-ઈશાન કોઠારી

મોટા ભાગના સૌનો દિવસ સવારથી શરૂ થતો હોય છે. આમાં ઘણી પ્રવૃત્તિઓ એવી હોય છે કે જે ફક્ત સવારે જ થતી હોય. એ જ રીતે કેટલાક વ્યવસાય પણ માત્ર સવાર પૂરતા જ જોવા મળે. સાફસફાઈથી લઈને બીજી ઘણી બાબતોનું મહત્ત્વ સવાર સાથે સંકળાયેલું છે. આ બધું વિચાર્યા પછી અમે એક દિવસ વહેલી સવારે બહાર નીકળવાનું નક્કી કર્યું. પપ્પા અને હું બન્ને સવારે છ વાગ્યે જાગીને નીકળી પડ્યા. અમારી પોતાની સવાર આટલી વહેલી ભાગ્યે જ પડતી હોય. તેથી ઘણા બધાં દૃશ્યો અમારા માટે પણ નવાં હતાં.

અહીં મેં કેટલાક એવા ફોટા મૂક્યા છે કે જે વ્યક્તિ કે દૃશ્ય ફક્ત ને ફક્ત સવારે જ જોવા મળતાં હોય.

 

સવારે ઠેકઠેકાણે દૂધનાં આવાં ક્રેટ થપ્પાબંધ ગોઠવાયેલાં જોવા મળે. પણ સાડા સાત આઠ સુધીમાં એ અદૃશ્ય થઈ ગયેલાં હોય.

 

સૂરજ માથે ચડતાં પહેલાં શક્ય એટલું અંતર પગપાળા કાપી શકાય તેથી મહારાજસાહેબો વહેલી સવારે વિહાર માટે નીકળી પડે છે.

 

બગીચામાં ઘણા લોકો ચાલવા કે હસવા (લાફીંગ ક્લબ) માટે નિયમીત જાય છે. પાછા વળતાં સહેજ રોકાઈને તેઓ સવારે લીંબુનું શરબત પીને તાજા થઈ જાય છે. લીંબુનું શરબત વહેંચતા આ બહેનની ‘દુકાન’ પણ માત્ર દોઢ બે કલાક પૂરતી હોય છે.

 

મોટી દુકાન હોય કે નાની લારી, તેને શરૂ કરતાં પહેલાં સાફસફાઈ જરૂર કરવી પડે.

 

‘ચલતા ભલા’ ગણાતા સાધુઓ પણ સવારે શાંતીથી બેસીને નાસ્તો કરવો, છાપું વાંચવું જેવાં ‘સંસારી કર્મો’ કરતા જોવા મળે.

 

લારી પર સવારે મળતી ચાની તાજગી ઓર જ હોય છે.

 

એરકન્‍ડિશન્ડ રૂમમાં સૂનાર પડખાં ઘસ્યા કરે એમ બની શકે. ફૂટપાથ પર સૂનાર ભરચક રોડ હોવા છતાં, સામાનને સાથે રાખીને ઘસઘસાટ ઊંઘી શકે છે. આ મહાશય કોણ હશે? કોઈક સરકારી કામે શહેરમાં આવ્યા હશે? ફૂટપાથ પર રાતવાસો કરવાની તૈયારી સાથે જ આવ્યા હશે? આવા સવાલ મનમાં થયા, પણ તેના જવાબ મેળવવા માટે તેમની ઊંઘ બગાડવાનો જીવ ન ચાલ્યો.

 

આવાં સ્થળે દિવસના અન્ય સમયે સાયકલ, સ્કૂટર તો ઠીક, પગે ચાલવાની જગ્યા ન મળે. તેને બદલે સવારે એ સાવ સૂમસામ હોય છે.

 

સવારને અને છાપાને ખાસ સંબંધ છે. છાપું ન આવે ત્યાં સુધી સવાર પડી ન લાગે. છાપું વેચનારા ફેરીયાઓ પણ કલાક બે કલાકમાં બધું વેચીને બીજા કામે લાગી જાય છે.

 

સવારમાં ‘લેફ્ટરાઈટ’ કરવી કેટલીક નોકરીનો હિસ્સો હોય છે.

 

કોઈકને સવારે ઉઠીને, તૈયાર થઈને, ટિફીન લઈને કામે જવાનું હોય છે. તો ઘણાને કામ શોધવા જવાનું હોય છે.

 

તમારી સવાર આમાંથી કોઈના જેવી છે કે અલગ છે?

(શિર્ષક પંક્તિ:બીરેન કોઠારી)


ઈશાન કોઠારીનો સંપર્ક ishankothari1999@gmail.com વીજાણુ સરનામે થઇ શકશે.

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

13 Comments

 • Dipak Dholakia says:

  બહુ જ સર્જનશીલ વિચાર. અભિનંદન. સવારનો અહેસાસ થયો.

 • કેમેરા સરસ ઘૂમ્યો !

 • pragnajuvyas says:

  દિવસભર બીજું જોઈએ શું અમારે,
  તમે યાદ આવો સવારે સવારે.
  સુંદર ફોટઓ માણી નોસ્ટેલજીક યાદ આવી અમારા ગામની
  ના સરનામું પૂછો બહારે બહારે,
  છુપાયો છે એ તો નઝારે નઝારે
  અમે ઘરમાંથી નીકળતા… વહેલી સવારે ઝાકળના ભારથી તો કદી હવાની હળવી લહેર આવતાં વૃક્ષની નીચે કેસરી ડૂંટીવાળા આ મખમલી સફેદ ફૂલો ખરી પડીને આપણા માટે ગાલિચાની જેમ બીછાઈ જાય છે. દૂરથી જ આ પુષ્પોની સુવાસ આહ્લાદદાયક લાગે છે, મન – મગજને મસ્ત બનાવે છે.

 • દાદુ શિકાગો.. says:

  નજરમા તમારી હવે દુનિયા સમાવા માંડી,
  કેમેરો તો એક બહાનુ, પણ હવે તો,
  ખાંખાંખોળા કરવાની પ્રવ્રુત્તિ પણ
  રંંગ લાવવા માંડી…

 • Devendra Desai says:

  Good observation and good photos.
  Thanks for sharing

  Devendra Desai

 • Piyush says:

  અલ્યા ઈશાન! વર્ષોથી ટેવ પડી છે તે મુજબ સવારે બહાર ચાલવા જતો હોઉં છું, આવાં દ્રશ્યો રોજ નજરે પડતાં રહે છે, પણ એમને ભેગાં પરોવી, ગજરો બનાવવાનું તો ક્યારે ય સૂઝ્યું નથી. ચા વાળાના ફોટા સાથે મુકેલી ટિપ્પણી વાંચીને નક્કી કરી લીધું છે કે આવતી કાલે સવારે આવી એકાદ જગ્યાએ જમાવટ કરી ને જ પાછો આવીશ. અભિનંદન, આવા નવતર વિષયવસ્તુ માટે.

 • nayan says:

  ગુજરાતીની નજરે સવાર ની ચહલપહલ…

 • Rajnikumar Pandya says:

  Very fine,speaking pics

 • Rajnikumar Pandya says:

  Very fine speaking pics

 • ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી) says:

  મુંગા પણ બોલતા ને હાલતા ચલતા ચિત્રપટને વિસારી દેતા સચોટ ચિત્રો. ંધન્યવાદ ઈશાનભાઈને.

 • dinesh says:

  excellent subject taken sharp point ………………observation artical

  Congrats !

 • સામાન્ય રીતે દરેક સવારની અનુભૂતિ નવી જ હોય. પરંતુ આજના માનવયુગમાં ક્યાંક ક્યાંક એ નવીનતા જે એક ઢાળમાં ઢળી જાય છે તેની એક આગવી નવીનતા છે છે ઈશાનના કાચની કીકીમાં સ્થિર થઈ ગઈ છે.
  હવે જ્યારે જ્યારે જે જે સવારે આવી એક ઢાળમાં ઢળેલી સવારની નવીનતા જોશું ત્યારે ઈશાનની કાચની કીકિની હાજરીની ખોટ પણ અનુભવશું

 • Neetin Vyas says:

  Hello Ishan,

  Thank you for a nice photo-article. You have told stories through eyes of camera.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME