્વીર હૈ – મહેન્દ્ર કપૂર, ધાન ઈન્દોરવાલા – ગીતકાર માનવ

મે, ૨૦૧૭ના આ શ્રેણીના સ્નેહલ ભાટકર પરના અંકમાં આપણે મહેન્દ્ર કપૂરનાં સૌથી પહેલાં સૉલો ગીતને સાંભળ્યું હતું. પ્રસ્તુત ગીતના ફાળે હિંદી ફિલ્મોમાં મહેન્દ્ર કપૂરનાં સર્વપ્રથમ ગીતનું માન જાય છે. મરફી સ્પર્ધામાં મહેન્દ્ર કપૂર પહેલા રહ્યા અને એના કારણે એમને ચાંદ છૂપા ઔર તારે ડૂબે રાત ગજ઼બ કઈ આયી જેવાં ગીતોથી મહેન્દ્ર કપૂર પ્રકાશમાં આવ્યા તેનાથી બહુ પહેલાંનાં આ ગીતો છે.

મૈં લાલ પાન કી બેગમ હૂં, બેગમ બેગમ બેગમ હું, મૈં લાલ પાન કી બેગમ, મૈં બાદશાહ હૂં કાલેકા, મૈં બાદશાહ હૂં કાલે કા – શમસાદ બેગમ, એસ ડી બાતિશ – ગીતકાર: જે સી પન્ત

સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા – લતા મંગેશકર

લતા મંગેશકરના સ્વરની ખૂબીઓને પૂરેપૂરી અજમાયશ કરતું ગીત.

જો કે તે પછી ૧૯૬૪ની ‘વિદ્યાપતિ’નું લતા મંગેશકરનું ગીત આ દૃષ્ટિએ વધારે મુશ્કેલ ગીત કહી શકાય. હિંદી ફિલ્મ સંગીતની નિયતિની વિચિત્રતાઓના ભોગ બનવાનું પણ આ ગીતને ફાળે જ આવ્યું.

મોરે નૈના સાવન ભાદોં – લતા મંગેશકર – ગીતકાર: પ્રહલાદ શર્મા

આ જ મુખડા આ જ રાગ પર આધારીત ગીત જ આપણી યાદમાંથી બહાર આવી જશે ! પણ આ ગીતને સાંભળતાં વેંત આપણા દિલો દિમાગ પર એ છવાયેલું રહે છે.

ચુભ ગયા કાંટા. ઊઈ કૈસે મૈં અબ ઘર જાઉં – પ્યાર (૧૯૬૯) – આરતી મુખરજી – ગીતકાર પ્રહ્લાદ શર્મા

ધુન, ગાયન શૈલી કે ગાયકની પસંદગી જેવાં કોઈ પણ પરિમાણ પર શ્રોતા આ પ્રકારનાં ગીતને ‘બહુ વધારે પડતું પ્રયોગાત્મક’ છે એવો પ્રતિસાદ આપશે એવી પરવા કર્યા સિવાય ગીતને રજૂ કરાયું છે.

વી. બલસારા પરના કોઈ પણ લેખનો અંત તેમની જૂદાં જૂદાં વાદ્યો પરની નિપુણતા અને તેમાંથી નિપજતી પ્રયોગાત્મકતાનું પ્રતિનિધિત્વ કરતી રચનાઓને સાંભળ્યા સિવાય તો ના જ કરાય !

કલકત્તા દૂરદર્શન પરના એક ઈન્ટરવ્યૂમાં વી બલસારાએ હિંદી ફિલ્મો સાથેનાં વાદ્યોની અનોખી રજૂઆત કરનાર કલાકાર તરીકેનાં હિંદી ફિલ્મ જગત સાથેના સંબંધોને યાદ કર્યા છે. જેમકે ઘણી વાર તેઓએ પિયાનો ઍકોર્ડીઅન જેવી જ અસર હાર્મોનિયમથી જ ઊભી કરી હતી –

આ એમનો છેલ્લો પિયાનો કન્સર્ટ ગણવામાં આવે છે.રોબર્ટ ડે એ તેની રજૂઆતને વી બલસારાનાં બંગાળી ફિલ્મ સંગીત સાથેનાં તેમનાં કામના દસ્તાવેજ સમી કક્ષાની કરી આપી છે.

આ ઉપરાંત કેટલીક અન્ય રચનાઓનો નમૂનો –

મધુમતી (૧૯૫૮)નું આજા રે પરદેસી

આ શ્રેણીના દરેક અંકની સમાપ્તિ મોહમ્મદ રફીના ગીતથી કરવની પરંપરા આગળ ચલવવા માટે આજે આપણે વી બલસારાનાં મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ થયેલાં બે સાવ જ અલગ ભાતનાં બે ગીતો સાંભળીશું :

દૂર ગગનકે ચંદા, કહીયો સાજન સે સંદેશ…….મો સે રૂઠ ગયો બનવારી, જારી ગયો મધુબન, સુખી જમુના ગલી ગલી દુખીયારી – વિદ્યાપતિ (૧૯૬૪) – ગીતકાર પ્રહ્લાદ શર્મા

રફીની ઊંચા સ્વરમાં મુખડાની શરૂઆત કરવી પછીથી એકદમ નીચે આવી જવું અને આગળ જતાં ઊચાનીચા સ્વરની સાથે ખૂબ આસાનીથી પેશ કરી શકવાની હથોટીને દરેક સ્તરે અજમાવતું ગીત

રહો ગે કબ તક હમસે દૂર, પ્યાર કા તો ઐસા દસ્તૂર ઈશ્ક પૂકારેગા તુમકો, આના હી હોગા રે આના હી હોગા – વોહ લડકી (૧૯૬૭) – ગીતકાર પ્રહ્લાદ શર્મા

પોતાની (ભાવિ !) પ્રેમિકા સાથે મીઠી છેડછાડ કરતા નાયકના ભાવને અલગ અલગ અંદાજમાં રજૂ કરવાની ફિલ્મી પરંપરાની મશાલને આગળ ધપાવતું ગીત

15 comments for “વી બલસારાઃ સુનાયે હાલ-એ-દિલ ક્યા હમ હમારા

 1. Gajanan Raval
  June 11, 2017 at 9:39 am

  Dear Ashokbhai,
  You have made our Sunday a very special day by sending most memorable songs by V Balsara.. The script is also excellent….Hearty congrats….

 2. June 11, 2017 at 10:01 am

  આપની આ ઉદાર વળતી લાગણીથી મારા તો બધા જ દિવસ તર થ ઈ જાય છે…..

  ખૂબ ખૂબ આભાર.

 3. samir dholakia
  June 11, 2017 at 1:47 pm

  Today it was double dhamaka for us readers/listeners ! Both the articles were a treat . It was great to listen to V Balsara and his original tunes. It is great credit to him that Balsara was not influenced by any of the titans he was surrounded by.

  • June 11, 2017 at 4:02 pm

   શ્રી હરીશ રઘુવંશી આ પૉસ્ટ પર અલગથી મોકલેલા તેમના પ્રતિભાવમાં જણાવે છે કે વી બલસારાનું સંગીત વિષેનું જ્ઞાન ઘણું જ વૈવિધ્યપૂર્ણ અને ઊંડાણપૂર્વકનું હતું. અને તેમ છતાં તેઓ ખૂબ જ સાલસ વ્યક્તિત્વ ધરાવતા હતા.
   એ સમયના ઘણા સંગીતકારોની ટીમમાં ખાસ વાદ્યવાદક અતરીકે તેમને બોલાવાતા તે તેમની આ ખાસીયતને કારણે જ હશે.
   આમ છતાં તેમણે પોતાની આગવી શૈલી જાળવી રાખી તે તેમની સંગીત પ્રત્યેના લગાવનું પ્રતિક ગણી શકાય.

 4. Naresh P. Mankad
  June 11, 2017 at 6:11 pm

  બલસારાએ Que sera sera (DorisDay)નું અનુસરણ કરીને મુકેશના અવાજમાં જાનોજિગરનો મીઠો પ્યાર સર્જ્યું, ઉર્દૂ ગુજરાતીના મિશ્રણથી ધ્યાનાકર્ષક બનેલ આ ગીતનું ઓરકેસ્ટ્રા પણenergetic છે.

  https://youtu.be/QWpurZrHS0s

  • June 12, 2017 at 9:02 am

   વાહ બહુ સરસ રચનાની યાદ તાજી કરાવી આપી.

   ક્વૅ સેરા સૅરા – મૂળ રચના

   https://www.youtube.com/watch?v=xZbKHDPPrrc

   અને તેના પરથી પ્રેરિત ગણાતું અનિલ બિશ્વાસનું ખૂ જ અનોખું સર્જન

   https://www.youtube.com/watch?v=oh7Smidz6Mo

   • નરેશ પ્ર. માંકડ
    June 12, 2017 at 11:54 am

    The influence is undeniable.

   • નરેશ પ્ર. માંકડ
    June 12, 2017 at 12:13 pm

    What about
    1. Mara bhola dil no
    2. Mahatab sam madhuro
    3.sanam tu bane ful to
    I guess all of these are Balsara’s memorable compositions. Check the album of Mukesh songs “mane taari yaad satave.”

  • Kiran Joshi
   June 13, 2017 at 7:17 am

   What an ibservation,Sir! Salutes…

   • June 15, 2017 at 11:30 am

    બસ તમારા જેવાં રસ લેનારાં વાંચકોને ગમતું રહે તો ભયો ભયો.

 5. Chandrashekhar Vaidya
  June 12, 2017 at 9:28 am

  વિસ્તાપ બલસારા સાહેબ નાં આટલા સર્જનો એક સાથે વાહ-વાહ માલામાલ થઈ ગયા .આભાર હરીશભાઈ .

 6. vijay joshi
  June 13, 2017 at 12:21 am

  Ashokbhai,

  I loved the twin-fest romp through the heart and soul of Indian cinema music of years and
  memories left behind and now rekindled by you and Bhavraniji

 7. mahesh joshi
  June 13, 2017 at 7:29 pm

  one more unsung hero. Knew only for instrumental songs and how wrong ( on high scale) i was. With the help of this in depth article we have now a larger image of V. Balsara. Thanks.

  • June 14, 2017 at 9:21 am

   આ લેખ લખવાનું શરૂ કર્યું ત્યાં સુધી તો મને પણ તેમનાં આટલાં વૈવિધ્યપૂર્ણ ફિલ્મી ગીતો સાંભળવા મળશે તે ન તો જાણકારી હતી કે ન તો અપેક્ષા.

   આપ સૌ મિત્રોના આટલા પ્રોત્સાહકજનક પ્રતિભાવથી આવી નવી ધિશાઓ કેડવાનું બળ મળતું રહે છે.

   ખૂબ ખૂબ આભાર.

 8. Rajnikumar Pandya
  March 1, 2019 at 10:47 pm

  બેનમૂન લેખ સાથે બેનમૂન પીરસણું- ધન્ય થઇ જવાય તેવી આજની આ હરીશ રઘુવંશીની અપ્રતિમ ભેટ
  મિત્ર હોવા છતાં વંદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *