ગ્રીષ્મ

April 9, 2017

– સુરેશ જાની

                                                           છંદ વસંતતિલકા

                                                         (ગાગાલ ગાલ, લલગા, લલગા લગાગા)

                           – – – – – – – – – – –

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

વૃક્ષો પસારી લીલુડી રમણીય છાયા
શાતા પમાડી સહુને કમનીય ભાસે
વારિ નદી, સર તણાં, સઘળાં વહે છે
નીલાં, રસાળ, મનની તરસો છીપે છે.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

 

સંપર્ક સૂત્રો :-

સુરેશ જાની

નેટજગતનું સરનામું: ‘ગદ્યસૂર’ અને ‘કાવ્યસૂર’નો સમન્વય – સૂરસાધના

· ઇ-પત્રવ્યવહારનું સરનામું:  sbjani2006@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

 • pragnajuvyas says:

  યાદ આવે ૬૦ વર્ષ પહેલા છંદ વસંતતિલકા યાદ રાખવા કાવ્ય પંક્તીઓ યાદ રાખતા જેમકે
  પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા,
  છૂરી વતી જરીક કાતળી એક કાપી;
  ત્યાં સેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
  ને કૈં વિચાર કરતો નર તે ગયો પી
  અને
  રપાની ‘કુરુક્ષેત્ર’
  એવું યુવાન સુણતાં ચમકી ગયો ને
  માતાતણે પગ પડી ઊઠીને કહે છે :
  ‘એ હું જ છું નૃપ, મને કર માફ ! બાઈ !
  એ હું જ છું નૃપ, મને કર માફ ! ઈશ !’અને… અક્ષરો-બંધારણ :
  ત-ભ-જ-જ+ગા-ગા…….તગણ/ભગણ/જગણ/જગણ/ ગા, ગા
  ગ્રીષ્મ
  મજાનું વસંતતિલકા છંદોબદ્ધ કાવ્ય સૉનેટના ફોર્મમાં.
  ૧૪ અક્ષરોનું બંધન બરાબર જળવાયું

  વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
  આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.

  ઉનાળાની શાંત ગતિ અને ભાર ભરેલી ગતિ
  છંદને કારણે અનુભવાય છે, આ બે પંક્તિઓમાં
  શાતાનો ભાવ અને બીજી બન્નેવમાં ગ્રીષ્મનો સોસ.
  ઉનાળો અને જીવન આજ છે શાત કે સોસ,

  સરસ છંદોબધ્ધ કાવ્ય—ધન્યવાદ

 • Anila Patel says:

  Tya dhool door najre udati pade chhe,
  Ne asva upar chadi nar koi aave.

  Bandharan—
  Lekho vasanttilaka ta bha ja ja ga ge.–14 akshar.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME