સંકલન અને રજૂઆત : અશોક વૈષ્ણવ

આ ગીતો યાદ છે એમ કોઈને પૂછવાની ભાગ્યે જ જરૂર પડે…

પરંતુ, કદાચ ફિલ્મો યાદ ન આવે, થીયેટર (કે ડીવીડી પર) જોયાનું તો શકય ન જ હોય,એટલે તેના સંગીતકારનું નામ જલદી યાદ ન આવે એ સ્વાભાવિક જ કહી શકાય. ૨૫૦થી વધારે ફિલ્મોમાં સંગીત આપનાર, ૨૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર, ૩૯ જેટલી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર અને ૩૦ જેટલી ફિલ્મની પટકથા લખનાર એસ એન (શ્રી નાથ) ત્રિપાઠી – ૧૪ માર્ચ ૧૯૧૩ । ૨૮ માર્ચ ૧૯૮૮ -ની નિયતિએ તેમને હિંદી ફિલ્મ જગતની મુખ્ય ધરીના કલાકાર ન ગણવાનું જ નક્કી કર્યું લાગતું હતું. કદાચ આ કારણસર, તેમનાં ગીતો જેટલાં યાદ છે, તેટલા જ તેઓ વિસરાયેલા છે.

ફિંદી ફિલ્મ જગતમાં તેમણે ૧૯૩૬માં વાયલીનવાદક તરીકે કદમ મૂક્યો. તે પછીથી એ સમયનાં ખ્યાતનામ સંગીતકારા સરસ્વતીદેવીના તેઓ સહાયક પણ બન્યા. ૧૯૩૬ની જ ફિલ્મ ‘જીવન નૈયા’માં તેમણે પહેલવહેલું ગીત – અરે દૈયા લચક લચક ચલો- ગાયું, જેને પર્દા પર અશોક કુમારે અભિનિત કર્યું હતું. અશોક કુમારની પણ આ પહેલી જ ફિલ્મ હતી. ૧૯૩૬માં જ તેમને સ્વતંત્ર સંગીતકાર તરીકે તક પણ મળી. કમનસીબે એ ફિલ્મ – ‘ચંદન’ – રજૂ થઈ છેક ૧૯૪૧માં.

નન્હા સા દિલ દેતી હૂં – ચંદન (૧૯૪૧) – રાજકુમારી, એસ એન ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

આજના અંકમાં આપણે એસ એન ત્રિપાઠીએ રચેલાં ૧૯૫૦ સુધીની ફિલ્મોનાં કેટલાંક ગીતોને યાદ કરીશું.

એસ એન ત્રિપાઠીને ૧૯૪૩ની ફિલ્મ ‘પનઘટ’ દ્વારા પોતાની આગવી પહેચાન મળી.

પનઘટકે ઘાયલોંકા પનઘટ હી ઠિકાના – પનઘટ (૧૯૪૩) – એસ એન ત્રિપાઠી – ગીતકાર: પંડિત ઈન્દ્ર ચંદ્ર

એસ એન ત્રિપાઠીની બહુઆયામી કળાક્ષમતાની સાબિતીમાટે આ એક ગીત જ પૂરતું બની રહેવું જોઈએ. ‘બાથરૂમ’માં ગવાતાં આ હળવાં ગીતની સુગેય ધુન, દરેક અંતરા માટે તર્જમાં કંઈક વૈવિધ્ય, બહુ જ સ્વાભાવિક અભિનય અને ગીતના ભાવને અદલોઅદલ રજૂ કરતો અવાજ. સફળતામાટે જોઈતાં બધાં ઘટકોની હાજરી જોવા (અનાયાસ જ શ્લેષ!)મળે છે.

આયી બલૂનવાલી આયી રે – આધાર (૧૯૪૫)- ગીતા દત્ત, એસ એન ત્રિપાઠી – ગીતકાર એમ એ રીઝ્વી

આ ગીત ગાયું ત્યારે ગીતા રોય ૧૪ વર્ષનાં જ હતાં

બલૂન (ફુગ્ગા) અને ચરખી (ચકરડી) વેંચવાવાળાનું ગીત આપણે ‘ગીત ગાતાં ગાતાં વેપાર કરવાની મજા‘વિષય પરની શ્રેણી કરી હતી એ વિષયનું મજેદાર ગીત છે.

ઐસે ન હમેં છેડો કુછ સુન લો હમારી – રામાયણી (૧૯૪૫)- રાજકુમારી, પહાદી સન્યાલ

એસ એન ત્રિપાઠીનું સંગીત હોય અને ફિલ્મનું નામ ‘રામયણી’ હોય એટલે ફિલ્મ રામાયણને લગતી હશે એમ માની લેવાની કોઈ ભૂલ કરે તો તે ક્ષમ્ય જ ગણવું પડે !

ગીત સાંભળીએ એટલે ખ્યાલ આવશે કે આ તો હિંદી ફિલ્મોના એક બહુ પ્રિય વિષય – રૂસણાંમનામણાં- પરનું ગીત છે.રાજકુમારીના સ્વરમાં આવું હળવું ગીત સાંભળવું એ એક લ્હાવો છે.

લાજ ભરે.. ઈન નૈનમેં…અધિક સુધા બરસાઓ ના.. – ઉત્તરા અભિમન્યુ (૧૯૪૬) – અશોક કુમાર

અશોક કુમાર અને એસ એન ત્રિપાઠીનું ગઠન ગીતોની રચના સુધીના સંદર્ભમાં ઠીક ઠીક મજબૂત બનતું જણાય છે. એક સંદર્ભ આપણે આ પહેલાં જોયો હતો. તે ઉપરાંત, કહેવાય છે કે ૧૯૩૬ની ‘અછૂત કન્યા’નું બહુ જાણીતું થયેલું દેવીકા રાની અને અશોક કુમારનાં ગીત ‘મૈં બનકી ચિડીયા બન કે બન બન ડોલું રેમાં બન્ને નવાં નિશાળીયાં સમાં ગાયક-અભિતા કલાકારોને ગાયન માટેનો અભ્યાસ એસ એન ત્રિપાઠીએ કરાવ્યો હતો- ફિલ્મનાં સંગીતકાર સરસ્વતીદેવીને સંતોષ થાય એ સ્તર સુધી !

હિંદી ફિલ્મ ગીત કોષ મુજબ પ્રસ્તુત ગીત પર્દા પર (કદાચ)શાહુ મોડક માટે અશોક કુમારે પાર્શ્વ ગાયક તરીકે ગાયું હોય તેમ જણાય છે. અશોક કુમારે માત્ર પાર્શ્વ ગાયક તરીકે કોઈ ગીત ગાયું હોય એ પોતે પણ એક બહુ નોંધપાત્ર ઘટના કહી શકાય.

સોલા સિંગાર મૈં સજાઉંગી…પિયાકો રીજ઼ાઉંગી – પનીહારી (૧૯૪૬)- શાંતા આપ્ટે

આ વિડીયો ક્લિપની શરૂઆતમાં ફિલ્મનું પોસ્ટર જોવા મળે છે, જેમાં બહુ ધડાકાભેર જાહેરાત કરવામાં આવી છે કે ‘આવે છે! નવી શાંતા એક અનોખા રોમાંસમાં!’ આ ભાવને અદલોદલ ચરિતાર્થ કરવા માટેની તક આ ગીતે આપી છે અને સંગીતકાર એસ એન ત્રિપાઠીએ તે બન્ને હાથોથી ઝીલી પણ લીધી છે….

બીત ચલી બરખા ઋત સીતે, સુધ ન મિલી તુમ્હારી – શ્રી રામ ભક્ત હનુમાન (૧૯૪૮)- મુકેશ = ગીતકાર બી ડી મિશ્ર

આ ગીત રામની ભૂમિકામાં પરદા પર ગાઈ રહેલ કલાકાર પૃથ્વીરાજ કપૂરના નાના ભાઈ ત્રિલોક કપૂર છે, પરંતુ તેમની ઓળખ તો ફિલ્મના પર્દા પરના શિવ તરીકે વધારે જાણીતી રહી છે. તે જ રીતે એસ એન ત્રિપાઠી પર ધાર્મિક ફિલ્મોની છાપ ઘુંટાવાની શરૂઆતનો આરંભ થઇ રહ્યો લાગે છે. તેમણે ફિલ્મોમાં કદાચ સૌથી વધારે ભૂમિકાઓ હનુમાનની કરી હશે..!!

ક્યારેક કોઈ સફળતા આગળ જતાં કેવી નડતી હોય છે!

આઓ સખી મંગલ ગાઓ કી શુભ દિન આયે રે – વીર ઘટોત્કચ (૧૯૪૯)- સરોજ, શાંતિ શર્મા – ગીતકાર રમેશ જોશી

આ ગીત ફિલ્માવાયું ત્યારે મીના કુમારી માંડ ૧૬ વર્ષનાં છે !

એક નયા સંસાર સજાઓ, આજ ખુશી કા દિન આયા – રોહિણી રોય, યશવંત ભટ્ટ, સાથીઓ – વીર ઘટોત્કચ ((૧૯૪૯)- ગીતકાર મોતી બી.એ.

આ ગીતના એક (ગુજરાતી) ગાયક યશવંત ભટ્ટ વિષેની પુરક માહિતી અરૂણકુમાર દેશમુખની આ જ ગીત પરની એક પૉસ્ટમાં વાંચવા મળશે.

દશકાના અંતમાં આવેલી ફિલ્મ ‘સૌદામિની’માં એસ એન ત્રિપાઠીને સામાજિક વિષય પરની ફિલ્મ પર કામ કરવાની તક મળી. ફિલ્મનાં ગીતો આજે પણ સાંભળવાં ગમે છે. તે સમયે કેટલાં લોકજીભે ચડ્યાં હશે તે તો જાણ નથી,પરંતુ એસ એન ત્રિપાઠીના સીતારાને જૂદી ચમક બક્ષવામાં આ ગીતો કામયાબ નહીં રહ્યાં હોય એમ લાગે છે.

કાલી કોયલ બોલે મતવલી કોયલ બોલે રે – સૌદામિની (૧૯૫૦) – મોહનતારા તળપડે – ગીતકાર અન્જુમ પીલીભીતી

એસ એન ત્રિપાઠીએ કદાચ ફિલ્મનાં બજેટને ધ્યાનમાં લઇને ગાયકો પસંદ કર્યાં હશે, પણ તેની અસર ગીતનાં માધુર્ય પર પડી નથી એ માટે તેમને મળવો જોઈતો (વાણિજ્યિક) યશ મળ્યો નથી જણાતો.

કાલી કાલી બદલી છાયી સાવનકી રીતુ આયી – સૌદામિની (૧૯૫૦) – ગીતા રોય (દત્ત)

તેમનાં જાણીતાં અને લોકમાનીતાં વીન્ટેજ માધુર્યથી ગીતા રોય ગીતને સજાવે છે.

કાલી ઘટા હટ ગયી ગગનમેં નીકલા ચાંદ હૈ – સૌદામિની (૧૯૫૦)- ચિત્રગુપ્ત

અહીં ચિત્રગુપ્તનું નામ એસ એન ત્રિપાઠીના સહાયકની ભૂમિકામાં નથી લખ્યુ! ચિત્રગુપ્તે આ ગીત બકાયદા પરદા પાછળ ગાયું છે. પોતાના સહયોગીને પોતાની ક્ષમતા રજૂ કરવાની તક આપવાની ભાવનાને મૂર્ત કરવા માટે આ પ્રકારના પ્રયોગો કરવામાટે એસ એન ત્રિપાઠીની હિંમતને દાદ તો દેવી જ પડે!

દુખ દર્દ ભરે દિલકા કહે કિસકો ફસાના – સૌદામિની (૧૯૫૦) – ઉમા દેવી

કરૂણ ભાવનાં ગીત માટે એસ એન ત્રિપાઠીએ ઉમા દેવીના અવાજનો બહુ અસરકારક પ્રયોગ કર્યો છે.

જવાની ચાંદ સલોના ચમકે ઔર છૂપ જાયે – સૌદામિની (૧૯૫૦)- મોહમ્મદ રફી, ઝોહરાબાઈ અંબાલેવાલી, સાથીઓ

બન્ને ગાયકોના શબ્દો જૂદા જૂદા ભાવ વ્યક્ત કરે છે એટલે સંગીતકારે પહેલાં અંતરામાં રફી સાહેબાન શબ્દોને ઝોહરાબાઈએ ગાયેલ મુખડા કરતાં જૂદી રીતે ગવડાવ્યા છે. અંતરાના અંતમાં ઝોહરા પાછાં તેમની મુખડાની રજૂઆતને અપનાવી લે છે.

સૂર્ય દેવ દિનેશ હે મમ બાર બાર પ્રણામ હો – શ્રી ગણેશ મહિમા (૧૯૫૦)

ઉપલ્બધ માહિતી આ ગીત પરદ પાછળ પણ એસ એન ત્રિપાઠીએ જ આ ગીત  ગાયું છે તેની નક્કર પુષ્ટિ નથી કરતી. પરંતુ સૂર્ય્દેવની અર્ચના કરતા રાજવીની ભૂમિકામા એસ એન ત્રિપાઠી ખુદ છે તેથી પરદા પાછળ પણ ગીત તેમણે જ ગાયું હોય એમ માનવું સ્વાભાવિક છે.

આપણા દરેક અંકની સમાપ્તિમાં મોહમ્મદ રફીએ ગાયેલાં ગીત મૂકવાની પરંપરા અનુસાર આજે આપણે મોહમ્મદ રફી અને ગીતા રોય (દત્ત) પહેલવહેલાં યુગલ ગીત તરીકે નોંધાયેલાં, ‘માનસરોવર’ (૧૯૪૬)નાં ગીત જય હિન્દ યે હિન્દકી કહાનીયાં સાંભળીએ

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

12 Comments

 • Bhagwan thavrani says:

  S N Tripathi was greatness personified. Creating such a treasure of music together with directing this many films and acting in such a number of films in JUST ONE LIFE requires a truely colossal personally ! My compliments to Ashokbhai for reminding us of this great music directors forgotten gems as also for reminding all of us that we music lovers have been really forgetful ( if not unkind ! ) to this great artist. Kudos to Ashokbhai !

  • ભાઈશ્રી ભગવાનભાઈ,
   વિસારે પડતાં ગીતોને યાદ કરવવાનું શ્રેય મને આપવા બદલ હું તમારો આભાર તો જરૂર માનું છું, પણ તે સાથે એ પણ સ્વીકારૂ છું કે હું યાદ નથી દેવડાવતો. હું પોતે પણ આ ગીતો પહેલાં સાંભળ્યાં ન હોવાની મારી અધૂરપને પણ પૂરી કરવાની કોશીશ કરૂં છું.

 • vimala says:

  અશોક કુમારનો સ્વર ,નામ ન વાંચયું હોય તો થાય કે જગમોહન તો નહિ?
  “૧૬ વરસની” નહી”૧૬વરસના” મીનાકુમારી કહ્યા વાહ.
  ગ્રામોફોન અને એક આપણા સાથી રેડિયો પર  જ જાણે ઉમાદેવી ગાય રહ્યા છે!
  ચિત્રગુપ્તનો સ્વર અને ગણેશ મંદિરના સ્ક્રીન પર એસ.એન.!!
  રફી સાબ-ગીતા દત્તજી first time together on હિંદ ગૌરવ દર્શન….
  સ્વતઃ સંપુર્ણ ,અલભ્ય ગીતો…
  માણીને એવાતો રંગાય ગયા કે હોળીના રંગોની જરુરત જ નહી.
  આભાર……………….

  • ૧૬ વર્ષની છોકરી માત્રની વાત કરવી હોય તો ‘ની’ લખવામાં સંકોચ ન થાય, પણ મીના કુમારીને આપણે આજે જે સંદર્ભમાં જોઈએ તે સંદર્ભમાં તો તેમને હવે તેમની ૧૬ વર્ષની ઉમરે પણ ‘નાં’ જ કહેવાનું ઉચિત લાગ્યું.
   લેખ ગમ્યો રે બદલ આભાર.

 • vijay joshi says:

  Thanks Ashobhai, for peeling back layers ot time, unwinding the past, and unfolding the memories left behind.

  • મને આ ગીતો સાંભળવાની જેટલી મજા આવી તેટલી જ મજા આપ સૌને પણ આવે છે તેનાથી મારી મજા અનેક ગણી થી જાય છે. આમ મારા તો બન્ને હાથમાં લાડુ જ પરવડે.
   પ્રોત્સાહક પ્રતિભાવ બદલ હાર્દિક આભાર.

 • pragnajuvyas says:

  મા શ્રી અશોક વૈષ્ણવ અને મા શ્રી ત્રિપાઠીજીના અભ્યાસપૂર્ણ મધુરા ગીતોના સંકલન ખૂબ સુંદર

 • Naresh P. Mankad says:

  અશોકભાઈએ ઉત્તમ કક્ષાના સંગીતકારની યાદ તાજી કરાવીને સ્મૃતિને સંગીતમય બનાવી દીધી. એસ. એન. ત્રિપાઠીને વિસરી જાય એવો નગુણો કોઈ સંગીતપ્રેમી ના હોય. મારા સ્મરણમાં તત્કાલ ઝબકે છે સંગીતસમ્રાટ તાનસેનનું યુગલ ગીત: સુધ બિસર ગઈ આજ. રફી અને મન્ના ડે જેવા દિગ્ગજની રજુઆત માટે શું કહી શકાય? શૈલેન્દ્રની ગીત રચના ઉત્કૃષ્ટ છે:

  https://www.youtube.com/shared?ci=zCBWLazADzA

  • એસ એમ ત્રિપાઠીને ભૂલવા મુશ્કેલ છે તે વાત સાચી, પણ કેટલાંક લોકપ્રિય ગીતો સ્વરૂપે જાણીતાં યોગદાન ઉપરાંત પણ તેમનું સંગીત પ્રસરેલ છે, એ વાતને અહીં યાદ કરવાનો આ ઉપક્રમનો મુખ્ય હેતુ છે.

   ‘સુધ બિસર ગઈ આજ’ તેમનાં બહુજાણીતાં ગીતોમાં અગ્રહરોળમાં છે, તેને આજે યાદ કરી આપવા બદલ આભાર.

 • mahesh mmmjoshimahe says:

  A Treasure for music lovers.More for those who love songs of pre/golden era. Congratulations and Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME