ફિલ્મીગીતોમાં ‘સાજન’

Facebooktwitterredditpinterestlinkedinmail

નિરંજન મહેતા

સાજન એટલે પ્રિયતમ. તેની તરફની પોતાની લાગણીને વ્યક્ત કરતા પ્રેમિકાના પ્રેમભર્યા તેમ જ ક્યાંક વિરહભર્યા અનેક ફિલ્મીગીતોમાંથી કેટલાકનો આસ્વાદ આ લેખમાં લેશું. અ ગીતોમાં ક્યાંક સજના શબ્દનો ઉલ્લેખ છે તો ક્યાંક સાજન શબ્દનો.

અવિસ્મરણીય ૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’નું આ દર્દભર્યું ગીત વહીદા રહેમાનની લાગણીઓને ગીતા દત્તે પોતાના ઘૂંટાયેલા સ્વરમાં રજુ કર્યું છે જે આજે પણ કર્ણપ્રિય છે:

आज सजन मोहे अंग लगालो जनम सफल हो जाए

સાહિર લુધિયાનવીના શબ્દોને સ્વર આપ્યો છે સચિનદેવ બર્મને.

૧૯૬૦ની ફિલ્મ ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ માં પણ આવી જ લાગણી એક નૃત્યગીત દ્વારા દર્શાવાઈ છે:

मेरा दिल अब तेरा ओ साजना
कैसा जादू फेरा ओ साजना

સાજને પોતાના ઉપર કેવો જાદુ ચલાવ્યો છે તે મીનાકુમારી રાજકુમારને જુદા જુદા શબ્દો દ્વારા કહેવા માંગે છે. શૈલેન્દ્રના આ શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને કંઠ આપ્યો છે લતાજીએ.

૧૯૬૦ની જ ફિલ્મ ‘ઘૂંઘટ’માં સાજનને લાગતું જે ગીત છે એ એક રીતે વિરહગીત છે. પ્રદીપકુમારની રાહ જોતા અને તે ન આવતા આશા પારેખ જે ગીત ગાય છે તે છે:

लागे ना मोरा जिया
सजना नहीं आये हाये

लागे ना मोरा जिया.

આ દર્દભર્યા વિરહગીતના લખનાર છે શકીલ બદાયુની અને સંગીતબદ્ધ કર્યું છે રવિએ જેને લતાજીએ ગાયું છે.

૧૯૬૩ની ફિલ્મ ‘બંદિની’નું એક ગીત જુદા પ્રકારનું છે. પાર્શ્વભૂમિમાં સચિનદેવના કંઠે આ ગીત ગવાયું છે:

ओ रे माज़ी ओ रे माज़ी
मेरे साजन है उस पार
मै मन मार हूँ इस पार

अब की बार ले चल पार

નૂતન અને અશોકકુમાર નજીક હોવા છતાં પણ દૂર જ રહી જાય છે અને તેથી અજાણ નૂતનના મનોભાવ જાણે આ ગીતમાં કહેવાયા છે. શૈલેન્દ્રના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે સચિનદેવ બર્મને.

પોતાના મનની વાત કહેવા પપિહાનું બહાનું આપતું ૧૯૬૬ની ફિલ્મ ‘આયે દિન બહાર કે’નું ગીત છે:

सुनो सजना पपिहेने
कहा सब से पुकार के
संभल जाओ चमनवालो

के आये दिन बहार के

કુદરતનું વર્ણન કરતુ ધર્મેન્દ્ર અને આશા પારેખ પર રચાયેલું આ ગીત લખ્યું છે આનંદ બક્ષીએ જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે લતાજીનો.

૧૯૬૬ની જ એક અન્ય ફિલ્મ ‘તીસરી કસમ’નું ગીત જુદા જ પ્રકારનું કહી શકાય જે કોઈ પ્રેમિકા પોતાના પ્રિયતમ માટે નથી ગાતી કારણ આ એક ફિલસુફીભર્યું ગીત છે:

सजन रे जूठ मत बोलो
खुदा के पास जाना है
न हाथी है न घोड़ा है
वहा पैदल ही जाना है

રાતના ગાડાની મુસાફરી કરતા કરતા સમય પસાર કરવા રાજકપૂર ગાડાવાળાને ઉદ્દેશીને આ ગીત ગાય છે જેના મર્મભર્યા શબ્ડો શૈલેન્દ્રના છે અને સંગીત છે શંકર જયકિસનનું. સ્વર છે મુકેશનો.

જો કે આ ફિલ્મમાં બીજું પણ એક ગીત છે જેનો ઉલ્લેખ કરવો રહ્યો:

सजनवा बैरी हो गए हमार
चिठिया हो तो हर कोई बांचे
भाग न बांचे कोय
करमवा बैरी हो गए हमार

૧૯૬૬મા આવેલ એક ઓર ફિલ્મ છે ‘દુલ્હન એક રાત કી’ જેમાં સાજનની રાહ જોતા જોતા તૈયાર થતી પ્રેયસી એટલે કે નૂતન જે ગીત ગાય છે તે છે:

मैंने रंग ली आज चुनरिया
सजना तोरे रंग में
जिया मोरा चाहे मै भी खेलु
ओ सजनवा होली ऐसे

રાજા મહેંદી અલી ખાનના શબ્દોને કંઠ આપ્યો છે લતાજીએ અને સંગીત છે મદન મોહનનું.

તો ૧૯૬૯ની ફિલ્મ ‘સાજન’નું આ ગીત પ્રિયતમાની વિરહ વેદનાને વાચા આપે છે:

साजन साजन पुकारूँ गलियोमे
कभी फुलोमे ढूँढू कभी कलियों में

તેની વ્યથા દર્શાવતા આગળના શબ્દોના રચયિતા છે આનંદ બક્ષી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. આશા પારેખ પર ફીલ્માયેલ આ ગીતને સ્વર મળ્યો છે લતાજીનો.

તો રફીસાહેબના સ્વરમાં આનું એક હળવું વર્ઝન પણ આ જ ફિલ્મમાં મુકાયું છે.

આ જ વર્ષમાં આવેલ ફિલ્મ ‘ડોલી’માં પણ એક આજીજીભર્યું ગીત છે:

सजना साथ नीभाना
सजना साथ नीभाना
साथी मेरे बहारो के
राह में छोड़ न जाना

બબિતા અને રાજેશ ખન્ના પર આ ગીત ફીલ્માયેલું છે જેના ગાયક છે આશા ભોસલે અને રફીસાહેબ. રાજીન્દર ક્રિષણના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે રવિએ.

એક રમતિયાળ ગીત એટલે ૧૯૭૦નુ ફિલ્મ ‘અભિનેત્રી’નું ગીત:

सजाना मोरे सजना
सुन क्या कहे कंगना
लाख दिन तेरे

मेरी तो यही एक शाम

આ ગીતના રચનાકાર છે મજરૂહ સુલતાનપુરી જેને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. હેમા માલિની ઉપર આ ગીત દર્શાવાયું છે જેને કંઠ આપ્યો છે લતાજીએ.

સજના શબ્દ પરથી જ બનેલી ૧૯૭૧ની ફિલ્મ ‘આન મિલો સજના’નું આ ગીત પણ પ્રેયસીની મન:સ્થિતિ દર્શાવે છે:

तेरे कारण तेरे कारण
तेरे कारण मेरे साजन
जाग के फिर सों गई
सपनो में खो गई
आग लगे सारी दुनिया को
मै तेरी हो गई रे बालमा

રાજેશ ખન્નાને ઉદ્દેશીને ફિલ્મમાં આ ગીત આશા પારેખ ગાય છે જેના શબ્દોના રચનાકાર છે આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગાયક લતાજી.

એક પ્રેમિકા પોતાના સાજનની રાહ જોતા જોતા અને તેને આવકારવા સજ્જ્ધજ્જ થતા થતા જે ગીત ગાય છે તે પણ માણવા લાયક છે:

सजना है मुजे सजना के लिए
सजना है मुजे सजना के लिए
ज़रा उलज़ी लटे सवार र्लू
हर अंग को रंग निखार लू

૧૯૭૩ની ફિલ્મ ‘સૌદાગર’ના આ ગીતમાં સજના શબ્દ બે અર્થમાં છે. પહેલી વાર સજના એટલે તૈયાર થવું અને બીજી વાર સજના એટલે પ્રિયતમ. અમિતાભ બચ્ચનની પ્રેયસી પદમા ખન્ના પર આ ગીત ફિલ્માયું છે જેના શબ્દો અને સંગીત રવીન્દ્ર જૈનના છે. ગાયક છે આશા ભોસલે.

બીજું એક રમતિયાળ ગીત એટલે ૧૯૭૫ની ફિલ્મ ‘ચુપકે ચુપકે’નું:

अब की सजन सावन में

आग लगेली बदन में
घटा बरसेगी नज़र तरसेगी
मगर मिल न सकेगा दो मन

આ ગીત સાંભળવાની તો મજા છે પણ તેનો વિડીઓ પણ માણવા લાયક છે. આમ તો ઓમપ્રકાશને સંબોધીને ફીલ્માયેલું છે પણ હકીકતમાં તો શર્મિલા ટાગોર ધર્મેન્દ્રને તડપાવવા આ ગીત ગાય છે. ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે સચિનદેવ બર્મનનું. સ્વર છે લતાજીનો.

૧૯૭૮મા આવેલ ફિલ્મ ઘર’માં પણ એક મધુર ગીત સાજન વિનોદ મહેરાને ઉદ્દેશીને રેખા ગાય છે:

तेरे बिना जिया जाए ना
तेरे बिना जिया जाए ना

बिन तेरे तेरे बिन साजना

सांस में सांस आये ना

ગુલઝારના સુંદર શબ્દોને સંગીતમાં મઢ્યું છે આર. ડી. બર્મને અને કંઠ મળ્યો છે લતાજીનો.

એક પ્રેમિકાનું વ્યથાભર્યું ગીત છે ૧૯૮૨ની ફિલ્મ ‘કામચોર’નું:

तुज संग प्रीत लगाईं सजना
सजना सजना हो रामा
हाय बेदर्दी हाय बेदर्दी
तुज संग प्रीत लगे सजना

આ ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત રાકેશ રોશનનું. જયા પ્રદા અને રાજેશ રોશન પર આ ગીત રચાયું છે જેને ગાયું છે કિશોરકુમાર અને લતાજીએ.

૧૯૯૧મા ‘સાજન’ નામની જ એક અન્ય ફિલ્મ આવી હતી જેમાં પણ દેખીતી રીતે સાજનને લગતું ગીત હોય:

देखा है पहेली बार
साजन की आँखों में प्यार
अब जा के आया मेरे
बेचने दिल को करार

પ્રેમભર્યા શબ્દોના રચયિતા છે સમીર જેને સ્વરબદ્ધ કર્યા છે નદીમ શ્રવણે. પડદા પર છે માધુરી દિક્ષિત અને સલમાન ખાન. ગીતને સ્વર મળ્યો છે અલકા યાજ્ઞિક અને એસ.પી.બાલાસુબ્રમનીઅમનો.

આશા છે કે રસિકો આ લેખને માણશે અને અન્ય ગીતો ધ્યાનમાં આવે તો જણાવે.


નિરંજન મહેતા

A/602, Ashoknagar(Old),

Vaziranaka, L.T. Road,

Borivali(West),

Mumbai 400091

Tel. 28339258/9819018295

E – mail – Niru Mehta <nirumehta2105@gmail.com>

1 comment for “ફિલ્મીગીતોમાં ‘સાજન’

  1. Purvi
    June 3, 2017 at 2:03 am

    sundar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *