છાણ કે સોનાની ખાણ?

Facebooktwitterredditpinterestlinkedinmail

રૂપાંતરકાર – સુરેશ જાની

૨૦૧૫

બરેલી્માં મિલ્કતની લે-વેચનો ધંધો કરતા વેપારીના મોટા દીકરાએ એક ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. તેમાં આધુનિક વિજ્ઞાન વાપરવાનું શીખવા તે ઇજ્જતનગરમાં આવેલી પશુ-સંવર્ધનની શોધખોળ કરતી સંસ્થામાં (IVRI) તાલીમ લેવાનું વિચારતો હતો. બી.કોમ.નું ભણતો ૧૯ વર્ષનો તેનો નાનો ભાઈ પ્રતીક પણ તેની સાથે ખાલી ફરવા જ ઇજ્જતનગર ગયો હતો. આમ તો તે સી.એ. થવા તલપાપડ હતો. તે માટેની પ્રારંભિક યોગ્યતા મેળવવાની પરીક્ષા પણ તેણે પસાર કરી દીધી હતી.

તેના ભાઈના ડેરી ફાર્મમાં છાણ અને ખાણનો કચરો બને તેટલી જલદીથી મામૂલી ભાએ વેચીને દૂર કરાતાં હતા. પણ પ્રતીકને ઇજ્જત નગરમાં એક વ્યાખ્યાનમાંથી જાણવા મળ્યું કે, આ બધાંમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને તે વાપરીને બનતી ખેત પેદાશો બજારમાં ઊંચો ભાવ કમાઈ આપે.

આ સાથે પ્રતીકના જીવનની દિશા બદલાઈ ગઈ. તેણે આ બાબત ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. તે પણ એ સંસ્થાના એક ટ્રેનિંગ કોર્સમાં જોડાઈ ગયો. છ મહિના આ જ લગન, આ જ વિષયનું વાંચન, અને અવનવા પ્રયોગો. છેવટે તેણે બાપુને કહી દીધું કે, તે સી.એ. થવાનો નથી. બાપુને આ પસંદ તો ન જ પડ્યું, પણ પ્રતીકની મા એના દીકરાની અવનવું કરવાની લગન સમજી ગઈ અને તેમણે બાપુને સમજાવી દીધા. પ્રતીકે જ્યારે તેની પહેલી પેદાશમાંથી મળેલ મોટી રકમનો ચેક બાપુના હાથમાં મુક્યો, ત્યારે એ વેપારી માણસને સમજતાં વાર ન લાગી કે, પ્રતીકને છાણમાંથી સોનાની ખાણ મળી ગઈ છે!

બાપુએ પ્રતીકને પરઢોળી ગામમાં સાત વીંઘા જમીન ખરીદી આપી. પ્રતીકની ગાડી હવે ધમધમાટ દોડવા લાગી. તેણે સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી દીધું.

પ્રતીક તેને મળેલી તાલીમ પરથી અવનવા કચરા વાપરી જુએ છે અને તેમને કહોવાવાની અવનવી રીતો શોધી કાઢે છે. એમાં મંદીરોમાંથી કચરા ભેગા થતાં ફૂલોનો પણ સમાવેશ થાય છે ! તેમાં લીમડાનાં પાન અને ગૌમૂત્ર વાપરીને આ ખાતરમાં જંતુનાશક તત્વ પણ પ્રતીકે ઉમેર્યું છે. બે જ વર્ષમાં તે પોતાના પગ પર ઊભો થઈ ગય, એટલું જ નહીં; તેણે બીજી થોડીક જમીન પણ ખરીદી લીધી અને જાતે ખેતી કરવા લાગી ગયો.

પોતાની ઉન્નતિની સાથે સાથે પ્રતીકે બીજા ખેડુતોને પણ આ રીત અપનાવવા પ્રેર્યા છે, અને તેની દોરવણી હેઠળ ૪૨ ખેડુતો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થઈ ગયા છે. રાસાયણિક ખાતર માટે એક એકરે ૪૫૦૦ ₹ જેટલો ખર્ચ આવતો હોય છે, જ્યારે આ ખાતર માટે માત્ર ૧૦૦૦ ₹. જ ખર્ચ આવે છે. આ ખાતર વાપરીને રાસાયણિક ખાતર કરતાં મોટા દાણા વાળા ઘઉં પકવી શકાય છે, અને બજારમાં તેના વધારે ભાવ પણ મળે છે. બાવીસ જ વર્ષના આ તરવરતા તોખારની સહયોગી બાયોટેક નામની કમ્પનીનું ખાતર બરેલી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને શાહજહાંપુરમાં વેચાતું થઈ ગયું છે. પ્રતીક ‘ये लो खाद ‘ ના નામથી સેન્દ્રીય ખાતર વેચે છે અને વર્ષે બાર લાખ રૂપિયા રળી લે છે.

પ્રતીકના જ શબ્દોમાં

“હું રોજ દસ કલાક સતત વાંચીને કદાચ સી.એ. થયો હોત પણ એનાથી મને એટલો આનંદ ન થયો હોત જેટલું આ કામમાં અટક્યા વિના, રચ્યા પચ્યા રહેવામાંથી મળે છે. દરેકે પોતાનો જુસ્સો શેમાં સૌથી વિશેષ છે, તે જાણી લેવું જોઈએ. તો જ કામમાં મજા આવે.”


સાભાર – માનવી કટોચ, Better India


સંદર્ભ

http://www.thebetterindia.com/101810/prateek-bajaj-vermicompost-ye-lo-khaad-sehyogi-biotech/


શ્રી સુરેશભાઈ જાનીનાં સંપર્કસૂત્રઃ

· નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું: sbjani2006@gmail.com

4 comments for “છાણ કે સોનાની ખાણ?

  1. June 4, 2017 at 1:29 am

    વાહ, સુરેશભાઈ વાહ. અમે પણ વાણિજ્ય ઉપરાંત વારસાગત ખેડૂત પણ છીએ. આપની કાણોદરની મુલાકાત ટાણે આપને મારાં ખેતરોએ લઈ ગયો હતો. અમારા સાથીઓ અને તેમના કુટુંબીજનોના આપે ફોટા પણ પાડ્યા હતા, જે મને હજુસુધી મળ્યા નથી. જડી આવે તો મોકલજો. જો કે એ વખતના અમારા સાથીઓ બદલાઈ ગયા છે. સેન્દ્રીય ખાતરની વાત નીકળી છે, ત્યારે ઘણા સમય પહેલાં વાંચેલી એક પુસ્તિકા યાદ આવે છે. એમાં કુટુંબના સભ્યોના માત્ર મૂત્રમાંથી કેવી રીતે સેન્દ્રીય ખાતર બનાવી શકાય. વળી આંકડાકીય એ પણ માહિતી હતી કે એ ખાતરમાંથી થયેલી આવકમાંથી ઘરનું આખા વર્ષનું લાઈટ બિલ ભરી શકાય. જો કે કુટુંબની સાઈઝ માફકસરની તો હોવી જ જોઈએ અને વારાફરતી બેત્રણ ખાડા ખોદી શકાય તેટલી માટીવાળી આંગણામાં જગ્યા હોવી જોઈએ. ગામડાંમાં આ બધું શક્ય છે. શહેરોમાં કોઈ માણસ આ વ્યવસાય કરવા માગતો હોય તો માનવમૂત્ર એકત્ર કરવા માટે તે પ્લાસ્ટિક કે એવા કોઈ ખવાઈ ન જાય તેવાં કેન આપીને સાવ મફતના ધોરણે પેશાબ ઉઘરાવી જાય અને પોતાના પ્લાન્ટમાં તેનો ઉપયોગ કરી શકે. એમાં ખાડામાં સૂકું ઘાસ ભરીને તેમાં મૂત્ર અને ચીકણી માટી ભેળવીને પછી અમુક દિવસ બાદ તે ખાડાને પૂરી નાખવામાં આવે. પછી બીજો ખાડો શરૂ કરવામાંઆવે. કેટલાક દિવસો બાદ મૂળ ખાડામાંના તૈયાર થયેલા ખાતરને લઈ લેવામાં આવે અને ફરી એ ખાડો કામમાં લઈ શકાય. આપના નવા ઘરમાં ખુલ્લી જગ્યા હોય તો આ પ્રયોગ કરીને તૈયાર ખાતરથી તમારા જ કમ્પાઉન્ડમાં શાકભાજી કે ફળફૂલની ખેતી કરી શક્શો. અન્ય વાચકો પણ શક્ય હોય તો આ લાભ લઈ શકે છે. મારે કોઈ રોયલ્ટી જોઈતી નથી, પણ પોતાની ઇચ્છા મુજબ કોઈપણ ચેરિટી કરી શકો છો. આ તો ગમ્મત પૂરતી એક વાત થાય છે, સાથે સાથે આ વાત ગમ્મતમાં કાઢી ન નાખવાની પણ વિનંતી છે.

  2. June 4, 2017 at 7:57 am

    પુરવણી પ્રતિભાવ :-
    ઊંડા ખાડામાં Layer કરતા જવાનું, ઘાસ સિવાય સૂકાં પાંદડા અને સડી શકે તેવી અન્ય સામગ્રી ઉપયોગમાં લઈ શકાય. મન ન માને તો ખોરાકનો એઠવાડ ટાળવો, કેમ કે તેને કેટલાક અન્નદેવ માનતા હોય છે. આમ ખાદ્યાન્નને અપવિત્ર પેશાબમાં ન ભેળવી શકાય. માટીના બદલામાં ખોદવાથી નીકળેલી માટી હોય ત્યાં સુધી ઉપયોગમાં લઈ શકાય. છેવટે ખોદેલી માટી ખાતરના રૂપમાં જતી રહેશે એટલે નવી માટી તો જોઈશે જ. આ નવી માટી ચીકણી ન મળે તો સાદી પણ લઈ શકાય. જોજો પાછા રેતાળ માટી (રેતી)ને ઉપયોગમાં ન લેતા, નહિ તો ખાતર જ્યાં ઉપયોગમાં લેવાશે ત્યાં સહરાનું રણ બની જશે!!! અહીં રેતી એટલે દાણાદર રેતી જે બાંધકામમાં વપરાય છે તેને નહીં લેવાની, હોં કે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *