મહેન્દ્ર શાહ

મફતની વાત યાદ આવે છે, ત્યારે મોરારી બાપુ યાદ આવી જાય છે.., of course in a positive sense..!

એક કવિ મિત્રના કાવ્ય સંગ્રહ વિમોચન સમારંભમાં અતિથિ વિશેષ મોરારીબાપુને જ્યારે કવિએ સ્ટેજ પર પોતાનો પુસ્તક સંગ્રહ ભેટ રૂપે અર્પણ કરી સન્માન્યા, તો બદલામાં બાપુએ એમના વ્યક્તવ્ય દરમ્યાન જાહેર કર્યું કે.., ” પુસ્તક સંગ્રહ તો હું સહર્ષ સ્વીકારું છું, પણ સાથે સાથે બીજો એક સંગ્રહ ખરીદું છું, જે કવિને વધારે ને સુંદર રચનાઓ સર્જન કરવાની પ્રેરણા આપશે, અને મારે આ સેટ કોઇને ભેટ આપવાના કામમાં આવશે.” ઉમદા વિચાર!

આના વિરોધાભાસમાં પણ સમાંતર બીજો એક પ્રસંગ…,

અમારા ઘરનો એક શિરસ્તો થઇ ગયો છે.., ઘરે કોઇ પણ મિત્ર, સગાં આવે તો ચા પાણી નાસ્તા અગર ભોજન પછી મહેમાનગીરીના નાતે મહેમાનના ઇંટરેસ્ટને ધ્યાનમાં રાખી મારા ઘરની દીવાલ પર લટકતાં પેઇંટીંગ્ઝ માણવા ગાઇડેડ ટુર આપું, અને છેલ્લે એમને મારું કાર્ટુન પુસ્તક અગર મારાં પેઇંટીંગ્ઝ પરથી બનાવેલાં બ્લેન્ક ગ્રેટીંગ કાર્ડ્ઝ સેટ એમની વિદાય વેળાએ ટોકન રૂપે ભેટ આપું. (હું મારાં પેઇંટીંગ્ઝ ફ્રેમ કરતા પહેલાં એના ફોટા લઇ ગ્રેટીંગ કાર્ડ્ઝ બનાવરાવું છું , જે મિત્રોને આપવા કામ આવે છે, તથા મારા પર્સનલ વપરાશમાં પણ. હું સામાન્ય રીતે કાર્ડ્ઝ ખરીદતો નથી.) અને કાર્ડ્ઝ આપતાં એમને ખાસ કહું.., ” મારા પેઇંટીંગ્ઝ પરથી બનાવેલ આ બ્લેન્ક કાર્ડ્ઝ તમારા કોઇ સગા, સંબંધી, મિત્રને કોઇ પ્રસંગે આપવા કામમાં આવશે!” ..”

No way! This is keeper, I am not going to give away these cards to anyone! These will be our private collection!” બધાં જ મહેમાનો પાસેથી મને આ જવાબ મળતો હોય છે!

પુસ્તકની બાબતમાં મહેમાન આવું કહેશે.., ” તમારી પાસે હજુ એક્સ્ટ્રા કોપીઝ પડી હોય, તો મને એકની જગ્યાએ બે બુક્સ આપો ને, કોઇ ફ્રેન્ડને ગીફ્ટ તરીકે આપી ઓબ્લાઇઝ કરી શકાશે!”

ટીપીકલ દેશી સ્ટાઇલ!

મને કોઇ વાર એવું નથી થયું કે એક પુસ્તક ભેટ આપ્યું છે, તો બીજું ખરીદે, પણ હા, કોઇ ખરીદે તો આનંદ જરૂર થાય એ વાત અલગ!
જ્યારે પણ કોઇ મારી પાસે બીજું પુસ્તક મફત માગે છે ત્યારે મને મોરારી બાપુ યાદ આવી જાય છે!


 

 


મહેન્દ્ર શાહ : mahendraaruna1@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

3 Comments

  • pragnajuvyas says:

    રીયલ લાઇફ હ્યુમરસ સ્ટોરી: મફત જ આપો છો.., તો બે આપો ને!
    હ્યુમરસ સ્ટોરી નથી.અમારે ત્યાં આ વાત સમજાઇ છે અને જેને ગમે તે પુસ્તક ખરીદે છે.અમારા દીકરા-દીકરી કે સ્નેહી જનના પુસ્તક ખરીદીએ ત્યારે દરેકને આ વાત યોગ્ય અને સહજ લાગે છે.પુસ્તકાલયમા કે સંસ્થામા અમે ભેટ આપીએ…

  • Mansukhlal Gandhi says:

    Nice………..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME