જ્વલંત નાયક

ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં ધોબી પછાડ ખાનાર માયાવતીએ પોતાની હાર અંગે ઇવીએમ મશીન્સને જવાબદાર ઠેરવ્યા છે. બીજી તરફ, ચૂંટણી પંચની માગ મુજબ ભારત ઇલેક્ટ્રોનીક્સ લીમીટેડ ( BhEL) દ્વારા ડેવલપ કરાયેલા ઇવીએમ મશીનની ટેકનોલોજીએ માત્ર ભારત જ નહિ પરંતુ બીજા કેટલાંક દેશોને પણ આકર્ષ્યા છે. નેપાળ, ભૂતાન અને કેન્યા જેવાં દેશોએ ભારત પાસેથી આવા ઇવીએમ મશીન્સ ખરીદી ચૂક્યા છે. જો કે અહિ મુખ્ય પ્રશ્ન એ છે કે ઇવીએમ ખરેખર ‘ટેમ્પર પ્રૂફ’ છે? કે પછી કોઈ રાજકીય પક્ષ ‘ટેકનિકલ ગરબડ’ ઉભી કરીને પોતાના પક્ષે તોતિંગ મતદાન કરાવી શકે છે?

હજી સુધી એક પણ વાર ઇવીએમ સાથે છેડછાડનો બનાવ બન્યો નથી, પણ આજકાલ દરેક ક્ષેત્રમાં પેધા પડેલા ‘હેકર્સ’નું ભલુ પૂછવું! આપણા વૈજ્ઞાનિકોએ બનાવેલા ઇવીએમ મશીન્સ ખરેખર કેટલા ‘ટેમ્પર-પ્રૂફ’ છે એ જાણવા માટે એપ્રિલ ૨૦૧૦માં રીસર્ચ ટીમ દ્વારા ઇવીએમ મશીન ઉપર બે નિદર્શનાત્મક ‘હુમલા’ કરવામાં આવ્યા, એક મતદાન પહેલાં અને બીજો મતદાન પછી. મતદાન પહેલાં કરાયેલા હુમલા તરીકે, ઇવીએમના કંટ્રોલ યુનિટમાં રહેલી એક ચીપ બદલી નાખવામાં આવી. જેથી કોઈ એક ઉમેદવારને મળેલાં મતોને બીજા ઉમેદવારના ખાતામાં ટ્રાન્સફર કરી શકાતાં હતાં! મતદાન પછી કરાયેલા બીજા નિદર્શનાત્મક હુમલામાં, એક ગજવામાં રહી જાય એવાં નાનકડા મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો. ‘ક્લીપ-ઓન ડિવાઈસ’ તરીકે ઓળખાવાયેલા આ મશીને મતગણતરી દ્વારા મેળવાયેલા આંકડાઓમાં છેડછાડ કરીને ખોટા આંકડાઓ રજુ કર્યા! આમ તો ઇવીએમમાં ‘માઈક્રો-કંટ્રોલર્સ’ રહેલા હોય છે, જે ‘રીડ ઓન્લી’ પ્રકારની મેમરી ધરાવે છે. આથી તેઓ માત્ર માહિતીનો સંગ્રહ (સ્ટોરેજ) કરી શકે છે. પરંતુ પેલી ‘ક્લીપ-ઓન ડિવાઈસ’ને માઈક્રો-કંટ્રોલર્સ સાથે જોડવામાં આવે તો તે તમામ ડેટાને ‘રીડ એન્ડ રાઈટ’ કરી શકે છે. એનો સીધો અર્થ એવો થાય કે જો કોઈ ભેજાબાજ, મતદાન થયાં બાદ, ઇવીએમ મશીનમાં ક્લીપ-ઓન ડિવાઈસ જોડવામાં સફળ રહે તો તે જે-તે ઇવીએમમાં રહેલા મતો કયા કયા ઉમેદવારને મળ્યાં છે તે જાણી શકે, માત્ર એટલું જ નહિ, પરંતુ મત ગણતરી સમયે તે મતો કોઈ એક ચોક્કસ ઉમેદવારની તરફેણમાં જમા થયાં હોય એવું દર્શાવી શકે! જો કે આવું કરવા માટે તેને સુરક્ષાના ઘણા સ્તરો પાર કરવા પડે, ઉપરાંત આ પ્રકારનું ‘પરાક્રમ’ કરવા માટે કોઈકે અતિ સુરક્ષિત ઘેરામાં રહેલા ઇવીએમ સુધી પહોંચવું પડે. વળી કોઈ એક જ બેઠકનું ચૂંટણીનું પરિણામ બદલવા માટે પણ સેંકડોની સંખ્યામાં ઇવીએમને ‘મેનીપ્યુલેટ’ કરવા પડે, જે અશક્યવત્ ગણાય. કેમકે દરેક મતદાન મથકે મુખ્ય પક્ષોના પ્રતિનિધિ હાજર રહેતા હોય છે. ઉપરાંત દરેક સેન્ટર ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય છે. ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં, જ્યાં વીસેક કરોડની આબાદી હોય, ત્યાં ચૂંટણીના પરિણામો પોતાની તરફેણમાં કરવા માટે હજારોની સંખ્યામાં ઇવીએમ ‘હેક’ કરવા પડે! અને સૌથી મોટી મુદ્દાની વાત એ, કે જો ઇવીએમ હેક કરાયા હોય, તો ગોવા અને પંજાબ જેવા રાજ્યોમાં પણ આ થઇ શક્યું હોત! ઇલેક્શન કમિશને આ જ કારણોસર માયાવતીના આક્ષેપને ફગાવી દીધો છે.

VVPATતેમ છતાં, ચૂંટણી પદ્ધતિને વધુ બહેતર-વધુ પારદર્શી બનાવવાના પ્રયત્નો પણ ચાલુ જ છે. સામાન્ય રીતે આપણે કોઈક સંસ્થાને દાનની રકમ કે ચેક આપીએ, એટલે સંસ્થા તરફથી દાનની રસીદ મળતી હોય છે. દાન માટે પ્રચલિત આ સિધ્ધાંત મતદાનને પણ લાગુ પાડી શકાય. આ માટે ઇલેક્શન કમિશન ‘વોટર વેરીફાઈડ પેપર ઓડીટ ટ્રેઈલ (VVPAT)’ નામની પધ્ધતિ અપનાવવા માટે વિચારી રહ્યું છે, જેના દ્વારા મતદાતાને પોતે કરેલા મતદાન બદલ ઇલેક્શન કમિશન દ્વારા રસીદ આપવામાં આવશે! આ પધ્ધતિ દ્વારા જે-તે મતદાતાને, મતદાન કર્યા બાદ ઇવીએમમાંથી એક ‘પ્રિન્ટ-આઉટ’ મળે છે, આ ‘પ્રિન્ટ-આઉટ’ ઉપર તેણે જેને મત આપ્યો હોય એ ઉમેદવારનું ચિહ્ન અને નામ હોય છે, જેના દ્વારા મતદાર ખાતરી કરી શકે છે કે તેનો મત યોગ્ય ઉમેદવારને જ મળ્યો છે. આ રીતે દરેક મતના બદલામાં મતદારને રસીદ મળતી હોવાના કારણે, કોઈ ઇવીએમ ખોટું પરિણામ બતાવે તો ક્રોસ-વેરીફીકેશના દરમિયાન તેનો ભાંડો ફૂટી જાય! ઇવીએમના ડેટાને રીડ કરવા માટે ઈલેક્ટ્રોનિક સાધનોની જરૂર પડે છે પરંતુ કાગળની બનેલી રસીદ તો કોઈ પણ વ્યક્તિ નરી આંખે વાંચી શકે છે. ઉપરાંત, પ્રિન્ટ-આઉટ સ્વરૂપે મળતી કાગળની રસીદમાં કોઈ પણ પ્રકારની ઈલેક્ટ્રોનિક છેડછાડ શક્ય નથી. આમ સમગ્ર પ્રક્રિયામાં માનવ અને મશીન, એમ બંને રીતે ગણતરી થયા બાદ ક્રોસ-વેરીફીકેશન દ્વારા મેળવાતું પરિણામ કોઈ પણ પ્રકારની ‘ઉચાપત’નો છેદ ઉડાડે છે. માર્ચ, ૨૦૦૧માં અમેરિકાના ન્યુ યોર્ક શહેરમાં યોજાયેલી ચૂંટણીમાં આ પદ્ધતિનો સૌપ્રથમ ઉપયોગ કરાયો હતો. ભારતમાં ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ૮ બેઠકો ઉપર VVPATનો ઉપયોગ કરાયેલો.

દુનિયાભરની ચૂંટણી માટે બનાવાયેલી સંસ્થાઓ કોઈ ‘સંપૂર્ણ પ્રણાલી’ની વિકસાવવામાં કાર્યરત છે. કદાચ સતત વિકસતા રહેવું એ જ લોકશાહીનું આગવું લક્ષણ છે.


જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઈ શકે છે

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

6 Comments

 • KISHOR THAKER says:

  1971ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ જનસંઘના બલરાજ. મધોકે આક્શેપ કર્યો હતો કે બેલેટ પેપર પર મતદાનના સિક્કા માટેની સ્યાહી રશિયન છે અને સિક્કા ગમે ત્યાં મારો પણ સ્યાહીની કરામતને કારણે કોંગ્રેસના પ્રતિક પર જ સિક્કો આવી જાય

 • shirish dave says:

  નહેરુવીયન કોંગ્રેસ અને તેના સાંસ્કૃતિક પક્ષો, પોતાની હારને ડાઈલ્યુટ કરવા માટે અવનવા તુક્કાઓ શોધતા જ હોય છે. આમાં બે ફાયદા થાય છે એક તો તેમને પબ્લીટીસી માટે એક તુક્કો મળે છે અને સમાચાર માધ્યમોમાં તેમને જગ્યા મળે છે. એટલે બીજા સમાચારો ઢંકાઈ જાય.
  ચૂટણી કમીશ્નરે તેમને ઈવીએમની સાથે ચેડા કરવાનો પડકાર ફેંક્યો છે. પણ આ પડકાર તેઓ ઝીલશે નહીં અને ઝીલશે તો પણ કહેશે કે “અમે અમારા વૉટીંગ મશીનો લાવીશું.”

  • Kishor Thakr says:

   હાલની કોંગ્રેસને સાવ ખાડે ગયેલા પક્ષ તરીકે માનવાના ઘણા કારણો હશે. પરંતુ નહેરૂને યોગ્ય પરિપેક્ષ્યમાં જાણનારા તો હાલની કોંગ્રેસને નહેરુવીયન કોંગ્રેસ તરીકે ઓળખાવવામાં તો કોંગ્રેસનું ગૌરવ થયેલું જ સમજશે.

 • samir dholakia says:

  Madhok in ’71 and Mayawati/Congress etc are just sore loosers. They can not accept defeat or they are diverting attention from responsibility of defeat. It is almost impossible for a nation and number of voters.it is impossible to rig election. 1 or 20 seats can be rigged but not 525 !

 • pragnajuvyas says:

  ઇવીએમ હેક કરીને ચૂંટણી જીતી શકાય ખરી?!
  પ્રશ્નનો ઉતર ના હોય
  પણ
  લોકશાહીમા પારદર્શિતાની કસોટી કરવા જેને
  જેને શંકા હોય તેને ટેસ્ત કરવા દેવા જરુરી

 • Mansukhlal Gandhi says:

  ઇવીએમ હેક કરીને ચૂંટણી જીતી શકાય ખરી?!
  પ્રશ્નનો ઉત્તર નાજ હોય…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME