પ્રિય સાથીઓ,
કોઈ અકળ કારણોસર વેબગુર્જરીની સાઇટ ક્રૅશ થઈ ગઈ અને અમારો ડૅટાબેઝ પણ ભુંસાઈ ગયો છે. ચાર વર્ષ દરમિયાન ઊભું થયેલું આર્કાઇવ ફરી પાછું અકબંધ મળે એવી શક્યતાઓ બહુ ઓછી છે તેમ છતાં અમારા પ્રયત્નો ચાલુ છે.
દરમિયાન, અમે નવી વેબસાઇટ શરૂ કરી છે અને અમારું ‘અપલોડ શિડ્યૂલ’ નવેસરથી તૈયાર થઈ જશે તે પછી અમે ફરીથી પહેલાંની જેમ હાજર થઈ જશું. આમાં અમને હજી પણ ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ લાગી જશે, પણ અમારી કોશિશ જેમ બને તેમ જલદી પાછા ફરવાની રહેશે.
વેબગુર્જરીને આપ સૌનો હંમેશાં સ્નેહ મળતો રહ્યો છે, આજે અમને માત્ર સ્નેહ અને સદ્ભાવની જ નહીં આપના તરફથી ક્ષમાની પણ અપેક્ષા છે.
અમારાં લેખક ભાઈ-બહેનોને અમે ખાસ તકલીફ આપવા માગીએ છીએ. વેબગુર્જરી પર એમના જે લેખો પ્રકાશિત થઈ ગયા હોય તેમાંથી જેની જરૂર પડશે તે અમે વ્યક્તિગત રીતે લખીને મંગાવીશું જેથી અમારી ફાઇલમાં રહે અને શક્ય હોય તો એ વેબગુર્જરીના આર્કાઇવમાં પણ સંઘરી લેવાની કોશિશ કરશું. આશા છે કે અમને આજ સુધી લેખક ભાઈબહેનોનો જે રીતે સહયોગ મળતો રહ્યો છે તે મળી રહેશે. હા, પ્રતિભાવો, પેજ-વ્યૂ વગેરેને ફરી સજીવન કરવાનું કદાચ શક્ય ન બને. અમારો ‘હિટ્સ’નો આંકડો પણ ૬૫ લાખ જેટલો થઈ ગયો હતો. આમ અમે એક અભૂતપૂર્વ સિદ્ધિ તરફ આગળ વધતા હતા. પણ હવે, નવી ગિલ્લી નવો દાવ!
કહે છે ને, “કરતાં જાળ કરોળિયો…” તો અમે ફરીથી આવીએ છીએ, અમારાં એ જ ઉચ્ચ ધોરણો અને એ જ સર્વોચ્ચ નિષ્ઠા અને હિંમત સાથે.
અહીં ક્લિક કરીને આપ વેબગુર્જરીની નવી સાઇટ પર જઈ શકશો. આશા છે કે આપ પહેલાંની જેમ જ ફરીથી સબસ્ક્રાઇબ કરશો અને અમારી સાથેના સંબંધોને તાજા રાખશો.
ફરી એક વાર આપ સૌની ક્ષમા માગીએ છીએ.
સંપાદક મંડળ






નવી ગિલ્લીનો નવો દાવ રમવાનો વધુ આનંદ આવશે.
કારણોની શોધમાં પડવાને બદલે તાત્કાલિક ધોરણે ફરીથી શરૂઆત કરવાનું પગલું ભર્યું તે માટે સલામ. આશા – બલ્કે ખાત્રી – છે કે આ નવું સાહસ પાંસઠ લાખ હિટ્સનું નિશાન ઝડપથી હાંસલ કરી લેશે. સંખ્યાત્મક ઉદ્દેશો અલબત્ત, ક્યારે ય મહત્ત્વના જણાયા જ નથી. ઊંચી ગુણવત્તા બાબતે સમાધાન કર્યા વિના વૈવિધ્ય જાળવવાનો ‘વેબ ગુર્જરી’નો ઉપક્રમ સુપેરે જળવાઈ જ રહેશે એવી શ્રદ્ધા સાથે શુભેચ્છા પાઠવું છું.
Sorry to hear about the incident with this wonderful gujarati site. I am sure your spirit and readers love will help build it again with increasing higher standards.
With best wishes,
ખરેખર જે બન્યું તે સારુ નથી બન્યું.જાણે કોઇ સ્વજન ગુમાવ્યું હોય એવું લાગે છે.પ્રાર્થના કરૂ છું હે ઈશ્વર બધું હેમખેમ પાછુ રીકવર થઈ જાય.
હજુ ૨૨મી મેના રોજ આદરણીય અશોકભાઇને લખ્યુ કે દરરોજ સવારે વેગુ પાસે દોડી જાઉ છુ અને ૨૪મીથી ખૂબ દોડ્યો પણ વેગુ મળે જ નહી. અને આજે આઘાત થયો. આમાં ઘણીક તો કેટ્લી તો મૂલ્યવાન સામગ્રી ! પ્રાર્થના કરીએ કે બધુ સચવાયુ હોય અને મળી જાય. પણ વેગુની પ્રતિશ્ઠા એટ્લી જ અક્બન્ધ છે.
જે બન્યું તેમાં તમે ક્ષમા માંગી એ ઘણું છે. મને તો ખાતરી છે કે વે.ગુ.નાં ચાહકો આવી ક્ષમાની અપેક્ષા ણ જ રાખે. ઉચ્ચસ્તરીય વાચનનાં રસથાળમાં મને આપે ભાગીદાર બનાવ્યો જ છે અને તેમાં ફરી સહભાગી થવાનો આંનદ છે.
અગાઉ મુકાયેલી મારી જે કોઈ રચનાની આપને જરૂર હોય તો જણાવશો.
જાણીને ખેદ થયો. આપના પ્રયત્નોને સફળતા મળે તેવી ઇશ્વરને પ્રાર્થના.
વેગુ જલદી સાજું સમું થઈ જાય તેવી પ્રાર્થના.
રસિક્જનોને વિવિધતા સાથે અમુલ્ય સાહિત્ય રચનાઓનુ રસપાન કરાવતું વે.ગુ. ફરી આવે એ આશા સહ પ્રાર્થના
Shocking! But we all will certainly rise from the ashes like the proverbial phoenix!
હમણાં જ મારા મનમાં વિચાર આવ્યો કે ઘર અને માળામાં ફેર શો? ઘર બાંધવામાં તો હવે કેવળ આપણાં પૈસા જ હોય છે. આપણે એ બાંધતા નથી. સ્થપતિને આપણી જરૂરિયાતો અને સપના કહીએ અને જે બને એમાં એક પેઢી કે પછી ચાર-પાંચ પેઢી રહીએ. મમત્વ પણ એટલું ઊભું થાય કે વાત ન પૂછો.
અને માળો ! દર ઋતુમાં નવો બાંધવાનો. બચ્ચાં મોટાં થાય એટલે સહજતાથી ત્યજી દેવાનો. ફરી પાછો નવેસરથી જાતે જ સાઠીકડાં લાવીને બાંધવાનો.
i would like to talk to you.
if you give me your contact detail i can call you
my Mobile no is 9324898212
વેબગુર્જરીની સાઈટ ક્રેશ થઈ અને ડેટા ભુંસાઈ ગયો એને હવે એક વરસ થવા આવે છે. એનો રીપોર્ટ થવો જોઈએ કે શું અને કેમ થયું અને ડેટા ફરીથી કેમ તૈયાર ન થયો?
I think archive dot org has some of data archived. I found યાદે આદમ શેખાદમ series very much intact from it.
તમારા બ્લોગ ખુબ સરસ હોય છે .થોડા સમય થી મેં પણ બ્લોગ લખવાની શરૂઆત કરી છે . આ મારી બ્લોગ નિ લિંક છે.