દર્શા કીકાણી

આજના માહિતી વિસ્ફોટના સમયમાં માણસ ચારેબાજુ ઊભરતી અને છલકાતી માહિતીમાં એટલો બધો અટવાઈ ગયો છે કે  મૌલિક વિચારવાનું તેણે ઓછું કરી નાખ્યું છે અને મૌલિક લખવાનું તો લગભગ બંધ થઈ ગયું છે. મિત્રો અને સગાસંબંધીઓને પોતાની સાદી પણ આત્મીય ભાષામાં પત્ર લખવાને બદલે તૈયાર  SMS Forwards થી કામ પતાવી દેવાય છે. દાદીમાની રસભરી વાર્તાઓને સ્થાને Facebook  હાજર છે અને રમતગમતને સ્થાને ટીવી કાર્ટૂન અને કોમ્પ્યુટર ગેઈમ્સ આવી ગઈ છે.

આવા સમયમાં જો બાળકને નાનપણથી પોતાના વિચારો પોતાના શબ્દોમાં પ્રગટ કરવા પ્રોત્સાહિત નહીં કરીએ તો મોટો થતાં તે જાતે વિચારવાની ક્ષમતા ગુમાવી બેસશે, બોલીવુડના નાટકીય ડાયલોગ્સથી પોતાની લાગણી જણાવશે તથા કાર્ટૂનપાત્રોની જેમ બિલકુલ કૃત્રિમ મશીન જેવું જીવન જીવશે. એક વિચારવિહીન સમાજની કલ્પના કેટલી ભયજનક છે?

અંગ્રેજી સિવાયની માતૃભાષાના બાળકો આમાં વધુ પરેશાન થાય છે. તેઓ શુદ્ધ અંગ્રેજી બોલવામાં કાચા પડે છે અને માતૃભાષા ઉપરની તેમની હથોટી ગુમાવી બેસે છે. આવી પરિસ્થિતિમાં બાળકોને મૌલિક અને રચનાત્મક લેખન તરફ દોરી જવા જાગૃત નાગરિક તરીકે આ નમ્ર પ્રયાસ છે વાર્તાલેખન સ્પર્ધા! બને તેટલાં વધુ બાળકો આ સ્પર્ધામાં ભાગ લે તે આશયથી શાળાઓ, શિક્ષકો અને વડીલોને વિનંતી કે આ માહિતી બાળકો સુધી પહોંચાડો અને તેમને વાર્તા લખવા પ્રેરો.

આ સ્પર્ધાનાં આયોજકો એવી આશા સેવે છે કે બાળકોનો આ વર્ષનો પ્રતિભાવ એમને આવતાં વર્ષોમાં આ સ્પર્ધા વધુ બાળજૂથો (હિન્દી-અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ, પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ, વિશિષ્ટ વિદ્યાર્થીઓ) સુધી લઈ જવા પ્રેરણા આપશે.

સ્પર્ધામાં ભાગ લેવામાટે પોતાની મૌલિક વાર્તા ૧૪મી ફેબ્રુઆરી, ૨૦૧૭ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૭ સુધીમા પોતપોતાની કૃતિઓ નીચેના સરનામે પહોંચાડવાની રહે છે –

દર્શા કીકાણી: ૧૦, સંજય પાર્ક, સુંદરવન પાછળ,સેટેલાઈટ રોડ, અમદાવાદ ૩૮૦૦૧૫ : ફોનઃ +૯૧ ૯૮૨૫૪ ૮૨ ૯૪૬ : ઈ-મેલઃ   darsha.rajesh@gmail.com

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

2 Comments

  • મોટે ભાગે માતૃભાષાની અર્થહીન ચંત્યા અમારા જેવા,બધું પરવારી બેઠેલાઓને વધારે થાય છે. નવી પેઢી માટે આવું કામ કરનારા બહુ ઓછા હોય છે.
    આ અભિયાન ગમ્યું. ખુબ સફળતા મળે અને આ પ્રક્રિયા ચાલુ રહે તેવી શુભેચ્છા.

  • darsha Kikani says:

    ઘણો ઘણો આભાર, સુરેશભાઈ!

    આ અભિયાનને વેગ મળે તે માટે મારી પોસ્ટ પ્રકાશિત કરવા બદલ આભાર વેબગુર્જરીનો!

1 Trackback or Pingback

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME