ડૉ. શીતલ બાદશાહ

થોડા દિવસો પહેલાં ગુજરાતનાં એક પ્રકાશન ગૃહે યોજેલ પારિતોષિક વિતરણ સમારોહમાં હાજર રહેવાનો મને લાભ મળ્યો. એ દિવસે જૂદી જૂદી શ્રેણીઓ હેઠળ અલગ અલગ વ્યાપાર ઉદ્યોગોમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ એકમોનાં સંચાલક મંડળને પારિતોષિક એનાયત થવાનાં હતાં.

આરોગ્યસેવા ઉદ્યોગમાં કાર્ય કરતાં એક અગ્રણી ઉદ્યોગજૂથને પારિતોષિક આપવાની જાહેરાત નિર્ણાયક મંડળ તરફથી કરવામાં આવી. આ પ્રતિષ્ઠિત પારિતોષિક સ્વીકારવા માટે કુટુંબના છ સભ્યો મંચ પર આવ્યાં. તેમનામાંથી બે સભ્યો ઉદ્યોગનાં સંચાલનમાં સક્રિય નહોતાં. પોતાનાં સાહસનાં સંચાલનને આજે જાહેરમાં માન્યતા મળી હતી તેનો દરેકે દરેક સભ્યનાં મોંપર આનંદ અને ગર્વ છવાયેલો હતો. એકમની સંચાલક ટીમનાં કોઇ પણ વ્યાવસાયિક સભ્યની ગેરહાજરી મને થોડી ખૂંચી.

એ પછીનું પારિતોષિક એક બેકરી શૃંખલા ગૃહને અપાયાની જાહેરાત થઈ. એ એકમના મુખિયા, એકમના મુખ્ય સંચાલક અને એકમના મુખ્ય શૅફ પારિતોષિક સ્વીકારવા માટે મંચ પર આવ્યા. શૅફ તેમના પરંપરાગત ગણવેશમાં શોભતા હતા. પારિતોષિક ત્રણેયે સાથી મળીને સ્વીકાર્યું. દેખીતી દૃષ્ટિએ નાની શી આ ચેષ્ટા સંસ્થાના મુખિયાની તેમનાં એકમ અને કર્મચારીગણ માટેની ભાવના માટે બહુ મોટો સંદેશ કહી જતી હતી.

કૌટુંબીક વ્યાપાર ઉદ્યોગમાં કુટુંબના દરેક સભ્યને તેમની ભૂમિકા અદા કરવાનો પૂરતો અવકાશ મળે એ તો એ સાહસના લાંબાગાળાની સફળતા માટે મહત્ત્વનું છે જ. તેટલું જ મહત્ત્વ તેમનાં સહકાર્યકરગણની ભૂમિકાને પણ યથોચિત અવકાશ અને આદર મળે, અને એ અવકાશ અને આદર નાનાથી માંડીને મોટા વ્યવહારોમાં જોવા મળે, તે પણ એકમની લાંબા ગાળાનાં સ્વાસ્થ્ય અને શ્રેયમાટે એટલું જ મહત્ત્વનું છે. બન્નેની ભુમિકા ‘અથવા’ની નહીં પણ ‘અને’ની, એકબીજાંનાં પૂરકની, છે.

મારૂં માનવું છે કે આ વાત, સંસ્થા નાની હોય કે મોટી, દરેક કિસ્સાને સરખી જ લાગૂ પડે છે.

તમારૂં શું માનવું છે?


ડૉ. શીતલ બાદશાહનાં સંપર્કસૂત્રઃ

વેબસાઈટ : Growth Catalyst

વીજાણુ પત્રવ્યવહારઃ Shital@GrowthCatalystIndia.Com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME