રજનીકુમાર પંડ્યા

વારલી કળા એટલે ભારતીય ચિત્રકળાનો એક અદ્‍ભુત પ્રકાર, જેને વારલી નામથી ઓળખાતી એક આદિવાસી પ્રજાએ જન્મ આપ્યો,પણ વારલી પ્રજા એટલે? મુંબઇથી ગુજરાત જતાં 65 કિલોમીટર દૂર ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પરના દહાણુ નજીકના દરીયા કિનારાના કંઇક પહાડી પટ્ટાની અતિ પછાત આદિવાસી વારલી જાતિ. એ કળાના મોટા ભાગના ચાહકોને એ વાતની ખબર નથી અને એમની દશા વિષે જાણવામાં તો લેશમાત્ર પણ રસ નથી.

જો કે મુંબઇના પોશ ગણાતા જુહુ-અંધેરી-સાંતાક્રુઝ અથવા વૉર્ડન રોડ જેવા વિસ્તારોમાં એવા કેટલાક લોકો વસે છે, જેમને સિત્તેર-એંસી કિલોમીટર દૂરનાં જંગલો વચ્ચેનાં નાના નાના ગામોમાં વસતા વારલીઓના ભલામાં રસ છે અને એમના શ્રેય માટે મથી રહ્યા છે. એવા લોકોના બનેલા અને 2007માં સ્થપાયેલા એક ટ્રસ્ટનું નામ છે ‘જીવનગંગા વિકાસ ટ્રસ્ટ[i] અને એના સંસ્થાપકો છે નલિનીબહેન અને રતિલાલ મૂછાળા, ઉપરાંત તેમની સાથે મુંબઈ રહેતાં વિદુષી સન્નારી ઉર્મીબહેન દેસાઇ,(સુપ્રસિધ્ધ સાહિત્યકાર સ્વ.ઘનશ્યામ દેસાઇનાં પત્ની)પણ છે.

 ઉર્મીબહેન દેસાઇ અને રતિલાલ મૂછાળા સાથે લેખક સંસ્થાની મુલાકાતે

ઉર્મીબહેન દેસાઇ અને રતિલાલ મૂછાળા સાથે લેખક સંસ્થાની મુલાકાતે

રતિલાલ મૂછાળા

રતિલાલ મૂછાળા

એ ટ્રસ્ટની વાત કરીએ એ પહેલાં એ સ્પષ્ટ થવું જોઇએ કે ‘ભલું’ એટલે શું ? એમને અન્ન-કપડાં-ઝૂંપડાં જોગવી આપવા એટલું જ? એ બધી અવશ્ય પાયાની જરૂરતો છે. બેશક, એ પ્રાથમિક (પ્રાઇમરી)છે. એના વગર ના ચાલે, પણ કેવળ એટલાથી પણ ના ચાલે. શ્રેય તો એથી વિશેષ કશુંક છે.

જવાબ માટે જેના પર ભવિષ્યકાળ નિર્ભર છે એ વારલીઓની અત્યારે પાંગરી રહેલી પેઢી ઉપર ! એ બાળકોની આખી શ્રેણી નિબીડ અંધકારમાં જન્મી છે. એમને જિંદગીના એમના હકના મળવા જોઈતા અજવાસની કલ્પના જ નથી. એ સવારે એક ટંક જ ખિચડી પામે છે, બીજી વારની ખિચડી માટે બીજી સવારની રાહ એમને જોવાની રહે છે. નાનપણથી જ અંધશ્રધ્ધા. કુરિવાજો અને આદિમકાળના જમાનાનાં અવિચારી બંધનો એમને ઘેરી વળે છે, પોતાના મોટા બાંધવોને એ દારુ પી પીને મરી જતાં નજર સામે જુએ છે ને છતાં એ નરકમાં આળોટતા રોકનાર કોઇ નથી. મોટા થઇને એ લોકો પણ જે પ્રજા પેદા કરશે એમને માટે પણ એ જ નરકવાસ છે. આ સિલસિલાનો છે કોઇ અંત ?

સ્લેટ સાથેનાં વિદ્યાર્થીઓ

સ્લેટ સાથેનાં વિદ્યાર્થીઓ

એનો અંત લાવી શકાય માત્ર અને માત્ર બાળકોની કેળવણી વડે. એકલો ‘શિક્ષણ’ શબ્દ સાંકડો છે. એમાં ભણતર આવે છે, પણ ગણતર નથી આવતું. પણ છતાં એની શરૂઆત બેશક શાળાકીય શિક્ષણથી કરવી પડે. પરંતુ જે બાળકોમાં ભણવાની કોઇ જ તમન્ના પેદા થઇ નથી તેમને શાળાનું નિર્જીવ મકાન શું આકર્ષી શકવાનું ?

 વર્ગમાં ભણવાનું ચાલુ છે

વર્ગમાં ભણવાનું ચાલુ છે

શાળા જીવંત બની ઊઠી

શાળા જીવંત બની ઊઠી

દહાણુ તાલુકામાં આવા વારલી લોકોની ભરપૂર વસ્તી છે, જે તદન આદીમ અવસ્થામાં જીવે છે. આ દહાણુ તાલુકામાં જિલ્લા પરિષદની શાળાઓ નાના નાના ગામોમાં છે. પણ એ બધી શાળાઓ કોઇ સેવાભાવની પ્રતિબધ્ધતા રૂપે નહિં, પણ સરકારી યોજનાઓના યંત્રવત અમલના ફળસ્વરૂપ ઉભી છે. કોઇ અપવાદરૂપ શાળાને બાદ કરતાં એમાં ચાર ભીંતડા અને તૂટ્યાફૂટ્યા બ્લેકબોર્ડ, ક્યાંક જર્જરિત બાંકડા અથવા ક્યાંક તો એટલું પણ નથી. બાળકો માટે શિક્ષણનાં જરૂરી સાધનો. રમકડાં. રમતગમતનાં સાધનો પણ નથી, સ્ટેશનરી નથી,પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા પણ નથી. એમ કહી શકાય કે એવી શાળાઓમાં એ બધા મોટે ભાગે પ્રાણ વગરના પૂતળાં છે.

Scool adopted by the JGV Trust ચિમ્બાવેની જિલ્લા પરિષદની ઉચ્ચ પ્રાથમિક શાળાને ‘દત્તક લીધી’,

એવા ‘પૂતળાંઓ’માં પ્રાણનો સંચાર કરવાનો યજ્ઞ આ જીવનગંગા વિકાસ ટ્રસ્ટ દ્વારા 2007 માં આંરંભાયો. સૌથી પહેલાં એમને દહાણુ તાલુકાના તદ્દન ટચુકડા ગામ નામે ચિમ્બાવેની જિલ્લા પરિષદની ઉચ્ચ પ્રાથમિક શાળાને પોતાની પાંખમાં લીધી. એને ‘દત્તક લીધી’, એટલે કે એની ઘટતી સંભાળ લીધી. એમાં કુલ પાંચ વર્ગખંડોમાં ધોરણ 1 થી 4 ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. (એનું સુફળ એ આવ્યું આજે એ શાળા આખા વિસ્તારની આદર્શ શાળા ગણાય છે અને એમાં ટ્રસ્ટે પૂરી પાડેલી સગવડોના પ્રભાવે કરીને વરસો વરસ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ચાલી.) 2007 માં એ શાળા દત્તક લેવાયા પછી ધીરે ધીરે કરતાં એ પછીના સાત વર્ષોમાં એ તાલુકાની જિલ્લા પરિષદની નારલીપાડા, લિલકપાડા,પ્રભુપાડા, બ્રાહ્મણપાડા, ડોંગરીપાડા, મુસલપાડા, કોલપાડા, વાઘમારપાડા, નાગણકાસ અને પાટિલપાડા જેવા તદન અજાણ્યા અને ઉપેક્ષિત ગામડાઓની શાળાઓને દત્તક લીધી.

પણ દત્તક લીધી એટલે શું?

એના જવાબમાં એમ જ કહી શકાય કે એમના ભણવાની વ્યવસ્થા થોડા વર્ગખંડોનું બનેલું કાચું-પાકું મકાન. બે ચાર શિક્ષકો અને મધ્યાહ્ન ભોજન પૂરું પાડીને જિલ્લા પરિષદ પોતાની ફરજ પૂરી થઇ ગયેલી સમજે છે. પરંતુ એ પછી પણ અનેક અનેક જરૂરતો ઉભી રહે છે, જેના વગર વિદ્યાર્થીઓ સુખેથી ભણી ના શક્યા હોત. એવી જરૂરતો ઉપર આ જીવનગંગા ટ્રસ્ટે ધ્યાન કેન્દ્રિત કર્યું.

એવી કઇ કઇ જરૂરતો હતી ? વિદ્યાર્થીઓને માટેની બેન્ચીસ, યુનિફોર્મ. પુસ્તકો, નોટબુકો, તેને માટેનાં કબાટો, મધ્યાહ્ન ભોજન માટે સ્ટીલના થાળીવાટકા, ચમચા અને ગ્લાસ, શિક્ષકો માટે ટેબલ-ખુરશી, સ્લેટપેન, પેન્સીલ, રબ્બર, અણી કાઢવાનો સંચો, સ્કૂલબેગ ઉપરાંત જળશુધ્ધિકરણ માટેનો આર ઓ પ્લાન્ટ, ઇલેક્ટ્રિક ફિટિંગ્સ, પંખા, ટ્યુબ લાઈટ્સ, શૈક્ષણિક હેતુઓ માટેના ટેલિવિઝન સેટ્સ, શૈક્ષણિક સીડીઓ, રમતગમતનાં અને વ્યાયામનાં સાધનો, ફર્સ્ટ એઇડની કીટ્સ અને કમ્પ્યુટરની પ્રાથમિક તાલીમની જોગવાઇ જેવું પણ આ યાદીમાં ઉમેરી શકાય. જીવનગંગા વિકાસ ટ્રસ્ટે આ મહત્વનું કામ હાથ પર લીધું. કુલ પાંચ જેટલી માધ્યમિક શાળાઓને કમ્પ્યુટર લેબથી સજ્જ કરી અને એના તાલીમાર્થીઓ માટે વિશેષ લાયકાતવાળા શિક્ષકો પણ આપ્યા. જ્યારે સત્તરેસત્તર શાળાઓને બાસ્કેટ બૉલ, કેરમ બૉર્ડ્સ, ફૂટ્બૉલ, વૉલીબૉલ, ક્રિકેટ, બેડમિંગ્ટન, સ્કીપિંગ રૉપ્સ, હૉલાહૂપ, ફ્રીસ્બી જેવાં સ્પૉર્ટ્સના સાધનો સહિત આ બધું ત્યાં પ્રદાન કરવા ઉપરાંત વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિઓમાં રસ લેતા કરવા માટે, એની વિવિધ સ્પર્ધાઓ, ઇનામો અને એવૉર્ડ્સનું પણ આયોજન કર્યું. જે વારલી કોમમાંથી

શ..શ.શ, ચિત્રકામ ચાલુ છે.

શ..શ.શ, ચિત્રકામ ચાલુ છે.

જીવ્યા સોમા જેવા કલાકારો બહાર આવ્યા તેમાં હજુ બીજા કેટલા એવા કલાકારો કારમી ગરીબીની ધૂળ નીચે ઢંકાયેલા પડ્યા હશે. એ વિચાર એમને આવ્યો અને એમણે ચિત્રકામનાં સાધનો બનાવતી ‘કેમલીન’ જેવી કંપનીઓનો સહકાર મેળવ્યો. બ્રાહ્મણપાડા જેવા નાનકડા ગામની શાળામાં આજુબાજુની સોળ જેટલી શાળાઓના 1300 જેટલા વિદ્યાર્થીઓને એકઠા કરીને ચિત્રકળા સ્પર્ધા યોજી અને એ રીતે એમનામાં રહેલી કલાપ્રતિભાને વ્યક્ત થવાની તક આપી. એમના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજ્યા. આ માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે બાજુના મલ્લિનાથ ટેમ્પલ ટ્રસ્ટે પણ વિવિધ પ્રવૃત્તિઓ માટે વિના મુલ્યે જગ્યા વાપરવા આપી. જીવનગંગા વિકાસ ટ્રસ્ટે અનાથ અથવા સિંગલ પેરેન્ટ બાળકોને શિક્ષણ મળે તેની જોગવાઇ પણ કરી. એમના સામૂહિક સ્વાસ્થ્ય ચેકઅપ માટે પણ તબીબી તજજ્ઞોને એમની શાળાઓ સુધી લાવીને સ્વાસ્થ્ય શિબીરો યોજી, બિમાર બાળકોને તબીબી સારવાર અને જરૂર પડ્યે મુંબઇમાં હૉસ્પિટલમાં ભરતી કરાવીને એનો તમામ ખર્ચ ભોગવ્યો.

એક અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શાળાઓના બાળકોને પીવાના શુધ્ધ પાણી માટે જંગી આર ઓ પ્લાન્ટ્સ નાખવાનો. દત્તક લેવાયેલી સત્તરે સત્તર શાળાઓમાં એ કામગીરી હવે સંપન્ન થઇ ચુકી છે. આ શાળાઓની આ રીતે કરાયેલી કાયાપલટ જોઇને તાલુકાની બાકીની 24 શાળાઓએ પણ એ રીતે દત્તક લેવાવા માટે આવેદનપત્રો આપ્યાં. પરંતુ એવો મનસુબો હોવા છતાં એમની માગણી હજુ સંતોષી શકાઇ નથી. કારણ કે એ માટે તો પ્રત્યેક શાળા દીઠ ત્રણથી સાડાત્રણ લાખ વાપરવા પડે. અને એ માટે અત્યારે જોગવાઇ નથી, પરંતુ ટ્રસ્ટને વિશ્વાસ છે કે એ માટે પણ સમાજના શ્રેષ્ઠીઓનો સહયોગ મળી રહેશે. પ્રત્યેક પ્લાંટ માટે પચાસ થી સાઠ હજાર રૂપિયાનો સહયોગ કોઇ આપે તેવી અપેક્ષા રહે છે.


સંપર્ક : બી-19, ઉદધીતરંગ કોટેજ સોસાયટી, જુહુતારા રોડ, હોટેલ જે ડબલ્યુ મેરિઅટની બાજુમાં, જુહુ, મુંબઇ-400 049 / ફોન- +9122 66977302 અને મોબાઇલ +91 98922 36874. અને ઇ મેલ: jgvtrust@gmail.com | વેબ સાઇટ- http://gangamaa.weebly.com/


લેખક સંપર્ક

રજનીકુમાર પંડ્યા : બી-3/ જી.એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રોડ, અમદાવાદ – ૩૮૦ ૦૫૦

મોબાઇલ : +91 98980 15545 /વ્હૉટ્સએપ : + 91 95580 62711/ લેન્ડ લાઇન – +91 79-253 23711

ઈમેલ : rajnikumarp@gmail.com | બ્લૉગ: http://zabkar9.blogspot.com


[i]

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

4 Comments

 • આમને કહેવાય – ખરેખર મૂછાળા.
  બે જગ્યાએ પ્રસાર …

  https://sureshbjani.wordpress.com/2016/09/18/jgv/

  http://evidyalay.net/jgv/

 • અરુણ વાઘેલા says:

  સાહેબજી આદિવાસી બાળકોનું કામ કરનાર અને આ વાત લોકો સુધી પહોચાડનાર રજનીકુમારને અભિનંદન
  અરુણ વાઘેલા

 • pragnaju says:

  દહાણુ નજીકના દરીયા કિનારાના કંઇક પહાડી પટ્ટાની અતિ પછાત આદિવાસી વારલી જાતિની કેળવણીની વાતો સાંભળી
  હતી પણ આજે વિગતે માણી આનંદ થયો.તેઓને ભાવપૂર્વક ગાતા સાંભાવાની મઝા આવી જય ગણપતિ બપ્પા
  बरगड़,कदली, वन,नदी, पहाड़, पशु-पंखी के प्रति समदृष्टि रखनेवाले, कल की चिंता न करनेवाले, दुख को ईश्वर की देन मानकर जीनेवाले, छोटी-सी बात पर झगड़ने और दूसरे दिन भूल जाने वाले, अजनबी का ह्रृदय से स्वागत करने वाले, संबंधों को शादी की हल्दी के समान भारुभार तौलनेवाली इन जनजातियों में भारतीयता लबालब भरी पड़ी है।
  ધન્યવાદ રજનીભાઇ

 • khUB JSUNDAR KARY JIVAN VIKAS NU BHRAT NA PICHHDayel vistar ma aakry ati shram ,himmat ane aarthik rite posibale bnyu teno sau bhavki gujrati ne gauravthay tem chhe ,Dhanyvaad bhagvaan ni kripa hojo .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME