વિમાસણ : ક્યાં સંઘર્ષ કરવો ? દેશમાં કે વિદેશમાં ?

સમીર ધોળકિયા આ ચર્ચા જે લોકો ગેરકાયદેસર વિદેશમાં જઈને વસવાનો સફળ-નિષ્ફળ પ્રયત્ન કરે છે તેમના માટે છે, જેઓ કાયદેસર રીતે વિદેશમાં વસ્યા હોય તેઓ અહીં રહ્યા હોત તો શું થયું હોત? એમણે પ્રગતિ કરી હોત કે નહિ? કોઈ પણ વ્યકિતની…

સંસ્કૃતિની શોધમાં : ૨૧ : જો પાયે પેશાવર ઉન્હોને જન્નત પા લી

પૂર્વી મોદી મલકાણ હરપ્પાથી આવ્યા બાદ અમે તક્ષિલાને બદલે અચાનક પેશાવર માટે મન બનાવી નાખ્યું. પેશાવર…. ગાંધાર સંસ્કૃતિ સાથે જોડતાં આ શહેરનો ઇતિહાસ અને તેની સંસ્કૃતિનું નામ લેતાં જ આપણને મામા શકુનિ અને માતા ગાંધારીની યાદ આવી જાય છે. પણ…

ટાઈટલ મ્યુઝીક – ૨૧ – એક દિલ સૌ અફસાને (૧૯૬૩)

– બીરેન કોઠારી શંકર-જયકિશનની જોડીએ રાજકપૂર દ્વારા નિર્મિત ફિલ્મોમાં સંગીત આપ્યું, જેમાં તેમની એક વિશેષ શૈલી જોવા (સાંભળવા) મળતી. આ ઉપરાંત રાજ કપૂર મુખ્ય ભૂમિકામાં હોય એવી, ‘આર.કે.’ બેનર સિવાયની પણ અનેક ફિલ્મોમાં તેમનું સંગીત હતું. ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘આશિક’,…

મંજૂ ષા – ૨૮ : થોભો, જુઓ અને આગળ વધો

વિનેશ અંતાણી ટકી રહેવા માટે અટકવું પડે અને અટકવા માટે સમય કાઢવો પડે. વિરામનો આવો સમય સૌથી વધારે ઉત્પાદક હોય છે +      + દર વર્ષે ૩૧મી ડિસેંબરે રાતે બાર વાગે એક સાલને થંભી જવું પડે છે. અટકવું જ પડે, નહીંતર…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૧૬

નયના પટેલ, લેસ્ટર, યુકે પ્રિય દેવી, દુઃખનું પક્ષી માથા પર બેસે તો એને માળો બાંધવા ન દેવાય એ વાત ખૂબ ગમી. એજ રીતે પ્રલોભનોમાં લપસી પડતાં લોકો માટે તેં યોજેલી મેનકા અને વિશ્વામિત્રની ઉપમા ખુબ જ સ-રસ લાગી. એટલે હવે…

ઈશ્વર વિશે એક કવિતા

વિવેક મનહર ટેલર આંબાના ઝાડને અઢેલીને હું કવિતા લખવા બેઠો છું. મારે આજે ઇશ્વરની કવિતા કરવી છે પણ મને ઇશ્વર ક્યાંય નજરે જ ચડતો નથી. કૃષ્ણ? એણે સગા મામાને માર્યા અને મામાના સગાંઓને પણ. એણે ધાર્યું હોત તો એ દુર્યોધનને…

શૈલેન્દ્રનાં સલીલ ચૌધરીએ સંગીતબધ્ધ કરેલાં હિંદી ફિલ્મ ગીતો – ૧૯૫૬

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ સલીલ ચૌધરી (જન્મ: ૧૯-૧૧-૧૯૨૫ / અવસાન: ૫-૯-૧૯૯૫) અને શૈલેન્દ્ર (જન્મ: ૩૦-૯-૧૯૨૩ / અવસાન: ૧૪-૧૨-૧૯૬૬)બન્ને પોતપોતાનાં ક્ષેત્રમાં જેટલા સર્જનશીલ હતા, એટલા જ પોતપોતાની રીતે મૌલિક પણ હતા. વળી શૈલેન્દ્રને તો કોઈ એક સીચ્યુએશન પર ધુન આપવામાં…

‘દુનિયા’ને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા ‘દુનિયા’ના સંદર્ભમાં કેટલાય ફિલ્મીગીતો આપણને જોવા મળે છે. જેમાં મોટાભાગના ગીતો સર્જનહારને ઉદ્દેશીને ફરિયાદરૂપે જોવા મળશે જ્યારે કેટલાક અન્ય સંદર્ભમાં. આવા ગીતોમાં શરૂંઆતમાં જોઈએ ૧૯૫૦ની ફિલ્મ ‘બાવરે નૈન’નું ગીત. तेरी दुनिया में दिल लगता नहीँ, वापस बुला ले…

૧૦૦ શબ્દોમાં: હવામાન કદી ખરાબ નથી હોતું

– તન્મય વોરા એક નિવૃત હવામાનશાસ્ત્રીને કોઈએ પૂછ્યું, ‘આવતી કાલે હવામાન કેવું હશે?’ ચહેરાની કરચલીના સળમાંથી નીપજતાં, સાનુભવ, મંદ મંદ, સ્મિત સાથે તેમણે, તત્ક્ષણ, જવાબ આપ્યો, ‘બસ, મને ગમતું હોય એવું હશે. પ્રશ્ન પૂછનારે હવે સાશ્ચર્ય પૂછ્યું, ‘ તમને કેમ…

૧૦૦ શબ્દોની વાત : શુભ યાત્રાની શુભેચ્છા

ઉત્પલ વૈષ્ણવ સંભાવનાએ મને કહ્યું, ‘આજે નવશરૂઆતનો મહત્ત્વનો દિવસ છે. ખુલ્લું આકાશ તારી ઊડાનની રાહ જૂએ છે. જા અને આકાશમાં છવાઈ જા.’ જવાબમાં મેં કહ્યું, ‘એ નવું આકાશ મારાં સ્વપ્નમાં આવ્યું હતું, અને કહેતું હતું કે હું છું માટે તારે…

ફિર દેખો યારોં : વાત એક શાળાકલ્પની

– બીરેન કોઠારી કોઈ સરકારી શાળા મરણપથારીએ પડેલી હોય એ સમાચાર હવે નવા નથી ગણાતા, બલ્કે એ માહિતી હવે સમાચાર સુદ્ધાં નથી ગણાતી. પણ મરણપથારીએ પડેલી સરકારી શાળાને નવજીવન મળે તો એ અવશ્ય સમાચાર ગણાય. શિક્ષણના વરવા ખાનગીકરણ પછી વિદ્યાર્થીઓને…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ૨૧: ૧૯૧૬થી ૧૯૩૫: ચંપારણ સત્યાગ્રહ (૩)

દીપક ધોળકિયા આપણે ફરી ગાંધીજીની પ્રવૃત્તિઓ તરફ વળીએ. આના માટે આપણે ૧૯મા પ્રકરણ સાથે અનુસંધાન સાધવું પડશે. આપણે જોયું કે ગાંધીજીને બિહાર છોડી જવાનો હુકમ અપાયો હતો, તેનો એમણે અનાદર કર્યો અને કોર્ટમાં એ કબૂલી પણ લીધું. એમને જજે અંગત…

(૭૭) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન -૨૩ (આંશિક ભાગ – ૨)

– મિર્ઝા ગ઼ાલિબ વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર) નુક્તા-ચીં હૈ ગ઼મ-એ-દિલ (શેર ૪ થી ૬) આંશિક ભાગ – ૧ થી  આગળ ગ઼ૈર ફિરતા હૈ લિએ યૂઁ તિરે ખ઼ત કો કિ અગર કોઈ પૂછે કિ યે ક્યા હૈ તો છુપાએ ન…

આપણો કલાત્મક વારસો-આપણી સંસ્કૃતિ : ઉત્કૃષ્ટ સ્થાપત્યનો નમૂનો રાણકપુર તીર્થ

આલેખન – રાજુલ કૌશિક ઝીણી ઝીણી કોતરણીથી લગભગ ૪૦ ફૂટ ઊંચા સ્તંભો, વચ્ચે વચ્ચે મોતીઓની માળાઓની જેમ લટકતાં સુંદર તોરણો, ગુંબજમાં જડેલ પૂતળીઓ અને સુંદર કોતરણીયુક્ત લોલકથી શોભિતગુંબજ દર્શકોને મુગ્ધ કરી દે છે. ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય…

ગઝલાવલોકન – ૧૮ – લગાવ એવા કહો કેવા?

સુરેશ જાની લગાવ એવા, કહો કેવા, કે વારંવાર ધક્કા દે?અરે, લાગ્યું ન લાગ્યું દિલ ને પારાવાર ઝટકા દે! પડો,વાગે, ને નીકળે લોહી, ઊંડો ઘા ઘણો ચચરે,પછી થોડા, સમજ કેરા મલમના એ લસરકા દે. પરોવાયા સમયની સોય ને શ્વાસોના દોરે જીવ,ગજબનું…

વાંચનમાંથી ટાંચણ : અલગારી રખડપટ્ટી

સુરેશ જાની ફરવા જવાનું તો સૌને ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’ પણ કોઈક એવા પણ…

લ્યો, આ ચીંધી આંગળી : વો છોડ ચલે હૈ મહેફિલ કો, યાદ આયે કભી યું બુલા લેના..

-રજનીકુમાર પંડ્યા સાઠ-બાસઠ વર્ષની આ લેખન કારકિર્દીના લાંબા ગાળા દરમ્યાન વાચકોના સારા-નરસા અનેક કાગળો આવ્યા હોય, એમાં કોઇ ફુલાવા જેવું નથી. લેખના શબ્દો ઘરના કાગળ કે કમ્પ્યુટરમાં પૂરાઇ રહ્યા હોય ત્યાં સુધી લેખકના, પણ એક વાર શ્રાવ્ય કે દૃશ્ય માધ્યમની…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં ૧૫…

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ. પ્રિય નીના, સમય કેવો ઉડે છે? જોતજોતામાં તો આ મહિને,આ દેશમાં ૩૬ વર્ષ વીતી ગયા!! તારો પત્ર વાંચીને ઊંડા વિચારોમાં ડૂબી જવાયું. તેં વર્ણવેલી ઘટના અતિશય દુઃખકારી છે. એમ લાગે છે કે જીવનની પાયાની સમજણ…

‘આરએસવીપી’(RSVP)!

ચીમન પટેલ ‘ચમન’ લગ્નની કંકોતરી લખવાનો જેને ત્યાં પ્રસંગ આવ્યો છે એને જ પૂછો કે ‘આરએસવીપી’ના કડવા-મીઠા અનુભવો કેવા થયા છે ! ‘આરએસવીપી’ નું કાર્ડ ભરી મોકલનારને ટિકિટ ચોટાડવાની ચિંતા નથી, કે સામાવાળાનું શિરનામું કરવાની માથાકૂટ નથી છતાં એમની ન…

હુસ્ન પહાડી કા – ૧૭ – લક્ષ્મીકાંત પ્યારેલાલ અને એમના પહાડીની વાત

– ભગવાન થાવરાણી પનોતી પુણ્યશાળી આ પહાડીનો ઋણી છું હું કે વીતેલા જનમ સાથે મને નિત સાંકળે છે એ .. સાપેક્ષવાદ કેવળ વિજ્ઞાનનો વિષય નથી. સંગીતમાં પણ છે. પચાસેકની વયના એક ભાઈ સાથે વાત થઈ. એમને ક્યાંકથી બાતમી મળેલી કે…

વિજ્ઞાન જગત : પૃથ્વીની તબિયત કેવી છે ? – જુઓ બેરોમિટર સમા ચંદ્રને

ડૉ. જે જે રાવલ       સાભાર સ્વીકાર ‘જન્મભૂમિ પ્રવાસી’ની ‘મધુવન’ પૂર્તિમાં ડૉ. જે જે રાવલની નિયમિત કટારમાં ૨૭-૧૦-૨૦૧૯ના રોજ પ્રકાશિત થયેલ. સંપાદકીય નોંધઃ મૂળ લેખની ‘જન્મભૂમિ’ની વેબસાઈટ પરથી સીધી જ લીધેલ ઈમેજની ગુણવત્તાને કારણે અક્ષરો વાંચવામાં થોડી મુશ્કેલી…

સાયન્સ ફેર : ઇન્ફ્રાસાઉન્ડ ચક્રવાત વિષે આગોતરી ચેતવણી આપશે.

જ્વલંત નાયક થોડા સમય પહેલાં પોરબંદર નજીકના એક ગામે બનેલી અજાયબ ઘટના ઘટી હતી, જેમાં હળવા ચક્રવાતને કારણે તળાવનું પાણી ઘૂમરી ખાતું વાદળા સુધી પહોંચ્યું હતું. હવે વિચારો કે હળવો ચક્રવાત પાણીના વજનદાર જથ્થાને હવામાં આટલે ઉંચે સુધી પહોંચાડી શકતો…

ફિર દેખો યારોં : માણસ તહેવાર માટે કે તહેવાર માણસ માટે?

-બીરેન કોઠારી દિવાળીના તહેવારો નજીક આવે એટલે અમુક અહેવાલો અને તસવીરો નજરે પડવા માંડે. ઘણા સમય સુધી શિવકાશીના ફટાકડાના કારખાનાંમાં કામ કરતા બાળમજૂરોની હથેળીની તસવીરો અખબારોમાં પ્રકાશિત થતી, જે ખૂબ અનુકંપાપ્રેરક હતી. જે ઉત્પાદન સાથે આ પ્રકારની ક્રૂરતા સંકળાયેલી હોય…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ ૨૦ – ૧૯૧૬થી ૧૯૩૫:: ચંપારણ સત્યાગ્રહ (૨)

દીપક ધોળકિયા ખેડૂતોની દુર્દશા ચંપારણ આજે પૂર્વ ચંપારણ અને પશ્ચિમ ચંપારણ, એમ બે જિલ્લામાં વહેંચાયેલું છે.પણ સો વર્ષ પહેલાં એ આખો જિલ્લો હતો અને તિરહૂત ડિવીઝનનો ભાગ હતો. હિમાલયની પર્વતમાળાનો સોમેશ્વર તરીકે ઓળખાતો ભાગ નેપાળ અને ભારતને અલગ પાડે છે.…

વીરેશ્વર તથા પોળોનાં મંદિરોના દર્શને

પ્રવીણ શાહ પાંચસોથી હજાર વર્ષ પહેલાંના સમયગાળામાં ગુજરાતના વિજયનગર ગામની નજીક પોળો નામની નગરી વસેલી હતી. અહીં વહેતી હરણાવ નદીના કિનારે એક વાર દાનવીર ભામાશા પસાર થતા હતા ત્યારે અહીંનું સુંદર વાતાવરણ જોઈને ખુશ થઇ ગયા અને અહીં એક જૈન…

ભગવદગીતાનું બંધારણ

– પી. કે. દાવડા ગીતાના ૭૦૦ શ્ર્લોકમાં શું લખ્યું છે એ તો ઘણાં લોકોને ખબર છે, પણ આ ૭૦૦ શ્ર્લોકોમાં નથી લખ્યું, છતાં ગીતાની રચના, એના બંધારણમાંથી પણ ઘણુંબધું જ્ઞાન મળી શકે છે. ગીતાના બંધારણમાંથી અમુક મુદ્દા મારા ધ્યાનમાં આવ્યા…

પુત્ર તરીકેના રામના પાત્રની મારી નજરે મુલ્યાંકન

– વિમલા હીરપરા રામાયણના અમર ને આદરણીય રામના પુત્ર તરીકેના પાત્રની મારી નજરે મુલ્યાંકન કરુ છુ. રામના પાત્રની સૌથી નોંધપાત્ર સિધ્ધી એ એમનો ત્યાગ.પછીએ રાજગાદી હોય કે સીતાનો હોય. એટલુ જ નહિ પણ વાલીના વધ પછી પોતે વિજેતા તરીકે ગાદી…

દીપ જલે જો ભીતર સાજન….

રચયિતાઃ દેવિકા રાહુલ ધ્રુવ. સ્વરાંકન અને સ્વરઃ ભાવના દેસાઈ સંપર્કસૂત્રો :- દેવિકા રાહુલ ધ્રુવ બ્લૉગ https://devikadhruva.wordpress.com/email:   ddhruva1948@yahoo.comPhone ++281 415 5169

બે ગ઼ઝલો

સુરેશ ઝવેરી “બેફિકર”               ગઝલ-૧ એટલે અધ્ધર હજી પણ હું જ છું,બાણશૈયા પર હજી પણ હું જ છું. કંટકોને થાપ આપીને સતત,ફૂલમાં અત્તર હજી પણ હું જ છું. એટલે ટટ્ટાર ચાલો છો તમે,પ્રેમમાં પગભર હજી પણ હું જ છું. એમની…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં.૧૪

નયના પટેલ, લેસ્ટર, યુકે. પ્રિય દેવી, ઘણા સમયથી લખવાની  અંતઃપ્રેરણા ન્હોતી મળતી અને આ પત્રશ્રેણીના વિચારે મને ઢંઢોળી છે. ન જાણે સ્મૃતિના કંઈ કેટલાયે પડળો ખૂલી રહ્યાં છે. ચાલ તારા પત્ર તરફ વળું. તારે જેમ ‘વન દો’ નું થયું હતું…

પ્રથમ હરોળના અભિનેતાઓ માટેનાં મન્નાડેનાં ગીતો [૬]

મન્ના ડેએ ફિલ્મના નાયક માટે ગાયેલાં ગીતોની આપણી સફરમાં આપણે તેમણે ગાયેલાં દિલીપકુમાર, દેવ આનંદ, રાજ કપૂર, અશોક કુમાર, બલરાજ સાહની, ડેવીડ અબ્રાહમ, ભારત ભુષણ, કિશોર કુમાર, શમ્મી કપૂર, ગુરુ દત્ત , રાજ કુમાર અને રાજેન્દ્ર કુમાર, પ્રેમ નાથ, પ્રદીપ…

રાતને લગતાં ફિલ્મીગીતો

નિરંજન મહેતા આપણી ફિલ્મોના ગીતોમાં રાતને પણ મહત્વનું સ્થાન મળ્યું છે એટલે તેને લગતાં ગીતોનો રસાસ્વાદ આ લેખમાં માણશું. ૧૯૫૨ની ફિલ્મ ‘જાલ’માં ગીત છે ये रात ये चांदनी फिर कहां सुन जा दिल की दास्ताँ ગીતના કલાકારો છે દેવઆનંદ અને…

ગુજરે હૈ હમ કહાં કહાંસે : ૮) જગો જિરાફ અને ભરત હાંકણહારો

જીવનના એ પડાવ ઉપર પહોંચ્યો છું જ્યાં ભૂતકાળમાં માણેલા વિવિધ પ્રકારના આનંદદાયી અનુભવો યાદ આવતા રહે છે. એ પૈકીના કેટલાક અહીં વહેંચવાનો અને એ સાથે જોડાયેલાં પાત્રોનું નિરૂપણ કરવાનો ઉપક્રમ છે. અમુક કિસ્સામાં પાત્રોનાં અને સ્થળનાં નામ ચોક્કસ કારણોસર બદલેલાં…

સાયન્સ ફેર : આવી ટેક્નોસેવી હેલ્મેટ્સ ખરીદવા માટે પડાપડી થશે!

જ્વલંત નાયક ‘To be or Not To Be’ વિશ્વવિખ્યાત નાટ્યકાર શેક્સપિયર દ્વારા લખાયેલ સુપ્રસિદ્ધ નાટક ‘હેમ્લેટ’માં મુખ્ય પાત્ર પ્રિન્સ હેમ્લેટ દ્વારા બોલવામાં આવતી સ્વગતોક્તિ (soliloquy)ની શરૂઆત ઉપરના વાક્યથી થાય છે. શેક્સપિયર અને હેમ્લેટની સાથે સાથે આ વાક્ય પણ એટલું લોકપ્રિય…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ ૧૯: ૧૯૧૬થી ૧૯૩૫: ચંપારણ સત્યાગ્રહ (૧)

દીપક ધોળકિયા ૧૯૧૭ની ૧૮મી ઍપ્રિલ ભારતના રાજકારણમાં એક સીમાચિહ્ન રૂપ છે. એ દિવસે સ્વતંત્રતા માટેના સંઘર્ષને નવી દિશા મળી. અને પહેલી જ વાર સામાન્ય લોકો સત્તાનો ભય છોડીને પોતાનો અવાજ રજૂ કરવા આગળ આવ્યા. ગાંધીજીએ ૧૯૦૮માં દક્ષિણ આફ્રિકામાં પહેલી વાર…

ફિર દેખો યારોં : નાગરિકનો પરાજય નિશ્ચિત છે

– બીરેન કોઠારી સૌ પ્રથમ એક લખાણ વાંચીએ. – ‘કોઈ પણ આધુનિક શહેરની કામગીરીને કાર્યક્ષમ રીતે કરવા માટે ચાર મૂળભૂત માળખાકીય પ્રણાલિઓની જરૂર હોય છે- પીવાનું પાણી પૂરું પાડવાની પ્રણાલિ, વરસાદી પાણીના નિકાલની પ્રણાલિ, ગટરની તેમજ ગટરના નેટવર્કની પ્રણાલિ, અને…

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી : મારગ છે શૂરાનો

જગદીશ પટેલ વાત અમેરિકાની છે. જૂની છે પણ દમદાર છે. ર(હો)ડ આઇલેન્ડ અમેરીકાના જમણા કાંઠે ઉત્તરમાં આવેલું રાજ્ય છે. ત્યાંની બ્રાઉન યુનીવર્સીટી સંલગ્ન મેડીક્લ કોલેજના એક સત્યપ્રિય, બહાદુર તબીબની બહુ પ્રેરક કથા છે તબીબી વ્યવસાયના ઊંચા નૈતિક ધોરણોને વળગી રહે…

આંગણાનો ઉત્પાદક બાગ

હીરજી ભીંગરાડિયા કોઇ સંત, ફકીર કે ખુદાના ઓલિયા, અને બીજો ભેજાગેપ- પાગલ માણસ- આ બે સિવાય સુગંધ માણવાની કે સોંદર્ય નીરખવાની ઇચ્છા કોને ન થાય, કહો ! એ તો કુદરત સહજ મનુષ્ય સ્વભાવ ગણાય ભલા ! કહે છે કે તાનસેનનું…

સંસ્કૃતિની શોધમાં : ૨૦ : વોહ મુહાજીર બન કે રહે ગયે ઔર હમ મુહાજીર કી ઔલાદ બન કે રહે ગયે

પૂર્વી મોદી મલકાણ જ્યારે સાંજ પોતાનું અપ્રીતમ સૌંદર્ય પાથરી રહી હતી ત્યારે હરપ્પા સ્ટેશન પાસે આવેલ ઉર્વરતા દેવીનું મંદિર શોધવા અમારું ગ્રૂપ ગયું. ને હું કાર પાસે રહી મારી આસપાસ રહેલ હરપ્પાના લોકલ જીવનને મારા કેમેરામાં કેદ કરવા લાગી. તે…

બાળવાર્તાઓ : ૧૨ : જાદુઈ માછલી

પુષ્પા અંતાણી ગંગુ નામે એક માછીમાર હતો. એ દરરોજ સવારે દરિયામાં માછલી પકડવા જતો. એક દિવસ રોજની જેમ સવાર પડતાં જ એ હોડી લઈને દરિયામાં આવ્યો. એણે માછલાં પકડવાની જાળ પાણીમાં ફેંકી. પછી બબડ્યો: “જોઈએ, આજે કેટલાં માછલાં મળે છે.”…

ટાઈટલ મ્યુઝીક – ૨૦ – અબ આયેગા મઝા (૧૯૮૪)

– બીરેન કોઠારી ‘ગાદી’ શબ્દ સત્તાસ્થાન સૂચવે છે, અને વારસાગત વ્યવસાય પણ. મોટા ભાગના પિતાને એવી ઈચ્છા હોય છે કે પોતાનો વારસદાર પોતાની ‘ગાદી’ સંભાળે. ચાહે એ પિતા રાજા હોય, મંત્રી હોય, ડૉક્ટર હોય, વકીલ હોય, અભિનેતા હોય કે અન્ય…

ભ્રાતા-સખા

દર્શના ધોળકિયા. જીવનની વિભિન્ન ભૂમિકાઓની જેમ જ ભાઈ ને મિત્રની ભૂમિકને પણ રામે પૂરતું પ્રાધાન્ય આપ્યું છે. લક્ષ્મણ તો જીવનભર રામનો ‘દ્વિતીય અંતરાત્મા’ બનીને રહ્યો છે તો ભરતે પણ પિતાએ આપેલું રાજ્ય ન સ્વીકારીને અસંગત્વમાં રામની લગોલગનું આસન મેળવ્યું છે.…

ત્યારે કરીશું શું?:[૫]

પરિચયકર્તા- કિશોરચંદ્ર ઠાકર “માણસનાં ખમીસ પરનો પસીનો સુકાઈ જાય એ પહેલાં એનું મહેનતાણું આપી દે”                                                                                                         (કુરાનની એક આયત) આપણે ત્યાં એવું બોલવાનો રિવાજ થઈ ગયો છે કે ‘સિદ્ધાંત તો ખરો, પણ તેનું વ્યવહારમાં શું?’ અત્યાર સુધી ટોલ્સ્ટોયે કરેલી વાતોમાં…

પત્રશૃંખલા :: આથમણી કોરનો ઉજાસ – પત્ર નં. ૧૩

દેવિકા રાહુલ ધ્રુવ, હ્યુસ્ટન યુએસએ. પ્રિય નીના, હં…હવે અસ્સલ નીના દેખાઈ. તારા પત્રમાં ઘણું ઘણું વ્યક્ત થયું અને ઘણી સરસ રીતે વ્યક્ત થયું. મને ખુબ ગમી ગઈ એક વાત તે ફાધર વાલેસવાળી વાત. – ‘વાતચીતનો પહેલો ધર્મ સાંભળવાનો છે. કાનથી…

બંદિશ એક, રૂપ અનેક (૫૯) – સજન તુમ કાહેકો નેહા લગાય

નીતિન વ્યાસ “સજન તુમ કાહેકો નેહા લગાય”- તિલંગ એ ખમાજ થાઠનો રાગ છે. આરોહમાં સા, ગ. મ.પ,ની,સા અને સા, ની (કોમળ) મ,ગ, સા સ્વરાન્કન છે. ગાયનનો સમય સંધ્યાકાળનો. ઠુમરીના શબ્દો  “સજન તુમ કાહેકો નેહા લગાય” યાદ આવતાંનીસાથે ખાં સાહેબ અબ્દુલ…

હુસ્ન પહાડી કા – ૧૬ – શંકર-જયકિશન અને એમની પહાડી બંદિશો

– ભગવાન થાવરાણી અમારે  કામ  શું  મદિરાનું કે મનમાં સુરાલય છે અને પડખે જ પરબારું પહાડીનું શિવાલય છે આજે શંકર-જયકિશની પહાડી અને વાત પણ પરબારી એમનાથી જ શરુ કરીએ. શંકર-જયકિશનના પરમ ભક્તો કદાચ નારાજ થશે કે પહાડીની આ સફરમાં એમને…

ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન : સામવેદ – ૧૯

ચિરાગ પટેલ उ. ३.२.८ (७९७) इन्द्र इध्दर्योः सचा सम्मिश्ल आ वचोयुजा। इन्द्रो वज्री हिरण्ययः॥ (मधुच्छन्दा वैश्वामित्र) વજ્રધારી, સ્વર્ણાભૂષણોથી યુક્ત ઇન્દ્ર, શ્રેષ્ઠ ઘોડાઓને વાણી સાથે જોડે છે. સરળ જણાતા આ શ્લોકમાં ઘોડાઓને વાણી સાથે જોડવાની વાત કંઈક અસંબદ્ધ જણાય છે. એટલે,…

ગઝલાવલોકન – ૧૭ – અંધારું લઇ પાંખમાં, ઉડ્યાં અંધ કપોત

સુરેશ જાની દદડે દસ – દસ ધારથી રસ નીતરતું વ્હેણ ઝીલો તો જળધાર બને લખીએ તો લાખેણ. ચૌદ કળાએ ચંદ્ર, તો સોળ કળાએ આંખ વ્હાલપ ફૂટે વૃક્ષને, શરીરે ફૂટે શાખ તારામાં તું ઓતપ્રોત, હું મારામાં લીન ઘરની જર્જર ભીંત પર…

ભારત – ગુલામી અને આઝાદી માટેનો સંઘર્ષ – ભાગ ૩ : સંઘર્ષનો નવો માર્ગ – પ્રકરણઃ ૧૮ – ૧૯૧૬થી ૧૯૩૫ : રેશમી રુમાલના પત્રોનું સશસ્ત્ર આંદોલન

દીપક ધોળકિયા ૧૯૧૬ના ઑગસ્ટમાં પંજાબમાં બ્રિટિશ CID અધિકારીઓને ત્રણ પત્રો હાથ લાગ્યા. આ પત્રો પીળા રેશમી રુમાલ પર લખાયેલા હતા. એમાં ભારતની અંગ્રેજ હકુમત સામે સશસ્ત્ર બળવાનું એલાન હતું! એના પર એક મૌલાના ઓબેદુલ્લાહ સિંધીની સહી હતી. આખી યોજના ખુલ્લી…

ફિર દેખો યારોં : અફસોસ જીવલેણ બિમારીનો નહીં, એનું નિદાન થયાનો છે

-બીરેન કોઠારી વાઈરસ એટલે સૂક્ષ્મ વિષાણુ. નરી આંખે જોઈ ન શકાતા આ જીવાણુની વૃદ્ધિ ગુણાકારે થતી હોય છે. તેના થકી જે પ્રસરે એ ‘વાઈરલ’ ગણાય. વર્તમાન યુગમાં આવી ઝડપે પ્રસરતા સમાચારો, તસવીરો માટે ‘વાઈરલ થયાં’ જેવો શબ્દપ્રયોગ થાય છે. ઈન્ટરનેટ…

શિક્ષણ ચેતના : ઝાંઝવાં કે જળ

નિરુપમ છાયા હમણાં થોડાં સમય પર ટી વીની એક સમાચાર ચેનલમાં વિસ્તૃત હેવાલ પ્રસ્તુત થયો હતો,. વાત હતી , ઉત્તર પ્રદેશના પિથોરાગઢમાં ચાલતાં શિક્ષક પુસ્તક આંદોલનની. પિથોરાગઢની કોલેજમાં અભ્યાસ માટે પુસ્તકો ઉપલબ્ધ નથી અને પુસ્તકાલયમાં જે છે તે ૧૯૮૦ કે…

વ્યંગ્યચિત્રોના વિશ્વમાં : (૨૧) : ‘માનકો’નો માનભંગ

– સંકલન: અશોક વૈષ્ણવ આ વખતની કડીમાં વિષય થોડો જટિલ અને ટેકનિકલ હોવાથી સૌ પ્રથમ તેની ટૂંકી સમજૂતી જોઈ લઈએ, જેથી તેની પરનાં વ્યંગ્યચિત્રોને માણી શકાય. માનક (સ્ટાન્ડર્ડ) એટલે સંબંધિત હિતધારકો વચ્ચે પરસ્પર સહમતિથી નક્કી થયેલું ધોરણ, પ્રણાલિ કે આવશ્યકતાઓનું…

વ્યંગ્ય કવન : (૪૧) છપ્પા

– અખો તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાંતીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન (૧) એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવપાણી દેખી કરે સ્નાન,…

દિવાળીબાઈના પત્રો – # ૧૦ અને # ૧૧

શ્રી મણિલાલ દ્વિવેદીની પ્રણયખોજની નિષ્ફળતા અને કરુણતા પર પ્રકાશ પાડતા દિવાળીબાઈ નામની પરણિત સ્ત્રીના આ પ્રેમ પત્રો પૈકી પત્ર #૧ થી #૯ આપણે આ પહેલાં વાંચી ચૂક્યાં છીએ. આજે હવે આ પત્રમાળાના # ૧૦ અને #૧૧મા પત્રો વાંચીને આ પત્રમાળા…

લ્યો, આ ચીંધી આંગળી : ગાંધીજી અને ગિજુભાઈ વ્યાસ: એક બે વાતો એમના સંદર્ભની

-રજનીકુમાર પંડ્યા ભલે ખુદ ગાંધીજી સાથેના સંસ્મરણો ના હોય, પણ ગાંધીજી સાથે સંકળાયેલાં સંસ્મરણો જરા તાજાં કરી લઉં. ઉમર વર્ષ નવ. સાંજના લગભગ છનો સમય. અને જેતપુરની મુખ્ય બજાર. અંજુમને ઈસ્લામ સ્કૂલ પાસે રંગ અને હાર્ડવેરની ‘શિરીષચંદ્ર એન્ડ કંપની’ની ડેલાબધ્ધ…