મુર્તઝા પટેલ

પાછલા વર્ષમાં ટૅકનોલૉજી ક્ષેત્રે થતી નાની-મોટી ઘટનાઓ પછી એવી ઘણી ટૅકનોક્રેટ કંપનીઓ પોતાની રીતે ‘જોશ’માં ભવિષ્યવાણીઓ ઠપકારતી રહે છે. મારું એવું માનવું છે કે તે સૌ કોઈકને કોઈ રીતે એમના પ્રોજેક્ટસને આમ કહી ધક્કો મારવા માંગતા પણ હોય…

ખૈર, પીટર ડ્રકર નામના ટૅકનો-મૅનેજમૅન્ટ ગુરુએ સરળ વાક્યમાં કીધું છે. “ભવિષ્ય અત્યારે જ છે.  હા, ‘કાલ કોણે દીઠી છે?’ એવું માની ઘણીયે કંપનીઓ ભવિષ્યને વર્તમાનમાં ફેરવતી રહી છે. લ્યો ત્યારે, એમના કેટલાંક કથનનું થોડું પઠન આજે કરીએ અને તેની ‘અન્ડર’ રહેલી બાબતને વધારે પકડીએ.

જરૂરી એટલા માટે છે કે…તન, મન અને ધનનો વહીવટ વિકસાવવા માટે ‘સમય કે સાથ ચલો’ સૂત્ર અપનાવતાં રહેવાની જરૂર છે જ. આ પ્રકારની બાબતો વેપાર કે કેરિયરમાં મોટીવેશનલ ફેક્ટર તો પૂરું પાડે જ છે. સાથે એવી તકો ખોલી આપે છે જેની રોજિંદા જીવનમાં ખૂબ જરૂર છે.

જેમ કે, એવા દિવસો આવી રહ્યા છે જ્યારે….

 1. મોબાઇલનું વર્ચસ્વ નહિ રહે. (કેમ કે મોટા ભાગની દરેક વસ્તુ ખુદ મોબાઇલ બની જશે). હાલમાં આપણે મોબાઇલનું ધ્યાન રાખીએ છીએ, હવે પછીથી એ આપણું ધ્યાન રાખશે. (પછી પોતાની નમકહલાલી (વફાદારી) બતાવશે.)
 2. સાયકલને સૌથી મજાની અને ઇજ્જતદાર રમત તરીકે જોવામાં આવશે. (શાંતમ્! હાલમાં એનું રીસાયક્લિંગ થઈ રહ્યું છે.)
 3. દરેક ધંધા-વેપાર દરરોજ એક નવીજ દિશા (અને દશા) સાથે રી-લોન્ચ થતા રહેશે. (ગઈકાલનો ‘ગ્રાહક’ પણ એક નવા ‘ક્લાયન્ટ’ તરીકે જ ગણાશે.)
 4. વેપાર અને રોજગારમાં એક નવું ડિજીટલ નાણું (કરન્સી) દાખલ થશે. જે માત્ર નંબરને આધારે જોવા મળશે
 5. પોતાનો કિંમતી (અને પવિત્ર?!?!) મત આપવા માટે પૈસાનો ઉપયોગ થશે.
 6. નેટ પર વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ ઓળખ એકસાથે સ્થાપિત થશે. (ચકાભાઈ હવે ગલીના છેડે આવેલા પાનના ગલ્લેથી નીકળી લંડનની કે તાસ્માનિયાની ગલીઓમાં પણ ફેમસ થશે)
 7. ઘણી એવી વસ્તુઓ ખૂબ ઓછાં રિસોર્સિસથી તૈયાર થતી જશે. (એક નવા ઓપ અને રંગરૂપ સાથે) વળી ઘરબેઠે ખુદના ગેજેટ્સ તૈયાર કરી શકાશે.
 8. કૉફીમશીન, વોશિંગમશીન, રેફ્રિજરેટર જેવાં ઉપકરણો માણસું સાથે (ને આળસુઓ સાથે પણ) ડિજીટલ વાતો કરશે.
 9. આપણો નાનકડો નેશનલ ધંધો પણ…ઇન્ટરનેશનલ કહેવાશે. (દેશી અને વિદેશીનું સંલગ્ન)
 10. હાલમાં બાળકો જે પ્રકારનું સ્વપ્ન જોઈ રહ્યાં છે તે એમને જન્મતાંની સાથે જ મળેલું હશે. (ઓલરેડી સાકાર થયેલું સ્વપ્ન)
 11. દરેક કંપની એક વ્યક્તિ/ બ્રાન્ડની જેમ ઓળખાશે. અને કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતી વ્યક્તિ તેને જે ગમશે એ કરશે….(નહિ કે તેના બોસે જે ધાર્યું છે તે.)
 12. ઇંટરનેટની દુનિયામાં ડિજીટલ માલિકી દૂર થઈ જશે. (વહીવટ કોણ અને ક્યાંથી કરતું હશે તેની ચિંતા બહુ નહિ રહે.)
 13. અને…..આવી જ રીતે અવનવાં બીજાં કથનો પણ ઉમેરાતાં જશે અને આપણને એનું અપડેટ થયા પહેલાં જ મળી જશે.

 શ્રી મુર્તઝા પટેલનાં સંપર્કસૂત્રોઃ

નેટજગતનાં સરનામાં :

Print Friendly
Facebooktwittergoogle_plusredditpinterestlinkedinmailFacebooktwittergoogle_plusredditpinterestlinkedinmailby feather

1 Comment

 • pragnaju says:

  ભુવન એ ખરેખર તો ભારતીય અવકાશી સંસ્થા ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલું સોફ્ટવેર છે. જે જમીનની સપાટીને ત્રી-પરિમાણીય (૩ડી) સ્વરૂપમાં દર્શાવે છે. જોકે આ સોફ્ટવેર માત્ર ભારતીય પ્રદેશોને જ દર્શાવે છે. તેનું બીટા વર્જન ૧૨ ઓગસ્ટ ૨૦૦૯માં જ રજુ કરી દેવાયું હતું.

  જેની અંદર ઘણા યુનિક ફ્યુચર્સ પણ છે. સાથે સાથે બે પસ્થળ વચ્ચેના અંતર માપન માટેની નોર્મલ સીસ્ટમ પણ છે. જોકે સલામતીના કારણોસર કેટલાક સ્થળોને તેમાં દર્શાવવામાં આવ્યા નથી.પણ જૂની થઇ જશે

1 Trackback or Pingback

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered By Indic IME