હિરણ્ય વ્યાસ

વર્ષ 1998 માં કોડક 1,80,000 માનવ શક્તિ ધરાવતું હતું અને વિશ્વભરનાં ફોટોપેપરનાં વેચાણ પૈકી 85% હિસ્સો ધરાવતું હતું.તે પછી થોડાક જ વર્ષોમાં કોડાકનું વ્યવસાય માળખું તુટવા માંડયું, નાદારીના તબક્કે પહોંચી ગયા અને આખરે બજારમાંથી અદ્રશ્ય થઇ ગયા. આ સારીયે ઘટનામાં રસપ્રદ વાત તો એ છે કે ડીજીટલ ફોટોગ્રાફી નો આવિષ્કાર 1975 માં થયો જેનાં જનક સ્ટીવન સસોન- Steven Sasson કોડાક માટે જ કામ કરતા હતા તેમ છતાં કોડાકે તેને અવગણેલ અને નવી ટેકનોલોજી પ્રત્યે દુર્લક્ષ સેવી એક મહત્વની તક સાથે ભવિષ્ય ગુમાવી દીધું.

જે કોડાક સાથે થયું તે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સાથે આવનાર દશકામાં થઇ શકે છે અને ઘણું ખરું લોકો તે ઉભરી આવતું જોઇ શકતા નથી. તમને લાગે છે કે વર્ષ 1998માં અને ત્યાર બાદ 3 વર્ષ પછી પેપર ફોટો નહી લે. તેમ છતાં 1975માં ડીજીટલ કેમેરા શોધાયો, ડીજીટલ ફોટોગ્રાફી ચાલવા માંડી. પ્રથમ કેમેરા માત્ર10,000 પીક્ષલ્સ નો હતો. કે જે “મુરનાં નિયમ Moore’s Law” મુજબ તેની ક્ષમતા વિકસવા માંડી. ઘણા લાંબા સમય નિરાશા રહેલ અને સુધરવા માંડી ઉચ્ચતર બનવા માંડી અને થોડાક જ સમયમાં મુખ્ય ધારામાં આગળ વધવા માંડી. જે કોડાક સાથે બન્યું તે આજે હવે આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ,હેલ્થ-આરોગ્ય, સ્વયંસંચાલિત તથા ઇલેક્ટ્રીક કાર શિક્ષણ,3ડી પ્રીન્ટીગ, કૃષી, તેમજ અન્ય પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ આમ જ બની રહ્યું છે. ચોથી ઔદ્યોગિક ક્રાંતીમાં આપનું સ્વાગત છે. અધિકતમ પ્રગતિનાં વર્ષોમાં આપને આવકારીએ છીએ. સોફ્ટવેર આગામી વર્ષોમાં દરેક પરંપરાગત વ્યાપાર ને ભાંગી-બદલી નાખશે. “ઉબર-Uber” માત્ર સોફ્ટવેર એપ્લીકેશન જ છે, તેની પાસે કોઇ જ ગાડીઓ નથી અને આજે તે હવે દુનિયાભરમાં સૌથી મોટી ટેક્ષી પુરી પાડતી કંપની બની ગઇ છે. એરબીએનબી તે કોઇ જ મિલકત ધરાવતું ન હોવા છતાં આજે વિશ્વની સૌથી મોટી હોટલ કંપની છે.

આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ:

કોમ્પ્યુટર વિશ્વને અધિક સારી રીતે સમજવા માટે વધુ ઝડપથી ઉપયોગી બનવા માંડયા છે. અમેરિકામાં યુવા વકિલ માટે વ્યવસાયની સંભાવના ઘણી ઘટતી ચાલી છે, કારણ કે આઇ.બી.એમ. વોટસન દ્વારા પળવારમાં તમે કાનુની સલાહ મેળવી શકો છો અને એ પણ માનવ દ્વારા મળતી 70% સ્તુત્ય સામે 90% ચોક્કસાઇ પુર્ણસલાહ મળી રહેશે. આથી જો તમે કાયદાકીય અભ્યાસ કરતાં હો તો તુર્ત જ બંધ કરી દેજો. આગામી ભવિષ્ય માં 90% વકિલો તથા કાયદાકીય નિષ્ણાતો ઘટી જશે અને માત્ર ખાસ સ્પેશ્યલીસ્ટ જ રહેશે. વોટસન એપ્લીકેશન કેન્સરનાં નિદાનમાં મદદ કરે છે. આ નિદાન માણસ દ્વારા નક્કી કરેલ નિદાન કરતાં 4 ગણું અધિક ચોક્કસાઇપુર્વકનું હોય છે. ફેસબુક પાસે રુપરેખા-આકાર ઓળખી શકતું સોફ્ટવેર આવી ગયા છે કે જે વ્યક્તિનાં ચહેરા માણસ કરતાં વિશેષ સારી રીતે ઓળખી શકે છે. 2030 સુધીમાં કોમ્પ્યુટર માણસ કરતા પણ અધિક હોંશીયાર થઇ જશે.

સ્વયંસંચાલીત કાર-Autonomous Cars:

2018માં બજારમાં સૌ પ્રથમ સ્વયંસંચાલીત કાર-Autonomous Car આવશે. વર્ષ 2020 સુધીમાં, બધી જ ઇન્ડસ્ટ્રીઝ થોડાઘણા અંશે મુશ્કેલીમાં આવશે, અંતરાય/વિઘ્ન અનુભવશે. તમને પોતાની માલિકીની કારની જરુરત રહેશે નહી. તમને તમારા ફોન થકી કાર સેવા ઉપલબ્ધ થઇ શકશે, જે તમને તેનું સ્થળ તથા તમારા સુધી પહોંચવાની વિગત સુચવશે. તમારે કાર પાર્ક કરવાની પણ જરુર પડશે નહી. તમારે માત્ર જેટલું અંતર સફર કર્યું છે તેનું ભાડું ચુકવવાનું રહેશે. આપણા બાળકો કદાપી ડ્રાઇવીંગ લાયસન્સ મેળવી શકશે નહી. તેમજ કાર પણ ધરાવતા હશે નહી. તે શહેરની શકલને ફેરવી નાખશે કારણ કે આપણી કારની જરુરીયાત 90 થી 95% જેટલી ઘટી જશે. પાર્કીંગ પ્લોટ પર પાર્ક આવી જશે. 1.2 મીલીયન લોકો દર સાલ કાર અકસ્માતનો ભોગ બને છે, તેમાં પણ ઘટાડો જોવા મળશે. વર્તમાન સમયમાં સરેરાશ પ્રતિ 1 લાખ કી.મી. નાં અંતરે અકસ્માત આકાર લે છે જે આગામી વર્ષોમાં ઓટોનોમસ કારનાં પ્રવેશ બાદ 10 મીલીઅન કી.મી.નાં અંતરે સંભવ બનશે. આમ હર વર્ષે લાખો માણસોનાં જીવનની સલામતીની સંભાવનાઓ વધશે.

વર્તમાન ઘણી કાર કંપનીઓ નાદાર બની રહે તેવી વકી જણાય છે. પરંપરાગત કાર ઉત્પાદન કંપની પરિવર્તન વિષયક પ્રયત્ન હાથ ધરે અને અધિક સારી કાર બનાવે છે જ્યારે તેસ્લા, એપલ,ગુગલ જેવી ટેક કંપની ક્રાંતિકારી અભિગમ થકી વ્હીલ ઓન કોમ્પ્યુટર નું નિર્માણ કરે છે. વોક્સવેગન તથા ઔડીનાં એન્જીન્યર્સને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે તેસ્લા કાર થી ચેતતા રહે.

વિમા કંપનીઓને મોટી તકલીફ એ ઉભી થશે કે અકસ્માત વગર વિમા સસ્તા બની રહેશે. આ કંપનીઓનાં કાર વિમાનાં પ્લાન પણ લુપ્ત થશે.

રીયલ એસ્ટેટ પણ બદલાઇ જશે. કારણે તમે અપડાઉનની સાથે જ કામ કરતા હશો જેથી લોકો થોડા અધિક દુર શાંત સ્થળે યોગ્ય પડોશ અને વાતાવરણમાં વસવાટ કરશો. ઇલેક્ટ્રીક કાર મુખ્ય ધારામાં વર્ષ 2020 સુધીમાં તો આવશે નહી તે પછી પરિવર્તન આકાર લેવા માંડશે. ઇલેક્ટ્રીક કાર ને કારણે શહેરો ઓછા ધમાલીયા અને કંઇક અંશે બનતા ચાલશે.

વિદ્યુત સસ્તી થશે, સ્વચ્છ બનશે અને વિજ દરો માન્યામાં ન આવે તે રીતે ઘટશે. સૌર ઉર્જાનાં ઉત્પાદનનો આલેખ આગામી 30 વર્ષમાં ઘાંતાકીય રીતે વૃધ્ધિ પામશે, જેની અસરો તમે હાલમાંજ જોઇ રહેશો. ગત વર્ષે વિશ્વભરમાં જરી પુરાણા વિદ્યુત પ્લાન્ટ કરતા અધિકતમ સૌર ઉર્જા પ્લાન્ટ સ્થપાયા. સૌર ઉર્જાની કિંમત એટલી ઘટતી ચાલી છે કે વર્ષ 2025 સુધીમાં તો કોલ ઉદ્યોગ સમેટાઇ જવાનો ધંટનાદ વાગી રહ્યો છે. સસ્તી વિધુત સાથે પાણી પણ સસ્તું ઉપરાંત પુષ્કળ માત્રામાં ઉપલબધ્ધ થશે. પાણીના ક્ષાર ને દુર કરવા પ્રતિ ઘનમીટરે માત્ર 2કિ.વોની ઉર્જા જોઇશે. આપણે ત્યાં હરેક જગ્યાએ ઘણુખરું પાણીની તંગી નથી બલ્કે માત્ર પીવાનાં પાણીની તીવ્ર અછત વર્તાય છે. કલ્પના કરો કે શું થઇ રહેશે જ્યારે લોકોને અત્યંય સ્વચ્છ પાણી ની ઉપલબ્ધ્ધિ નજીવા દરે થશે. આરોગ્ય- Health: એવી કંપની અસ્તિત્વમાં આવશે જે મેડીકલ સાધનો (“ટ્રાય કોર્ડર”) ઉત્પાદન કરશે કે જે તમારા ફોન સાથે જોડાયેલ રહીને કામ કરશે. તે તમારી આંખનાં નેત્રપટલને તપાસશે, લોહીનાં સેમ્પલ લેશે અને શ્વાસની ચકાસણી કરશે. તે પછી 54 બાયોમાર્ક્સ પૃથકરણ દ્વારા શક્ય કોઇ પણ રોગ નું નિદાન કરશે. આ પ્રમાણ સસ્તું હશે,કે જેથી થોડા વર્ષોમાં વિશ્વનાં દરેક જણ વિશ્વ કક્ષાની દવા તથા સવલત લગભગ મફ્તમાં પહોંચી રહેશે. \

3ડી પ્રીન્ટીગ-3D printing:

10 જ વર્ષમાં 3ડી પ્રીન્ટર્સ $18,000 થી $400 જેટલી અધિકતર નીચી કિંમતે ઉપલબધ્ધ થવા માંડ્યા છે. તથા આ સમય ગાળામાં 3ડી પ્રીન્ટર્સ નો આઉટપુટ 100 ગણો ઝડપી બન્યો છે. લગભગ બધી શુ ઉત્પાદન કંપનીઓ એ 3ડી પ્રીન્ટર્સ દ્વારા શુઝ ઉત્પાદન કરવા માંડ્યા છે. દુરનાં એરપોર્ટ ખાતે એરો પ્લેનનાં સ્પેર્સ 3ડી પ્રીન્ટર્સ થી તૈયાર થવા માંડ્યા છે. સ્પેશ સ્ટેશન પાસે હવે પ્રીન્ટર્સ ઉપલબધ્ધ થઇ ગયા છે જેથી સ્પેર્સનાં જરુરી મોટા સ્ટોકની ઇન્વેન્ટરી દુર થઇ ગઇ. આ વર્ષનાં અંત સુધીમાં નવા સ્માર્ટ ફોન 3 ડી સ્કેનીંગની સંભાવના ધરાવતા હશે. તે સમયે તમે તમારા અંગો પગ તથા અન્ય અંગો સ્કેન કરી શકશો તેમજ ઘરે જ પગ અનુરુપ ચોક્કસ શુઝ પ્રીન્ટ કરી શકશો. ચીનમાં 3 ડી પ્રીન્ટેડ 6 માળનું ઓફિસ બીલ્ડીંગ તૈયાર થઈ ગયેલ છે. વર્ષ 2027, સુધીમાં દરેક ચીજ પૈકી 10% વસ્તુ 3 ડી પ્રીંટીગ દ્વારા તૈયાર થશે.

ધંધાકીય તક-

જો તમે સ્થાનિક-અનુકુળ સ્થાનનો વિચાર કરો છો તો તમે તેમાં દાખલ થાઓ છો. જાત ને પુછો: ”તમને જણાયછે કે ભવિષ્યમાં આપણી પાસે તે હશે?” અને જો પ્રત્યુત્તરમાં ‘હા’ હોય તો તે કેવી રીતે તુર્ત જ શક્ય બનાવી શકશો? જો તેમ તે શક્ય બને તેમ ન હોય તો તે વિચાર ભુલી જાઓ.

20મી સદીમાં સફળતા માટે ચિત્રીત કરેલ કોઇ પણ વિચાર 21મી સદી માં નિષ્ફળ જાય છે.

કાર્ય, રોજગારી – Job, Work:

આવનારા 20 વર્ષોમાં 70 થી 80% નોકરી જતી રહેશે. ઘણી નવી નોકરીઓ ઉભરી આવશે, પરંતુ એ સ્પષ્ટ થતું નથી કે આટલા ટુંકા સમયમાં કેવી રીતે નવી રોજગારી ઉભી થશે.

કૃષિક્ષેત્ર-Agriculture:

આવનારા સમયમાં $100 ડોલરનાં કૃષી રોબોટ આવશે. દુનિયાનાં 3જા દેશોનો ખેડુત ઘડીયાળનાં કાંટે બારેય મહિનાં મહેનત કરવાને બદલે તે તેનાં ખેતરનો મેનેજર બની શકશે. એગ્રીપોનિક્સ આકાર લઇ રહ્યું કે જેને ઘણા ઓછા પાણીની જરુર પડશે.

પેટ્રી  ડીશ વડે બનાવેલું વાછરડાનું માંસ ગાયના વાછરડના માંસ કરતાં ૨૦૦ % વધારે હશે.કૃષિ ક્ષેત્રમાં વપરાતી જયામાંથી ૩૦% થી વધારે જગ્યા ગાયના ઉછેરમાં વપરાય છે. આમાણી ઘણી બધી જગ્યાની જરૂર જ નહીં રહે!

કેટલાક સ્ટાર્ટ અપ ટુંક જસમય સાહસ જીવ જંતુગત પ્રોટીન બજારમાં લાવશે. જે પ્રાણીનાં માંસથીઅધિક પ્રોટીન ધરાવતું હશે. તેને “વૈકલ્પીક પ્રોટીન ઉદભવ” ની કાપલી લાગેલ હશે. કારણ કે હજું ઘણા લોકો અન્ય જીવ ખાવાનું ધુતકારે છે.

“મુડીસ” એપ આવેલ છે જે તમારો મિજાજ-મુડ કેવો છે, તે દેખાડે છે. વર્ષ 2020 સુધીમાં નવા એપ આવેલ હશે કે જે તમારા ચહેરાનાં હાવભાવ અંગે કહી આપશે. જો તમે જુઠ્ઠું બોલતા હશો તો તે પણ જણાવશે. રાજકીય ચર્ચા-વાર્તાલાપ-મીટીંગનો વિચાર કરો કે જયાં માહિતી,વિગતો મુદ્દાઓ રજુ થાય છે જે સ્તુત્ય છે કે કેમ તે ખ્યાલ આવી જશે.

બીટકોન આ વર્ષથી મુખ્ય ધારામાંઆવી જશે અચુકપણે રક્ષીત નાણું બની રહેશે.

દીર્ધાયુષ્ય-Longevity: વર્તમાન આયુષ્ય વિસ્તાર પ્રતિ વર્ષે 3 મહિનાનાં દરથી વધી રહ્યો છે. ચાર વર્ષ અગાઉ જીવન દર 79 વર્ષ હતો જે હવે 80 વર્ષનો થયેલ છે. વૃધ્ધિમાં વધારો થતો રહે છે. અને વર્ષ 2030નાં સુધીમાં વધુ એક વર્ષ વધી જશે. તેથી આપણે બધા લાંબુ જીવતા થઇશું, શક્યતા છે કે 100 વર્ષથી પણ લાંબુ. આ સમય દરમ્યાન-શ્રેષ્ઠીઓ દ્વિતીય કક્ષાનું મગજ ઇમ્પાલન્ટ કરાવી શકશે, જે અનુભવ થશે,વાંચન, શ્રવણ વિગેરે વિગતો સંગ્રહ કરશે. જે ક્ષમતા ધરાવતા હશે તે આંખનાં પોપચા નીચે હાઇ ડેફ. કેમેરા ઇમ્લાન્ટ કરાવી શક્શે જેથી વિસ્મૃતિ એ વિસરાતી જતી ઘટના બની જશે. વિકસીત સ્ટેમ સેલ ટેકનોલોજી થકી નવા અંગો બનતા થશે અને જુનાં ખરાબ અંગો બદલી શકાશે. અપેક્ષિત આયુષ્ય વિક્સીત વિશ્વમાં 115 વર્ષથી 125 વર્ષ અને બાકીનાં વિશ્વમાં 100 વર્ષ જેટલું હશે.

શિક્ષણ- Education:

આફિક્રા તથા એશીયામાં સસ્તામાં સસ્તો સ્માર્ટ ફોન 10$ ડોલરની આસપાસ માં મળે છે. વર્ષ 2020 સુધીમાં માનવ વસ્તીનાં 70% લોકો સ્માર્ટફોન ધરાવતા હશે. એનો અર્થ એ જ કે દરેક વિશ્વ કક્ષાનાં ઉત્કૃષ્ટ શિક્ષણ સુધી પહોંચી શકશે, શિક્ષણનાં સંપર્કમાં હશે, શિક્ષણનો પરિચય હશે.

ભવિષ્ય માટે શું આપણે સજ્જ છીએ? પરિવર્તન માટેઆપણે કેટલા તૈયાર છીએ?

****************

આ શ્રેણીના લેખક શ્રી હિરણ્ય વ્યાસનાં સંપર્ક સૂત્ર: મો.: +91 98254 33104 Email: hiranyavyas@gmail.com Web. www.hiranyavyas.yolasite.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

4 Comments

 • pragnajuvyas says:

  ભવિષ્ય માટે શું આપણે સજ્જ છીએ? પરિવર્તન માટેઆપણે કેટલા તૈયાર છીએ? પ્રેરણાદાયી લેખનો પ્રાણપ્રશ્ન…
  પરિવર્તન માટે ક્યારેક અમારે સાહસિક નિર્ણયો પણ લેવા પડે છે. આવા નિર્ણયોથી ક્યારેક ટૂંકા ગાળાની મુશ્કેલી પણ વેઠવી પડતી હોય છે.પણ ખૂબ જરુરી

 • ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી) says:

  હિરેન ભાઈ,
  કમાલ કરી તમે તો. શેખચલ્લીની ચોટલી પકડી અલ્લાઉદ્દીનને આપી ‘સીમ સીમ ખુલ જા’ નો જાદુ કર્યો. આભાર.સુંદર લેખ.સપના સાકાર થવા થોડી ધીરજ જરૂરી છે.
  આભાર હિરેનભાઈ.
  ઉમાકાન્ત વિ.મહેતા. (ન્યુ જર્સી )

 • આ વાત ગુજરાતીમાં અહીં વાંચવાની મજા આવી.

  શિક્ષણ- Education:
  આફિક્રા તથા એશીયામાં સસ્તામાં સસ્તો સ્માર્ટ ફોન 10$ ડોલરની આસપાસ માં મળે છે. વર્ષ 2020 સુધીમાં માનવ વસ્તીનાં 70% લોકો સ્માર્ટફોન ધરાવતા હશે. એનો અર્થ એ જ કે દરેક વિશ્વ કક્ષાનાં ઉત્કૃષ્ટ શિક્ષણ સુધી પહોંચી શકશે, શિક્ષણનાં સંપર્કમાં હશે, શિક્ષણનો પરિચય હશે.
  ભવિષ્ય માટે શું આપણે સજ્જ છીએ? પરિવર્તન માટેઆપણે કેટલા તૈયાર છીએ?
  —————–
  ઈ -વિદ્યાલયના કાર્યકર તરીકે આ વાત બહુ જ ગમી.

 • Neetin Vyas says:

  આભાર.સુંદર લેખ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME