વેબગુર્જરી જણાવતા આનંદ અનુભવે છે કે વેબગુર્જરી દ્વારા પ્રકાશિત ઇ-પુસ્તક શૃંખલામાં આજે અમે ત્રીજું પુસ્તક ‘ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો’ આપની સમક્ષ લાવ્યા છીએ. આ પુસ્તકનું સંપાદન શ્રી.હેમંત પુણેકરે અને ચિત્રસજ્જા તથા રચના શ્રી.અશોક મોઢવાડીયાએ કરી છે. આ પુસ્તક વેબગુર્જરીના “ઇ-પુસ્તકો” વિભાગ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે.

વિમોચન સમારંભનો અહેવાલ (હેમંત પુણેકર દ્વારા):

તારીખઃ- ૨૯ જૂન, ૨૦૧૪ – પુણે.

મુખ્ય અતિથિઃ- શ્રી. વિનય ખત્રી, શ્રી. મૅક્સ બાબી, શ્રીમતી સુશીલાબહેન પુણેકર

ebook_prakashan

કાર્યક્રમની શરૂઆત ૧૧.૪૫ વાગે થઈ. ધાર્યા કરતા સહેજ મોડી શરૂઆત થઈ હોવાને કારણે કાર્યક્રમ બાદ ખાવા માટે મંગાવેલા સમોસા પહેલા જ ખાઈને કાર્યક્રમ શરુ કર્યો. 🙂

કાર્યક્રમની શરૂઆતમાં આ પુસ્તકનું સંપાદન કઈ રીતે થયું એ વિશે થોડી વાત કરી. વેબગુર્જરીની ટૂંકમાં ઓળખાણ આપી અને છેલ્લા એક વર્ષમાં આ કામ કઈ રીતે સંપન્ન થયું એ જણાવ્યું. ત્યારબાદ પુસ્તકની સંપાદકીય નોંધનું વાંચન કર્યું.

એ પછી મારાં દાદી શ્રીમતી સુશીલાબહેન પુણેકર ના હસ્તે પુસ્તકનું વિમોચન કર્યું. તેઓ ૧૯૪૫ સાલમાં વડોદરાની નગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે જોડાયા અને ૩૯ વર્ષની નોકરી બાદ ૧૯૮૪માં આચાર્યપદેથી સેવાનિવૃત્ત થયા. ગુજરાતી એમનો પ્રિય વિષય છે અને મારો ભાષાનો પાયો પાકો કરવામાં એમનો મોટો ફાળો છે એટલે જ આ પુસ્તકનું વિમોચન એમના હસ્તે કર્યું.

hardcopy_prakashan

ઇ-પુસ્તક હોવાને કારણે વિમોચન બે રીતે કર્યું. પ્રથમ લૅપટોપમાં ફાઇલ ખોલીને સૌની સમક્ષ મૂકી અને ત્યારબાદ પુસ્તકની પ્રિન્ટઆઉટ સૌની સમક્ષ મૂકી.

વિમોચન પછી પુસ્તકમાં સમાવેલી પાંચ કવિતાઓનું વાંચન કર્યું.

વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ

સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !

ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.

જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું

ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.

સમારંભમાં વિનય ખત્રી અને મૅક્સ બાબી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા. ફન એન ગ્યાનના સંચાલક વિનયભાઈને બ્લૉગજગતમાં બધા ઓળખે છે. મૅક્સજી મૂળ વડોદરાના અને ઘણા વર્ષોથી પુણેમાં સ્થાયી થયેલા બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા કાવ્યરસિક અને કવિ છે. કવિતા વાંચન બાદ આ બન્ને મુખ્ય મહેમાનોએ વિમોચન વિશે પોતાના મનની વાત ટૂંકમાં જણાવી અને કાર્યક્રમ પૂર્ણ કર્યો.

ફોટોગ્રાફ્સ અને વિડિયોનું કામ વિનયભાઈએ સંભાળી લીધું હતું એમનો ખૂબખૂબ આભાર. ટેકનિકલ સમસ્યાને કારણે કાર્યક્રમના ફક્ત પહેલા નવેક મિનિટ જેટલું રેકૉર્ડિંગ થયેલું છે પણ મુખ્ય વાતો એમાં આવી જાય છે.

‘ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો’ – ઇ-પુસ્તક

Title - WG kavya pushpo - 3

ડાઉનલોડ કરો

સમારોહનો વિડિયો :

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

16 Comments

 • બહુ મોટું કામ થયું છે. કાવ્યોની પસંદગી કરનાર સુયોગ્ય અને વિમોચન કરનાર પણ સુયોગ્ય. વિનયભાઈ અને મૅક્સભાઈનો આભાર.

 • devikadhruva says:

  અભિનંદન..

  ડાઉનલોડ કરવાથી આ પુસ્તક ખુલતું નથી.

 • Web Gurjari says:

  પુસ્તકના વિમોચનનો આ એક સાદો, સરળ ને મનમાં ઊતરી જાય તેવો મજાનો પ્રયોગ થયો છે. વિનયભાઈ આમાં જોડાયા તેનો ખૂબ જ સંતોષ થયો. હેમંતભાઈ ધન્યવાદ સાથે બન્ને વડિલોને મારાં વંદન.

  વેગુના કાર્યક્રમો આવા સાદા ને સૌના બની રહે તેવી આપણી નેમ છે. દરેક મોટા શહેરમાં આવા કાર્યક્રમો, મુલાકાતોનો વીડિયો તથા કાવ્યપઠન જેવા નાના નાના જૂથમાં થાય તેવા કાર્યક્રમો થતા જ રહે તેવી આશા જન્મી છે.

  ફરી સૌનો આભાર. – જુ.

 • Chirag says:

  વેગુના માધ્યમ દ્વારા જે કેટલાક ધ્યેય મનમાં હતાં એમાંથી એક મહત્વપૂર્ણ ધ્યેય હેમંત, અશોકભાઈ, વિનયભાઈ દ્વારા સંપન્ન થયાનો આનંદ છે. સર્વેને અભિનંદન

 • vijay joshi says:

  મારા જેવા નવોદિત કવિની કૃતિ પ્રકાશિત કરવા માટે હેમાંન્ત્ભૈનો અંને વેબ ગુર્જરી બંનેના અનેક આભાર.

 • Ramesh Patel says:

  ‘ વેબ ગુર્જરી’ એક ધ્યેય ને આગવા અંદાજ થકી, સાહિત્યના ખજાનાને સજાવવા યોગદાન દઈ રહી છે. સાહિત્યની ઉત્તમ સૂઝ થકી, તેની સમર્પિત સંપાદકીય સમિતિ કાર્યરત છે. આજે આ ત્રીજી ઈ-બુક ‘કાવ્ય પુષ્પ’ ને નેટ આંગણે રમતી મૂકી,શ્રી અશોકભાઈ અને હેમંતભાઈએ,બ્લોગર મિત્રોને અનેરી ખુશહાલી દઈ દીધી છે. શ્રી વિનયભાઈ..એટલે

  બ્લોગર મિત્રોના જાગતા પ્રહરી અને એક આદર્શને વરેલું વ્યક્તિત્ત્વ.માતૃશ્રીના આશીર્વાદ એ લાખેણો લ્હાવો. આદરણીય જુગલકિશોરજીના આ મીશનને ,એવી જ માતૃભાષાના

  સેવાયજ્ઞમાં જોડાયેલી ટીમ..અને લ્હાવો અમારો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન..સાચે જ કાવ્યોની મહેક પુષ્પ જેવી જ છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 • Shruti Oza-Rahurkar says:

  best wishes

 • sapana53 says:

  શ્રી વિનયભાઈ ખત્રી અને હેમંતભાઈ આપના ઈ સંગ્રહ માટે ખૂબ ખૂબ અભિનંદન..આ સંગ્રહમાં મારઇ ગઝલ લેવા માટે આપની ખૂબ ખૂબ આભારી છું..એક રમતું સપનું પૂરું થયું છે..આભાર!!

 • આનંદ…સૌનો આભાર

 • આનંદ…પુષ્તક ખુલતુ નથી..

 • કુણાલ says:

  Many congratulations to all. I wish I could come Hemantbhai !

 • Dhaval Shah says:

  Great Job ! Keep up the good work !

 • મારી ગઝલનો આપના સંપાદનમાં સમાવેશ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. દરેક રચનાનું એક અલાયદું જ કિસ્મત હોય છે …કઈ રચના કયાં કયારે કયા રસ્તે પહોંચી જશે એ કોઇ કહી શકતું નથી. બહુ જ મથામણ પછી લખાયેલી ગઝલો લોકોના ધ્યાનમાં નથી આવતી અને સહજ જ લખાઈ ગયેલી રચનાઓ આમ આવા સરસ મજાના કવિમિત્રોની સાથે મજાના ઇપુસ્તકમાં છપાઈ જાય છે. આ પરથી એક વાત જ ખ્યાલ આવી કે લખ્યાં કરો બસ, સારી વાત લોકોના ધ્યાનમાં આવી જ જશે..કદાચ થોડું મોડું વહેલું થઈ શકે બસ.

 • સૌ પ્રથમ તો વેબગુર્જરીના વિદ્વાન પ્રમુખ સાહેબા સમેત સઘળા સંપાદક મંડળનો આભાર કે આવા સુંદર કાર્યોમાં સામેલ થવાની મને પણ તક આપે છે. ભાઈશ્રી હેમંતજી સ્વયં સિદ્ધહસ્ત સર્જક હોય તેમણે પસંદ કરેલી કૃત્તિઓ જ એટલી સ_રસ હતી કે મારા જેવા, કાવ્યશાસ્ત્રનાં સમૂળગા અજ્ઞાની, જીવને પણ એ રચનાઓ પર આંખ ફેરવતા જાણે રચનાઓ ચિત્ર સ્વરૂપે નજર સામે તરવરવા લાગી. (આમ તો આ યશ એ ઉત્તમ રચનાઓના સર્જકોને જ જાય છે.) અને મેં તો મારા અંતઃચક્ષુ સમક્ષ જે ચિત્ર તરવર્યું એને લગભગ લગભગ મળતું આવે એવું ચિત્ર દરેક રચના સાથે જોડ્યું. આમાં રચના અને ચિત્ર વચ્ચે જ્યાં કોઈને અસંબંધતા દેખાઈ હોય તે ક્ષતિ મારી સમજણની છે. સર્જક કે સંપાદકની નહિ. મેં વેગુના વડીલોને જણાવ્યું જ છે કે ક્યારેક સર્જનોના આવા સમન્વય પર પણ એકાદ ચર્ચાનું આયોજન કરે. (જેમાં માત્ર વખાણ નહિ, પોતપોતાની નજરે જ્યાં કોઈ ક્ષતિ જણાતી હોય, આથી પણ વધુ સારૂં કાર્ય થઈ શકવાની શક્યતાઓ જણાતી હોય, તેનો નિઃસંકોચ ઉલ્લેખ પણ કરાય.) મને આશા છે કે આગળ ઉપર વેગુ પાસેથી આપણને આવા નાવિન્યસભર પ્રયોગો પણ મળશે જ. (વેબગુર્જરી આપણાં સૌનું છે, અને આ પ્રકારે ઘણી બાબતોમાં તેના દ્વારા પહેલ કરાઈ જ છે.)

  ફરી એક વખત, વેગુ, પુસ્તકનાં સંપાદકશ્રી અને એમાં રહેલી ઉત્તમોત્તમ રચનાઓનાં સર્જકો, સૌનો હાર્દિક આભાર અને ધન્યવાદ. આગળ ઉપર પણ વેગુ મને આવા કાર્યોમાં સહભાગી થવાને લાયક સમજે એવી અભ્યર્થના.

 • Hemantbhai……congratulations….and thanks a lot…for considering my poem…I will be highly oblidged if you can send me a copy……
  Dr. J. K. Nanavati
  Nanavati hospital
  Fulwadi road
  Jetpur..D.Rajkot..gujrat

 • Web Gurjari says:

  By mail, with pleasure. Thanks.

2 Trackbacks / Pingbacks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME