તન્મય વોરા

image

પરિવર્તન કે પડકાર કે ઝળુંબી રહેલાં જોખમની સામે નકારની સ્થિતિમાં બેસી જવું બહુ સહેલું છે. આવી રહેલાં જોખમથી બચવા શાહમૃગ પોતાનું મોઢું રેતીમાં ખોસી દે છે, તેવી સામાન્યતઃ પ્રચલિત (મહદ અંશે ગલત) માન્યતાને કારણે લોકો આવી મનોદશાને ભાગેડુ (શાહમૃગી) વૃત્તિ કહે છે.

કુટુંબમાં, ટીમમાં કે અગ્રણી સ્થાનો પર આપણે ઘણી વાર મનુષ્યોને પણ શાહમૃગની જેમ વર્તતાં જોઇએ છીએ. દેખીતા પ્રશ્નોને ઝીલી લેવામાં કે મહત્વનાં કોઇ કામને હાથમાં લેવામાં તેઓ ડરે છે. ભય જેમ વધારે, તેમ પોતાની નબળી બાજૂ પણ વધારે ઉઘાડી.

ખાટલે મોટી ખોડ એ કે પ્રશ્નનો સામનો કરવાના ભયમાંને ભયમાં, આપણે તકની સામે પણ આંખો બંધ કરી બેસીએ છીએ.


આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનાં સંપર્ક સૂત્રઃ

· નેટ જગત પર સરનામું : QAspire.com

· ઈ-પત્રવ્યવહારનું સરનામું:tanmay.vora@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

  • શાહમૃગી વૃત્તિને તદ્દન થોડા શબ્દોમાં સરસથી સમજાવી, મિત્ર!
    ભાગેડુ વૃત્તિ, પલાયનવાદ – એસ્કેપિઝમ – આપણી મનોવૃત્તિમાં એવા ચૂપચાપ પરોવાઈ ગયા હોય છે કે આપણને ક્યારેક ખ્યાલ પણ ન આવે…
    આપનું છેલ્લું વાક્ય નોંધનીય છે: પ્રશ્નનો સામનો કરવાના ભયમાંને ભયમાં, આપણે તકની સામે પણ આંખો બંધ કરી બેસીએ છીએ

  • pragnajuvyas says:

    શ્રી તન્મય વોરાની ૧૦૦ શબ્દોની વાત ૨૦ શબ્દોમા…
    અભય થાઓ-પ્રશ્નનો સામનો કરો- તકને ઝડપી લો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME