વલીભાઈ મુસા

જગ આખાયે વેપારવણજે
સેલ-સેલની બોલબાલા ભાઈ, સેલ-સેલની બોલબાલા!
આંકડાની માયાજાળની મહાજાળ રચે જગતભરના એ *ઊર્ણનાભ!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૧)

વિદેશે જેસી પેની (JC Penny) એટલે જેવા પૈસા,
તો વળી વૈયાકરણે ત્રીપુ એકવચને સીઅર્સ (Sears) નો મતલબ થાયે,
તપાવેલા લોઢે દેવો ડામ!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૨)

ઘરઅંગણિયે બીગ બઝાર (Big Bazar) જ્યાં,
શબ્દકોષે બીગ (Big) નો અર્થ થતો બડાઈખોર!
શોપર્સ સ્ટોપ છતાં, ટ્રોલીઓ ખેંચતા રહે સૌ, ઊભા ના રહે!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૩)

‘બાય સો સો અને ગેટ સો સો ફ્રી’ જેવાં ઝાંઝવાજળશાં.
ગાજર લાકડી મુખ સમીપે લટકે લાલચ થૈ,
પેન્ટાલુને પેન્ટ તરડાતાં સિલાઈએ વાંકા વળતાં!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૪)

દિલ્હી બઝારે ક્રમિક છ તબક્કે ૧૨૦ ટકા ડિસ્કાઉન્ટ!
ના માન્યામાં આવે, પણ હકીકત સામે જોઈ બને સૌ દંગ,
અને છતાંયે ચુકવાતા છવ્વીસાધિક ટકા ગજબ ભયો!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૫)

સેલસેલની અવનવી સ્કીમ સૌ આવે ને જાય,
પણ ઋતુ અને તહેવાર ગમે તે, એક સ્કીમ જે દુનિયાભરમાં એવી પ્રચલિત,
કે કછડો બારે માસ લીલોછમ જ્યમ!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૬)

મુજ વાંચકજન, મુજ શ્રોતાગણ
દશે આંગળીઓ ઘીમાં ફેરવે ત્યમ માથાં ખંજવાળે બેઉ હાથે!
પૂછે એવી તે શી સ્કીમ જે ના સમજાયે!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૭)

વધુ લટકાવ્યા વિણ સીધું ભાખી દઉં:
જાઓ પે એન્ડ યુઝ ટૉઇલેટે, દુનિયાભરમાં વર્ષના ગમે તે દહાડે!
ચૂકવો બિલ બે આંગળીનું ને એક આંગળી મુદ્દલ ફ્રી!
સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૮)

                                                                             *ઊર્ણનાભ = કરોળિયો

# # #

સંપર્કસૂત્રો:
ઈ મેઈલ : Valibhai Musa <musawilliam@gmail.com> || મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુ : William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ || માનવધર્મ – જીવો અને જીવવા દો

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

10 Comments

 • pragnajuvyas says:

  આ તો સ્માઈલનું સેલ !
  રમુજી વ્યંગ કવનના આ શબ્દવ્યાપારમા વ્યાપારનો અર્થ અભિવ્યક્તિ અને મનોવ્યાપાર એટલે મનના વિચારો એમ સમજતા વધુ મઝા આવશે.
  બાયોલોજીના ટીચર કહે છે કે સેલ એટલે શરીરનો કોષ. ફિઝિક્સના ટીચર કહે છે સેલ એટલે બેટરી. ઈકોનોમિક્સના ટીચર કહે છે કે સેલ એટલે વેચાણ.અમને સૌથી વધુ ગમે સ્ટેમ સેલ આધિ વ્યાધી અને ઉપાધિ ત્રણેને દુર કરવાનો અદ્‌ભુત ઉપાય !માનવી શરીરમાં ઉમરને કારણે નુકસાન થયું હોય તેવા અંગોને નવા બનાવવાનું, શરીરમાં થયેલા રોગો ને દુર કરવાનું અને જન્મ જાત ક્ષતિ (વારસાગત રોગો) ની સારવાર કરી ક્ષતિ દૂર કરવાનું ત્રણ પ્રકારનું કામ ‘સ્ટેમસેલ થેરેપી’ની આઘુનિક સારવાર અથવા તો નવા પ્રકારની ‘રી જનરેટીવ મેડીસીન’ કરી શકે છે. સ્ટેમ સેલમાં એવી શક્તિ છે કે નુકસાન થયેલા કે નાશ પામેલા અંગોના કોષો જે નાશ પામ્યા છે તેની જગાએ નવા બનાવાડે, રીપેર કરે અને તેમને જેને કારણે જે તે અંગો પાછા પૂર્વેવત સ્થિતિમાં આવી જાય અને પોતાનું કામ પાછું ફરી કરી શકે. આ રીતે ‘રીજનરેટીવ મેડીસીન’ એક નવા પ્રકારની ઉપચાર પદ્ધતિ છે.
  આવા સેલની માહિતી અમારા સેલ ફોન પર આવે કે કાર્બન અને ટમેટાંના મિશ્રણથી સોલાર સેલ -સેલમા આવ્યો છે!
  પણ સંભાળજો સેલની જ્ગ્યાએ પોલીસે ટિયરગેસના સેલ છોડ્યા છે!
  સેલ રમુજ
  એક જગ્યાએ અંગ્રેજીમા SALE નું બૉર્ડ લગાવેલું.
  તો અંગ્રેજીની એ બી સી ડી શીખતા બાબાભાઇ વાંચે
  સાલે
  અને
  વિચારે આ શું ?

 • Rajnikant Vyas says:

  વાહ વલીભાઇ! સેલનું સમીકરણ સચોટ રીતે આલેખ્યું. મજા આવી ગઇ.

 • Kishor Thakr says:

  સેલની માયાજાળમાં અંજાઈને Thy need is greater than mine (મારી ખરીદવાની જરૂરિયાત કરતા તારી વેચવાની જરૂરિયાત મોટી છે) એ પરોપકાર આપણે અજાણ્યે કરી લેતા હોઈએ છીએ. વલીદાએ છેલ્લે છેલ્લે તો કમાલ કરી ગુરૂનું મૂલ્ય ચૂકવો અને લઘુ ફ્રી- માર્કેટિંગ તો નૈસર્ગિક જરૂરિયાતને પણ નથી છોડતું!

  • આદ. કિશોરભાઈ,
   આપના પ્રતિભાવથી ‘રંગા’ ખુશ હુઆ! સમભાવી મિજાજ એ આનું નામ! મારું આ હાસ્યકાવ્ય મારા પોતાના બ્લોગ ઉપર અને મિત્રોના ‘હાસ્ય દરબાર’ બ્લૉગ ઉપર મુકાયેલું હતું. પ્રતિભાવકો/વાચકોમાંથી કોઈનું ધ્યાન “ચૂકવો બિલ બે આંગળીનું ને એક આંગળી મુદ્દલ ફ્રી!” ઉપર ગયું ન હતું. ક્યાંક મારે મારા પ્રતિભાવમાં ઊઘાડું કરીને દર્શાવવું પડ્યું હતું. ‘Sense of humour’ના રણમાં આપના જેવી આવી વીરડી મળી જાય, ત્યારે સર્જકને કેટલો બધો આનંદ થાય ! આમેય ‘વેબગુર્જરી’ ઉપર કૃતિઓની ગુણવત્તાના પ્રમાણમાં પ્રતિભાવો ઓછા આવવાની હૈયાવરાળ તો છે જ. એ તો લેખની નીચે વાચકોની સંખ્યા દર્શાવાતી હોઈ એટલો તો સંતોષ સર્જક મેળવી શકે છે, અન્યથા કોઈ સર્જક પોતાની સોનાની સાંકળને અમસ્તી પાણીમાં નાખે નહિ ને ! મને લાગે છે કે હોમ પેજના સાઈડ બાર ઉપર ‘મનભાવન પ્રતિભાવ’નું ગાજર લટકાવવામાં આવે તો કદાચ થોડોક ફરક પડે! મુશાયરાઓમાં એટલે જ તો દાદ આપવી જરૂરી ગણાય છે ને !

   • Kishor Thakr says:

    જો ‘રંગા; ખુશ તો ‘બંદા’ રેકગ્નાઈઝ્ડ(recognized). કવિતામાં મારી ચાંચ નથી ડૂબતી એમ મારા સિવાયનાઓને પણ માનવાના વાજબી કારણો છે. પણ કોઈ વાર ચોઘડિયાફેર થઈ જાય અને કવિને અભિપ્રેત હોય એ સીધુસટ સમજાઈ જાય આથી યશ તો ચોઘડિયાને જ આપશો. બીજું મેં લખેલા ગુરૂ -લઘુને કોઈ કાવ્યના છંદના ગુરૂ લઘુ ના સમજી બેસે તેવી આ કાવ્યને અને તેના કવિને શુભકામના

    • અંગ્રેજી શબ્દ ‘Parents’ માં જેમ ‘માતા અને પિતા’ એમ બંને માવતર સમાયેલાં છે, તેવી જ રીતે ‘શંકા’નો ભેગો અર્થ છે ‘ઝાડોપેશાબ’. આ બંનેને અલગ અલગ સમજવા માટે લઘુ અને ગુરુ એવાં વિશેષણો લગાવીને ઘન કચરા કે પ્રવાહી કચરાના નિકાલને ઓળખાવવામાં આવે છે. જાજરૂ માટેનો ભદ્રંભદ્રીય શબ્દ ‘મળત્યાગકોટડી’ મૂકી શકાય. ભાષાવિજ્ઞાન (Linguistic Science) માં ‘જાજરૂ’ શબ્દનો મારા કાલ્પનિક વ્યુત્પત્તિશાસ્ત્ર (etymology) મુજબનો તર્ક એ છે કે ડાર્વિનના મત મુજબ પૂંછડી અને ‘વા’ ઘસાતાં વાનરમાંથી નર બન્યો, તેમ ‘જાજરૂર’ (જરૂર જા, નહિ તો…..)માંથી ‘ર’ ઘસાતાં મારા મતે ‘જાજરૂ’ શબ્દ બન્યો હોવો જોઈએ ! હાહાહા…હાહા..હા.

  • સાચી વાત. છેલ્લી લીટી થોડીક ‘ઓફ બીટ’ છે પણ ..
   નિશાળમાં ટોયલેટની મુલાકાત લેવા સાહેબની પરમીશન લેવા માટે આમ આંગળી ઊંચી કરતા’તા એ યાદ આવી ગયું !

 • બ્લોગરો પણ સેલ કરે છે, વકરો ન મળે કાંઈ.
  વડાં તળાયે પ્રતિભાવનાં, ઘેર કશું ના આવે.

  વલીદા! વાતું છોડી દો સૌ, લખ’વા’જાશે ભાગી.
  કરવા હોય લીટાડા (*)લાંબા, મારી કંઠી બાંધો.

  એક લીટામાં સાઠ કલાક તો ચપટી દેતાં ‘પાસ’ (%)
  સેલ, સેલ ભાઈ સેલ સેલ છે, ‘સુજા’ થડ્ડે સેલ !!
  ———
  * Scratch
  % Time pass

 • દિલ્હી બઝારે ક્રમિક છ તબક્કે ૧૨૦ ટકા ડિસ્કાઉન્ટ!
  ના માન્યામાં આવે, પણ હકીકત સામે જોઈ બને સૌ દંગ,
  અને છતાંયે ચુકવાતા છવ્વીસાધિક ટકા ગજબ ભયો!
  સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (૫)

  ખુલાસો :

  કિંમત રૂ. 100/-

  First Disc. 20% i.e. Net Price Rs. 80/-
  Second Disc. 20% i.e. Net Price Rs.64/-
  Third Disc. 20% i.e. Net Price Rs. 51.20
  Fourth Disc. 20% i.e. Net Price Rs. 49.96
  Fifth Disc. 20% i.e. Net Price Rs. 32.77
  Sixth Disc. 20% i.e. Net Price Rs. 26.21

  All the six 20% discounts are on decreasing amounts gradually on various conditions. Here it is said as 20 X 6 = 120% discount in a deceive style as it is never possible in one time 120% discount at a time with the loss of 20%.

 • Sorry! Please correct ‘deceive’ in last line of above comment as ‘deceiving’ or ‘deceptive’ i.e. છેતરામણું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME