વલીભાઈ મુસા

મેગાસીટીએ, વિન્ટરી સન્ડે ઈવનિંગે (ઘેર ખાવું કે પોઈઝન (ઝેર) ખાવુ!),
મલ્ટીપ્લેક્ષ થિયેટરે, મેટિની શોએ રા-વન માણી, અવ લિમિટેડ ફેમિલી,
સ્પીડી કારે, જાયન્ટગણસમ હન્ગર હન્ગર વદતું, સ્ટાર હોટલે ભાગે. (૧)

લો! વી વિલ હેવ ટુ વેઈટ વેઈટીંગે!
એરકન્ડીશન્ડ કોન્ફરન્સ હોલે, હોમ થિયેટરની વિડિયો ક્લિપે થઈ રહ્યું,
કસ્ટમર કાઉન્સેલિંગ, જેઓ ઈન્ફીરીઆરીટી કોમ્પ્લેક્ષે પીડાય, હાયફાય એવી હોટલોએ! (૨)

સ્માઈલીંગ કરતાં ટીપ લો કે હાઉ ટુ બિહેવ હોટલે?
વેઇટરને ટીપ આપવી નોટ કમ્પલસરી, આઈધર ગિવ ઓર નોટ કે ગીવ લેસ ઓર મોર,
બટ ઈટ્સ હીઝ ડ્યુટી. નો રાઈટ ઓફ ટીપ લેવાનો, એમ એવી ટીપ તેઉને અપાય! (૩)

કાચની પ્લેટો અને એરિસ્ટોક્રેટ (એરિસ્ટોટલ!) સ્પુનના અવાજો ખાળવા,
વુડન યુટેન્સિલ કે મોરસલ (ગ્રાસ-કોળિયો, ઘાસ નહિ!) ઈઝ ધ બેસ્ટ, શુડ હેવ નો શેઈમ!
સ્મેકીંગ સાઉન્ડ (બચકારો) નોટ ફેર, ઈટીંગ ધ મોરસલ बंध लिपसे ઈઝ ધ ઓન્લી વે! (૪)

ટોકન નંબર આવી જતાં કોર્નર ટેબલે સીટો ગ્રહી ત્વરિત,
મેનુ હાથમાં લઈ એપિટાઈઝરનો જુદીજુદી ચૉઇસે ઓર્ડર આપી,
માંહોમાંહેની પુલિંગ ડ્રેગિંગે (ખેંચાખેંચી) ફાઈનલ ફુડ ઓર્ડર આપી થયા રીલેક્સ્ડ! (૫)

બાઉલ માંહેથી સ્પૂન થકી ફુડ સર્વ કરતા વેઇટર (પીરસણિયો)ને જોઈ,
મુજ મેડમ વ્હીસ્પરીંગ વોઈસે સ્માઈલ કરતાં બોલે, યંગ ચિલ્ડરનની જેમ ફીડ કરશે કે શું!
એવું તો સાવ નહિ, પણ લાગે છે કે સ્લેવરી સિસ્ટમ હજુ મોજુદ છે! (૬)

ડિનર ઓવર થયે પછી લાસ્ટમાં આવ્યું ડેઝર્ટ (Dessert),
ધીસ કહેવાયે સેકન્ડ લેયર ઈન અવર સ્ટમક, ફોલીંગમાં કીકની જેમ,
કે પછી ગ્રેઈન તણો ભર્યો જુટ-બેગ હલાવી મેક્ષીમમ ભરવાની કરવી કુચેષ્ટા! (૭)

લાસ્ટેસ્ટ લાસ્ટ આવ્યો માઉથ ફ્રેગ્રન્ટ કાજે મફતિયો મુખવાસ,
મેં છોકરાંવને હળવેથી ક્લેપ્ટોમેનિયા અને શોપ લિફ્ટિંગ વિષે સમજાવ્યું.
ટેલિસ્કોપિક વિડિયો કેમેરે ઈશારે, મુઠ્ઠા ન ભરતાં, લિમિટેડ મુખવાસ લેવા જણાવ્યું! (૮)

બિલ પે થઈ ચેન્જ મની બેક આવ્યા,
શોભતા ભાણા (ડીશ)ની જેમ શોભતી ટીપ તજી શોભતા એટિકેટ સૌ નિભાવી,
અજીઠા ફુડનાં પાર્સલો ગ્રહી અમે પાર્કીંગ લોટે લૌટીએ, એટિકેટના આ એક જ અપવાદે!

 

# # #

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

 • pragnajuvyas says:

  જ્યારે અમે અહીં આવ્યા ત્યારે અહીંના પોરીયાઓ અમને અહીંની ઈટરી-એટિકેટ સમજાવે-
  ‘ટેબલ પર સ્થાન લઈ લીધા બાદ નૅપ્કિનની ઘડી ખોલો અને જરૂર પડે ત્યારે આંગળીઓ અને મોં લૂછો.
  (કપાળે,ગાલે કે દાઢી પર ચીઝ લાગે તો ?)
  ખાવાનું તમારા મોઢા સુધી લઈ જાઓ, નહીં કે તમારું મોઢું ખોરાક સુધી.
  (રેત-ડાકણ એટલી જાડી હોય કે મોઢા પાસે લાવતા ભરણ ખરવા માંડે !)
  ખાતી વખતે ચબ-ચબ અવાજ ની કરવાનો.
  (ત્યારે કેવો અવાજ કરવાનો ? )
  ડિશ લેવા માટે વધુપડતું સ્ટ્રેચ ન કરતાં ડિશ પાસ કરવા માટે કોઈને વિનંતી કરો.
  ખાતી વખતે વચ્ચે-વચ્ચે છરી-કાંટાને પ્લેટની બન્ને સાઇડ પર મૂકો.
  (પછી …
  ઊંચો કરીને ભુજદંડ અમે,
  એકાગ્ર ચિતે અનિમેષ નેણે,
  ચાંચલ્યધારી પ્રતિ અંગ વાધી
  છરી વતી પીત્ઝા કોર કાપી )

  મોઢામાં ખાવાનું ભર્યું હોય ત્યારે કે પાણી પીતાં-પીતાં વાત ન કરો.
  ( ઇશારાથી વાત કરવાની ?)
  જેન્ટલ વુમૅન રેસ્ટોરાંમાં એક ડ્રિન્કથી વધુ આગળ નથી વધતા.
  (સૉફ્ટ પણ..?)
  વેઇટરને આંગળીઓના ઇશારાથી ન બોલાવશો.
  મોટે-મોટેથી વાતો ની કરતા
  બિલમાં કોઈ ભૂલ હોય તો એ વિશે શાંતિથી પણ અસરકારક રીતે વાત કરો.
  ફિંગરબાઉલનું પાણી પી ના જતા , તમારી આંગળી ફિંગરબાઉલમાં બોળો અને ધીમેથી મોઢું લૂછો.
  …………
  અમારી ભત્રિજી ખુરશી પાછળ ઉભી હતી તે કહે આન્ટી આ રેતડાકણ એટલે શુ ?

  તમારી સૅન્ડવીચ…
  ……………………………..
  ત્યારે વલીદાએ હાસ્યમાં હકીકત કહી…!

  છંદે ચઢો તો માલિની કે સ્રગ્ધરા જેવા છંદમાં ઢાળો

  બિલ પે થઈ ચેન્જ મની બેક આવ્યા,
  શોભતા ભાણા (ડીશ)ની જેમ શોભતી ટીપ તજી શોભતા એટિકેટ સૌ નિભાવી,
  અજીઠા ફુડનાં પાર્સલો ગ્રહી અમે પાર્કીંગ લોટે લૌટીએ, એટિકેટના આ એક જ અપવાદે!
  સરસ થોડું આગળ ગુગ lish માં
  અજીઠા અને જુઠા લેફ્ટઓવર કરી ભેગા
  આવ્યા હોમે નીરાંતે, થઇ દૂર વરી સૌની!
  બીજા દિવસના લંચની,એ ટી કૅ ટમાં
  અહીં ડીનર લૅફટઓવર લંચમા ખાવાની નવાઇ નથી

 • Kishor Thakr says:

  જીવાણું (વાયરસ) પ્રસરે એ સ્પિડે કે મુખ્ત્યારી ના રહી મેગાસીટીની

  ઝાલાવાડ દેશે છોટા સીટી મધ્યે પણ આ દૃષ્ય જોઈ હર્ષ હું પામું

 • vijay joshi says:

  A refreshing indulgence into the bellyful romp of utterly strange yet delicious rant.
  Loved it, Valibhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME